આઉટ થયા પછી પ્રશંસકોની કોમેન્ટ પર ભડક્યો પાકિસ્તાન ક્રિકેટર આઝમ ખાન, જુઓ VIDEO

Azam Khan : આઝમ ખાનનું વજન લગભગ 110 કિલોની આસપાસ છે. તેની ખરાબ ફિટસેન હોવા છતા તેના ટીમમાં સમાવેશને લઇને સવાલો ઉભા થઇ રહ્યા છે

Written by Ashish Goyal
June 07, 2024 15:13 IST
આઉટ થયા પછી પ્રશંસકોની કોમેન્ટ પર ભડક્યો પાકિસ્તાન ક્રિકેટર આઝમ ખાન, જુઓ VIDEO
પાકિસ્તાની વિકેટકીપર આઝમ ખાન ઝીરો પર આઉટ થયા પછી પ્રશંસકોને કોમેન્ટ પર ગુસ્સે ભરાયો હતો (તસવીર - સોશિયલ મીડિયા)

Pakistan Wicketkeeper Azam Khan : ટી 20 વર્લ્ડ કપ 2024માં બાબર આઝમની કેપ્ટન્સીમાં પાકિસ્તાની ટીમની શરુઆત ખુબ જ શરમજનક રહી છે. વર્લ્ડ કપની પ્રથમ મેચમાં જ પાકિસ્તાનનો અમેરિકા જેવી નવી ટીમ સામે સુપર ઓવરમાં 5 રને હારનો સામનો કરવો પડ્યો હતો. ટી 20 ઈન્ટરનેશનલમાં કોઈ પણ એસોસિયેટ દેશ સામે પાકિસ્તાનનો આ પ્રથમ પરાજય છે.

પાકિસ્તાનની ટીમને આ મેચમાં પહેલા બેટિંગ કરવાની તક મળી હતી, જેમાં તે 20 ઓવરમાં 159 રનના સ્કોર સુધી પહોંચવામાં સફળ રહી હતી. આ મેચમાં પાકિસ્તાનની ટીમ તરફથી ખૂબ જ ખરાબ બેટિંગ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ વખત ટી-20 વર્લ્ડકપમાં રમવા આવેલ વિકેટકીપર બેટ્સમેન આઝમ ખાન ગોલ્ડન ડક પર પેવેલિયન પરત ફર્યો હતો. પાકિસ્તાનની ટીમમાં આઝમ ખાનની પસંદગી થતા ચાહકો સતત આ નિર્ણયની ટીકા કરી રહ્યા છે.

આઉટ થયા બાદ આઝમ ખાન પ્રશંસક પર ભડક્યો

જ્યારે અમેરિકા સામેની મેચમાં પાકિસ્તાની ટીમે 98 રનના સ્કોર પર 4 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારે તે સમયે બેટિંગ કરવા આવેલા આઝમ ખાન પાસેથી તમામ ચાહકોને મોટી ઇનિંગ્સની અપેક્ષા હતી, પરંતુ તે બધા નિરાશ થઈ ગયા હતા. આઝમ ખાન ખાતું ખોલાવ્યા વિના પહેલા જ બોલ પર એલબીડબલ્યુ થયા બાદ પેવેલિયન પરત ફર્યો હતો. ગોલ્ડન ડક પર આઉટ થયા બાદ જ્યારે આઝમ ડ્રેસિંગરુમ તરફ જઈ રહ્યો હતો. તે સમયે અચાનક સ્ટેન્ડ પર ચાહકોની કેટલીક કોમેન્ટ્સથી તે નારાજ થઈ ગયો હતો.

આ પણ વાંચો –  ICCએ પાકિસ્તાની ટીમની હોટલ બદલી, ભારતનું નામ લઇને પીસીબીએ આપત્તિ વ્યક્ત કરી

આ પછી આઝમે તે તમામ પ્રશંસકોને ગુસ્સે ભરેલી નજરોથી જોયા અને બાદમાં પોતાના હાથથી કેટલીક હરકતો કરી. આઝમ ખાનની આ હરકતનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આઝમ ખાન પાકિસ્તાની ટીમના પૂર્વ વિકેટકીપર મોઈન ખાનનો પુત્ર છે અને આ કારણે જ તેમની પસંદગી પર ઘણા સવાલો ઉઠી રહ્યા છે.

આઝમ ખાનનું વજન 110 કિલોની આસપાસ

આઝમ ખાનનું વજન લગભગ 110 કિલોની આસપાસ છે. તેની ખરાબ ફિટસેનના કારણે તે ટીકાનું પાત્ર બની રહ્યો છે. તેને આવી ફિટનેસ હોવા છતા ટીમમાં પસંદગી થઇ છે.

ટી 20 વર્લ્ડ કપ 2024માં પાકિસ્તાનની ટીમ હવે પોતાની આગામી મેચ ભારતી સામે રમશે. આ મેચ 9 જૂનના રોજ ન્યૂયોર્કમાં રમાશે. પ્રથમ મેચ હાર્યા બાદ પાકિસ્તાન માટે સુપર 8નો રસ્તો પણ ખુબ જ મુશ્કેલ બની ગયો છે, જેમાં તેણે પોતાની બાકી રહેલી તમામ મેચોમાં જીત મેળવવી પડશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ