T20 world cup 2024 England vs Oman Record, ટી20 વર્લ્ડ કપ 2024 ઈંગ્લેન્ડ વિ ઓમાન રેકોર્ડ : ટી20 વર્લ્ડ કપમાં ગુરુવારે રમાયેલી મેચમાં ઈંગ્લેન્ડે માત્ર 19 બોલમાં ઓમાનને હરાવી ઈતિહાસ રચી દીધો છે. આ જીત સાથે ઈંગ્લેન્ડ ટીમે સુપર 8 સ્થાન માટે આશા જીવંત રાખી છે.
ટી20 વર્લ્ડ કપ 2024 માં ગુરુવારે ઈંગ્લેન્ડ વિ ઓમાન મેચમાં ઈંગ્લેન્ડ ની ટીમે ઓમાન વિરુધ્ધ મોટી જીત મેળવી ઈતિહાસ રચ્યો છે. ઈંગ્લેન્ડે ઓમાન પર માત્ર 19 બોલમાં જ જીત મેળવી હતી. આ જીત સાથે ઈંગ્લેન્ડ ટીમનો રનરેટ -1.800 થી વધીને સીધો જ +3.081 થઇ ગયો છે. આ સાથે સુપર 8 માટે આશા જીવંત રાખી છે. ઈંગ્લેન્ડ ત્રણ મેચ રમ્યું છે જેમાંથી એક જ મેચ જીત્યું છે.
ઓમાનની ટીમે પ્રથમ બેટિંગ કરતા 47 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડે આ લક્ષ્યાંક 3.1 ઓવરમાં એટલે કે માત્ર 19 બોલમાં હાંસલ કરી લીધો હતો.
આ પણ વાંચો – ફ્લોરિડામાં વરસાદ પછી પૂરનો ખતરો, તો પાકિસ્તાન મેચ રમ્યા વગર બહાર થઇ જશે
ઈંગ્લેન્ડની ઐતિહાસિક જીત
ઈંગ્લેન્ડની ટીમે 101 બોલ રાખીને 48 રનનો ટાર્ગેટ મેળવી લીધો હતો. ટી 20 વર્લ્ડ કપમાં બાકી બોલની દ્રષ્ટિએ આ સૌથી મોટી જીત છે. અગાઉ 2014માં શ્રીલંકાએ નેધરલેન્ડ્સ સામે 90 બોલ બાકી રાખીને મેચ જીતી લીધી હતી. તેમણે 40 રનનો ટાર્ગેટ 5 ઓવરમાં જ મેળવી લીધો હતો. જ્યારે ટી 20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 101 બોલ બાકી રાખીને મેળવેલી જીત પાંચમી સૌથી મોટી જીત છે.
ટી 20 વર્લ્ડ કપમાં સૌથી મોટી જીત (બોલ બાકી રહેતા)
જીતનું અંતર ટીમ હરિફ સ્ટેડિયમ/શહેર વર્ષ 101 ઓમાન ઇંગ્લેન્ડ નોર્થ સાઉન્ડ 2024 90 નેધરલેન્ડ્સ શ્રીલંકા ચટગાંવ 2014 86 નામીબિયા ઓસ્ટ્રેલિયા નોર્થ સાઉન્ડ 2024 82 બાંગ્લાદેશ ઓસ્ટ્રેલિયા દુબઈ 2021 81 સ્કોટલેન્ડ ભારત દુબઈ 2021
ટી 20 વર્લ્ડ કપમાં ચોથો લોએસ્ટ સ્કોર
ઓમાનનો ઈંગ્લેન્ડ સામેનો 47 રનનો સ્કોર ટી 20 વર્લ્ડ કપમાં ચોથો લોએસ્ટ સ્કોર છે. ટી 20 વર્લ્ડ કપમાં સૌથી લોએસ્ટ સ્કોર નેધરલેન્ડ્સના નામે છે. તે શ્રીલંકા સામે 2014માં 39 રનમાં ઓલ આઉટ થઇ ગયું હતું. આ ઉપરાંત જ વેસ્ટ ઈન્ડિઝે યુગાન્ડાને 39ના સ્કોર પર ઓલઆઉટ કરી દીધું હતું.
ટી 20 વર્લ્ડ કપમાં સૌથી લોએસ્ટ સ્કોર
સ્કોર ટીમ હરિફ સ્ટેડિયમ/શહેર વર્ષ 39 યુગાન્ડા વેસ્ટ ઇન્ડીઝ ગુયાના 2024 39 નેધરલેન્ડ્સ શ્રીલંકા ચટગાંવ 2014 44 નેધરલેન્ડ્સ શ્રીલંકા શારજાંહ 2021 47 ઓમાન ઇંગ્લેન્ડ નોર્થ સાઉન્ડ 2024 55 વેસ્ટ ઇન્ડીઝ ઇંગ્લેન્ડ દુબઈ 2021
ટી-20 ઈન્ટરનેશનલમાં ઓમાનનો સૌથી ઓછો સ્કોર
ઈંગ્લેન્ડ સામે 47 રનનો સ્કોર ટી 20માં ઓમાનનો બીજો લોએસ્ટ સ્કોર છે. આ પહેલા વર્ષ 2019માં વેસ્ટ ઈન્ડિઝ સામે ઓમન 45 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. જે ટી-20 ઈન્ટરનેશનલમાં ઓમાનનો સૌથી ઓછો સ્કોર છે.