T20 WC 2024: અફઘાનિસ્તાન પ્રથમ વખત રમશે ટી20 વર્લ્ડ કપ સેમી ફાઇનલ, ઓસ્ટ્રેલિયા બહાર ફેંકાયું

T20 World Cup 2024 Afghanistan beat Bangladesh, Australia out Highlights updates news in Gujarati: ટી20 વર્લ્ડ કપ 2024 બાંગ્લાદેશને હરાવી અફઘાનિસ્તાન સેમી ફાઇનલમાં પહોંચ્યું છે. ઓસ્ટ્રેલિયા ટુર્નામેન્ટથી બહાર થયું છે.

Written by Haresh Suthar
Updated : June 25, 2024 12:10 IST
T20 WC 2024: અફઘાનિસ્તાન પ્રથમ વખત રમશે ટી20 વર્લ્ડ કપ સેમી ફાઇનલ, ઓસ્ટ્રેલિયા બહાર ફેંકાયું
T20 WC 2024: અફઘાનિસ્તાન વિ બાંગ્લાદેશ (ફોટો ક્રેડિટ ICC)

Afghanistan vs Bangladesh: અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો છે. બાંગ્લાદેશને હરાવી અફઘાનિસ્તાન ટી20 વર્લ્ડ કપ 2024 સેમી ફાઇનલમાં પહોંચ્યું છે. અફઘાનિસ્તાન વર્લ્ડ કપ ક્રિકેટમાં પહેલી વખત સેમી ફાઇનલમાં પહોંચ્યું છે. અફઘાનિસ્તાનની જીત સાથે બીજો મોટો અપસેટ એ થયો છે કે, ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ 2024 ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાયું છે.

ટી20 વર્લ્ડ કપ 2024 અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમે મોટો અપસેટ સર્જ્યો છે. બાંગ્લાદેશ સામેની મેચમાં ભારે રસાકસી અને વરસાદી માહોલ વચ્ચે બાંગ્લાદેશને હરાવી ટી20 વર્લ્ડ કપ 2024 સેમી ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. અફઘાનિસ્તાન ટીમ માટે આ પહેલી વખત છે કે તેઓ સેમી ફાઇનલ સુધી પહોંચ્યા છે.

T20 world cup Afghanistan team semi final match
ટી20 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાન સેમી ફાઈનલમાં પહોંચ્યું photo – X @ICC

આ પણ વાંચો: ટી20 સેમીફાઇનલ ભારત વિ ઈંગ્લેન્ડ

અફઘાનિસ્તાનની જીત સાથે ઓસ્ટ્રેલિયા બહાર થયું છે. આગામી 27 તારીખે બે સેમીફાઇનલ રમાશે. જેમાં સવારે અફઘાનિસ્તાન વિ દક્ષિણ આફ્રિકા વચ્ચે ટક્કર થશે અને સાંજે ભારત વિ ઈંગ્લેન્ડ વચ્ચે ખરાખરીનો જંગ થશે. શનિવારે ફાઇનલ મેચ રમાશે.

રાશિદ ખાન 4 વિકેટ, 19 રન

અફઘાનિસ્તાન સ્ટાર ખેલાડી રાશિદ ખાન આજની મેચમાં હિરો રહ્યો હતો. બાંગ્લાદેશ સામેના ખરાખરીના જંગમાં રાશિદ ખાને 4 ઓવરમાં 23 રન આપી બાંગ્લાદેશના ચાર ખેલાડીઓને આઉટ કર્યા હતા. બેટીંગમાં માત્ર 10 બોલમાં 19 રન બનાવી ટીમ માટે છેલ્લી ઓવરોમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. રાશિદ ખાને 3 સિક્સ ફટકારી હતી.

T20 world cup Afghanistan team semi final match
અફઘાનિસ્તાન ટીમ photo – @T20WorldCup

અફઘાનિસ્તાન સ્કોર: 115 રન, 8 વિકેટ (20 ઓવર)

અફઘાનિસ્તાન પ્રથમ બેટીંગ કરવા મેદાનમાં ઉતર્યું હતું. જોકે અફઘાનિસ્તાન બેટીંગમાં ખાસ દમ બતાવી શક્યું ન હતું. 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 115 રન બનાવ્યા હતા. જેમાં રહમાનુલ્લાહ ગરુબાઝે 55 બોલમાં 43 રન બનાવ્યા હતા. જ્યારે ઇબ્રાહિમ ઝારદન 29 બોલમાં 18 રન, અઝમાતુલ્લાહ 10 રન,ગુલબદીન 4 રન, નબી 1 રન બનાવી આઉટ થયા હતા. જ્યારે કરીમ 7 રન અને રાશિદ ખાન 19 રન બનાવી અણનમ રહ્યા હતા.

બાંગ્લાદેશ સ્કોર: 105 2ન ઓલ આઉટ, 17.5 ઓવર

106 રનના લક્ષ્યનો પીછો કરતાં બાંગ્લાદેશ મેદાનમાં ઉતર્યું હતું. વરસાદને પગલે બાંગ્લાદેશને 19 ઓવરમાં 114 રનનો ટારગેટ આપવામાં આવ્યો હતો. જોકે બાંગ્લાદેશની ટીમ 17.4 ઓવરમાં 105 રનના સ્કોર પર ઓલ આઉટ થયું હતું. બાંગ્લાદેશ તરફથી લિટ્ટન દાસે 49 બોલમાં 54 રન બનાવ્યા હતા. જ્યારે અન્ય બેટ્સમેન ખાસ કરી શક્યા ન હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ