ટી-20 વર્લ્ડ કપમાં આવો છે ભારતીય ક્રિકેટ ટીમનો કાર્યક્રમ, પ્રથમ મુકાબલો પાકિસ્તાન સામે

T20 World Cup 2022 - ભારત પોતાના અભિયાનની શરૂઆત 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે મેચ રમી કરશે

T20 World Cup 2022 - ભારત પોતાના અભિયાનની શરૂઆત 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે મેચ રમી કરશે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
T20 World Cup

ટી-20 વર્લ્ડ કપ (T20 World Cup 2022) આગામી મહિને ઓસ્ટ્રેલિયામાં શરુ થશે (તસવીર - ઇન્ડિયન એક્સપ્રેસ)

ટી-20 વર્લ્ડ કપ (T20 World Cup 2022) આગામી મહિને ઓસ્ટ્રેલિયામાં શરુ થશે. વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમની (Indian Cricket Team)જાહેરાત કરી દેવામાં આવી છે. ભારત પોતાના અભિયાનની શરૂઆત 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે મેચ રમી કરશે. આ પહેલા ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સામે વોર્મઅપ મેચ રમશે.

Advertisment

ટી-20 વર્લ્ડ કપમાં ભારતનો કાર્યક્રમ

17 ઓક્ટોબર - ભારત વિ. ઓસ્ટ્રેલિયા (વોર્મઅપ મેચ)
19 ઓક્ટોબર - ભારત વિ. ન્યૂઝીલેન્ડ (વોર્મઅપ મેચ)

23 ઓક્ટોબર - ભારત વિ. પાકિસ્તાન
27 ઓક્ટોબર - ભારત વિ. એ-2
30 ઓક્ટોબર - ભારત વિ. દક્ષિણ આફ્રિકા
2 નવેમ્બર - ભારત વિ. બાંગ્લાદેશ
6 નવેમ્બર - ભારત વિ. બી-1

ભારતની નવી જર્સી લોન્ચ

ભારતીય ક્રિકેટ ટીમના ઓફિશિયલ કિટ પાર્ટનર એમપીએલ સ્પોર્ટ્સ દ્વારા મુંબઈમાં 18 સપ્ટેમ્બરે જર્સી લોન્ચિંગ કરવામાં આવી હતી. ગત વખતે ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમની જર્સી પુરી રીતે નેવી બ્લૂ કલરની હતી. જોકે આ વખતે જર્સીનો કલર સ્કાઇ બ્લૂ છે. ખભા પર ડાર્ક બ્લૂ કલરનો સમાવેશ થાય છે.

Advertisment

ટી-20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, ઋષભ પંત, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, આર અશ્વિન, ચહલ, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ,

સ્ટેન્ડબાય પ્લેયર્સ

મોહમ્મદ શમી, શ્રેયસ ઐયર, રવિ બિશ્નોઇ, દીપક ચાહર.

સ્પોર્ટ્સ T20 વર્લ્ડ કપ