/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/weather-report-.jpg)
ટી 20 વર્લ્ડ કપની ફાઇનલમાં વરસાદનું સંકટ છે (ફાઇલ ફોટો)
T20 World Cup 2024 Final : ટી 20 વર્લ્ડ કપ 2024 તેના અંતિમ પડાવ છે. પ્રથમ સેમિ ફાઈનલમાં સાઉથ આફ્રિકાએ અફઘાનિસ્તાનને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. હવે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ગુયાનામાં રમાનારી બીજી સેમિ ફાઈનલમાંથી જે ટીમ વિજેતા બનશે તે ફાઇનલમાં રમશે. સેમિ ફાઇનલ મેચ પર વરસાદનો ખતરો છે અને રિઝર્વ ડે પણ નથી. આ મેચ ધોવાઈ જવાની પૂરેપૂરી શક્યતા છે. જોકે મેચ ધોવાઈ જશે તો ભારત ફાઈનલમાં પહોંચી જશે. જોકે ફાઇનલમાં પણ વરસાદની સંભાવના છે.
ટી 20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ પર પણ વરસાદનો ખતરો છે. આ મેચ 29 જૂને બાર્બાડોસમાં રમાશે અને આગામી 3-4 દિવસ સુધી અહીં વરસાદની સંભાવના છે. ફાઇનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે, પરંતુ તે દિવસે પણ વરસાદની પૂરી શક્યતા છે. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા પર ચાહકો મેચનું સ્થળ બદલવાની માંગણી કરી રહ્યા છે.
28, 29 અને 30 જૂનના રોજ બાર્બાડોસમાં કેવું રહેશે હવામાન
એક્યુવેધરના જણાવ્યા અનુસાર બાર્બાડોસમાં 28 જૂને 75 ટકા વાદળછાયું આકાશ રહેવાનું અનુમાન છે. 2.5 મિલીમીટર વરસાદની શક્યતા છે. 2.5 કલાક સુધી વરસાદની શક્યતા છે. બાર્બાડોસમાં 29 જૂને 99 ટકા વાદળછાયું આકાશ રહેશે. 4.2 મિલીમીટર વરસાદની સંભાવના છે. 2.5 કલાક સુધી વરસાદની શક્યતા છે. 30 જૂનના રોજ આકાશમાં 87 ટકા વાદળો છવાયેલા રહેવાની સંભાવના છે. 2.9 મિલીમીટર વરસાદની શક્યતા છે. 2 કલાક સુધી વરસાદની શક્યતા છે.
આ પણ વાંચો - કોણ છે અફઘાનિસ્તાનની ગ્લેમરસ ગર્લ, ભારતને પણ કરે છે ઘણો સપોર્ટ
ફાઇનલ ધોવાઇ જાય તો શું થશે?
બાર્બાડોસમાં સતત વરસાદ પડી રહ્યો હતો અને જો રિઝર્વ ડેના દિવસે પણ મેચનું આયોજન ન થઈ શક્યું તો બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે. આઇસીસીની પ્લેઈંગ કન્ડિશન્સ અનુસાર સ્થળ બદલવાની કોઈ જોગવાઈ નથી. મેચનું પરિણામ મેળવવા માટે બંને ઈનિંગમાં ઓછામાં ઓછી 10-10 ઓવરો તો થવી જરુરી છે. રિઝર્વ ડે પર મેચ ત્યાંથી શરૂ થશે જ્યાંથી પ્રથમ દિવસે મેચ અટકી હશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us