/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/09/Sunil-Gavaskar.jpg)
પૂર્વ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કરે (Sunil Gavaskar)ટી-20 વર્લ્ડ કપને લઇને મોટી ભવિષ્યવાણી કરી (File)
ટી-20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022)16 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયામાં રમાશે. આ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. પૂર્વ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કરે (Sunil Gavaskar)ટી-20 વર્લ્ડ કપને લઇને મોટી ભવિષ્યવાણી કરી છે. સુનીલ ગાવસ્કરે કહ્યું કે ઓસ્ટ્રેલિયામાં રમાનાર આગામી ટી-20 વર્લ્ડ કપ માટે જે ભારતીય ટીમની પસંદગી કરવામાં આવી છે તે શાનદાર છે. ગાવસ્કરે કહ્યું કે કેપ્ટન રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમ ટી-20 વર્લ્ડ કપ 2022 પોતાના નામે કરશે.
ટી-20 વર્લ્ડ કપ માટે જાહેર થયેલી ભારતીય ટીમને ગાવસ્કરે પરફેક્ટ ગણાવી છે. તેમણે કહ્યું કે મોહમ્મદ શમીને ટીમમાં સ્થાન હોવું જોઇએ કે નહીં તેના વિશે હવે વાતો બંધ થઇ જવી જોઈએ. આપણે ટીમ પસંદગી પર સવાલ ના ઉઠાવા જોઈએ કારણ કે કેટલાક ખેલાડીઓના મનોબળ ડાઉન થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે મોહમ્મદ શમીના વર્લ્ડ કપની ટીમમાં સ્થાન ન મળવા પર સતત સવાલો ઉભા થઇ રહ્યા છે.
ગાવસ્કરના મતે બધી ટીમોએ ચેમ્પિયન બનવા માટે થોડા નસીબની જરૂર હોય છે. ભારતીય ટીમ લક ફેક્ટર અને શાનદાર રમતના કારણે ચેમ્પિયન બની શકે છે.
ટી-20 વર્લ્ડ કપમાં ભારતનો કાર્યક્રમ
17 ઓક્ટોબર - ભારત વિ. ઓસ્ટ્રેલિયા (વોર્મઅપ મેચ)
19 ઓક્ટોબર - ભારત વિ. ન્યૂઝીલેન્ડ (વોર્મઅપ મેચ)
23 ઓક્ટોબર - ભારત વિ. પાકિસ્તાન
27 ઓક્ટોબર - ભારત વિ. એ-2
30 ઓક્ટોબર - ભારત વિ. દક્ષિણ આફ્રિકા
2 નવેમ્બર - ભારત વિ. બાંગ્લાદેશ
6 નવેમ્બર - ભારત વિ. બી-1
ટી-20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, ઋષભ પંત, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, આર અશ્વિન, ચહલ, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ,
સ્ટેન્ડબાય પ્લેયર્સ
મોહમ્મદ શમી, શ્રેયસ ઐયર, રવિ બિશ્નોઇ, દીપક ચાહર.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us