ટી 20 વર્લ્ડ કપ વિજેતા ટીમ ઇન્ડિયાને ભારત પરત ફરવામાં પરેશાની, બાર્બાડોસમાં કર્ફ્યૂ

T20 World Cup 2024 : ટી 20 વર્લ્ડ કપ 2024ની વિજેતા ભારતીય ટીમને સ્વદેશ પરત ફરવામાં મુશ્કેલી પડી રહી છે. બાર્બાડોસમાં કર્ફ્યૂ જાહેર કરવામાં રઆવ્યો છે

T20 World Cup 2024 : ટી 20 વર્લ્ડ કપ 2024ની વિજેતા ભારતીય ટીમને સ્વદેશ પરત ફરવામાં મુશ્કેલી પડી રહી છે. બાર્બાડોસમાં કર્ફ્યૂ જાહેર કરવામાં રઆવ્યો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Team India Champion, Team India, t20 world cup 2024

ટી 20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઇન્ડિયા ચેમ્પિયન બની હતી (તસવીર - બીસીસીઆઈ)

T 20 World Cup 2024 : ટી 20 વર્લ્ડ કપ 2024ની વિજેતા ભારતીય ટીમને સ્વદેશ પરત ફરવામાં મુશ્કેલી પડી રહી છે. બેરિલ વાવાઝોડાને કારણે બાર્બાડોસનું એરપોર્ટ આગળની સૂચના સુધી બંધ કરી દેવામાં આવ્યું છે. તમામ ફ્લાઈટ રદ કરી દેવામાં આવી છે. શહેરમાં 30 જૂન 2024ના રોજ સાંજે 6 વાગ્યાથી (ભારતીય સમયાનુસાર 1 જૂનના રોજ સવારે 3:30 વાગ્યે) કર્ફ્યુ રાખવામાં આવ્યો છે.

Advertisment

130 કિમી/કલાકની ઝડપે ફૂંકાઇ રહ્યો છે પવન

બાર્બાડોસમાં તમામ દુકાનો અને ઓફિસો બંધ કરી દેવામાં આવી છે. ભારતીય ક્રિકેટ ટીમ અને આઇસીસી મેન્સ ટી 20 વર્લ્ડ કપ 2024ને કવર કરવા ગયેલા ભારતીય મીડિયાના સભ્યો બાર્બાડોસમાં અટવાઈ ગયા છે. ટીમ ઇન્ડિયા માટે જલ્દી વાપસી કરવી મુશ્કેલ છે. ભારે તોફાન અને સતત વરસાદને કારણે બાર્બાડોસમાં ટ્રાફિક સહિત જનજીવન ઠપ થઇ ગયું છે અને 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે.

આ પણ વાંચો - આઈસીસી પ્રાઇઝ મની : ટી 20 વર્લ્ડ કપ 2024 જીતનાર ટીમ ઇન્ડિયા માલામાલ, જાણો કઇ ટીમને કેટલા રૂપિયા મળશે

ન્યૂયોર્કથી ભારત પરત ફરવાની યોજના રદ

અહેવાલો કહે છે કે ભારે વરસાદને કારણે ભારતીય ટીમનો ન્યૂયોર્કથી આવવાનો પ્લાન રદ કરવામાં આવ્યો છે. ખાસ વિમાનો દ્વારા સીધા દિલ્હી પહોંચવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, પરંતુ ચક્રવાતની તીવ્રતા ઘટ્યા બાદ જ અંતિમ નિર્ણય લેવામાં આવશે. જો બધુ જ અપેક્ષા મુજબ રહ્યું તો ટીમ ઇન્ડિયા 3 જુલાઇના રોજ દેશમાં પરત ફરશે.

Advertisment

કોઈને પણ બહાર નીકળવાની મંજૂરી નથી

અહેવાલો કહે છે કે બાર્બાડોસમાં કોઈને પણ બહાર નીકળવાની મંજૂરી નથી. ભારે વરસાદ પડી રહ્યો છે. વાવાઝોડું બેરીલને કેટેગરી 4 (બીજા ક્રમનું સૌથી ગંભીર) માં અપગ્રેડ કરવામાં આવ્યું છે. ટીમ ઇન્ડિયા પોતાની હોટલમાં છે. આગામી 24 કલાકમાં શું થવાનું છે તે કોઈને ખબર નથી.

પ્રવાસના આયોજનો અંગે અનિશ્ચિતતા છે. એવા અહેવાલ છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહે ટીમ ઈન્ડિયાના સભ્યો વિના સવારની ફ્લાઈટમાં દેશ છોડવાનો ઈનકાર કરી દીધો છે. તેમણે કહ્યું કે હું એમને અહીંયા એકલા નહીં છોડું. હું તેમને સાથે લઈ જઈશ.

ભારત ક્રિકેટ ટીમ ક્રિકેટ Team India સ્પોર્ટ્સ T20 વર્લ્ડ કપ