T20 World Cup 2024 Final Prize Money : આઇસીસી મેન્સ ટી 20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં ભારત દક્ષિણ આફ્રિકાને હરાવી ચેમ્પિયન બન્યું છે. આ વખતે ટી 20 વર્લ્ડકપ 2024 જીતનાર ભારતીય ટીમ ટીમ માલામાલ થઇ હશે. સાથે જ હારનારી ટીમ એટલે કે રનર્સ અપને પણ મોટી રકમ મળશે. ટી 20 વર્લ્ડ કપ માટે કુલ ઈનામી રકમ 11.25 મિલિયન ડોલર (લગભગ 93.51 કરોડ રૂપિયા) નક્કી કરવામાં આવી છે.
વિજેતા ટીમને રેકોર્ડબ્રેક ઇનામી રકમ
ટી 20 વર્લ્ડ કપ 2024માં વિજેતા બનનાર ભારતીય ટીમને આશરે 20.36 કરોડ રૂપિયા (2.45 મિલિયન ડોલર) મળશે. ટી 20 વર્લ્ડ કપના ઈતિહાસમાં પહેલી વખત વિજેતા બનનારી ટીમને આટલી મોટી રકમ મળશે. સાથે જ ફાઇનલમાં હારનારી ટીમ એટલે કે રનર્સ અપ દક્ષિણ આફ્રિકાની ટીમને લગભગ 10.64 કરોડ રૂપિયા (1.28 મિલિયન ડોલર) મળશે.
સેમિ ફાઇનલમાં પહોંચનારી ટીમોને 6.54 કરોડ રૂપિયા મળશે
સેમિ ફાઇનલમાં પહોંચનારી ટીમોને 6.54 કરોડ રૂપિયાની સમાન રકમ આપવામાં આવશે. એટલે કે અફઘાનિસ્તાન અને ઈંગ્લેન્ડની ટીમો પણ માલામાલ બની છે. આ વખતે 20 ટીમોએ ટી 20 વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો. આ વખતે દરેક ટીમને આઇસીસી તરફથી કેટલીક ઇનામી રકમ આપવામાં આવી હતી. જે ટીમો સુપર-8 (બીજા રાઉન્ડ)થી આગળ વધી શકી ન હતી તેમને પણ પ્રત્યેકને 382,500 ડોલર (આશરે રુપિયા 3.17 કરોડ) આપવામાં આવ્યા હતા.
આ પણ વાંચો – વિરાટ કોહલી વગર પર ટીમ ઇન્ડિયા કરી શકે છે શાનદાર પ્રદર્શન, વર્લ્ડ કપ પછી છોડી દેશે આ ફોર્મેટ!
ટી 20 વર્લ્ડ કપ 2024 પ્રાઇઝ મની
- ચેમ્પિયન : આશરે 20.36 કરોડ રૂપિયા
- રનર્સ અપ: 10.64 કરોડ રૂપિયા
- સેમિ-ફાઇનલ : 6.54 કરોડ રૂપિયા
- બીજા રાઉન્ડમાંથી બહાર નીકળવા પર : 3.17 કરોડ રૂપિયા
- 9 થી 12માં સ્થાનની ટીમ: 2.05 કરોડ રૂપિયા
- 13 થી 20મા સ્થાને રહેલી ટીમ : 1.87 કરોડ





