T20 World Cup 2024 Group A: T20 વર્લ્ડ કપ 2024 ગ્રુપ એ માં ભારત, પાકિસ્તાન, યુનાઇટેડ સ્ટેટ્સ, આયર્લેન્ડ અને કેનેડા સહિત પાંચ ટીમ નો સમાવેશ છે. ટી20 વિશ્વ કપ ગ્રુપ એની મેચ 1 જૂનથી શરુ થશે. ટી20 વર્લ્ડ કપ 2024 આ વખતે યજમાન યુનાઇટેડ સ્ટેટ્સ ખાતે રમાશે. ટી20 વર્લ્ડ કપમાં કૂલ 20 ટીમો ભાગ લઇ રહી છે. જેમને વિવિધ ચાર ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ એમાં ભારત અને પાકિસ્તાનનો સમાવેશ કરાયો હોવાથી લીગ મેચ ભારે રોમાંચક બનશે.
ચાર ગ્રુપ વચ્ચે શરૂઆતમાં રોબિન ફોર્મેટમાં એકબીજા સામે રમશે અને ત્યાર બાદ દરેક ગ્રુપ ની ટોચ ની બે ટીમ સુપર 8 માં પહોંચશે. ગ્રુપ એની તમામ મેચ યજમાન યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં રમાશે. અહીં ગ્રુપ એની ટીમ, મેચ શિડ્યુલ, તારીખ અને સમય ઉપરાંત મેચ સ્થળ સહિત વિગતો આપવામાં આવી છે.
ગ્રુપ A T20 વર્લ્ડ કપ 2024 મેચ શિડ્યુલ
તારીખ મેચ સ્થળ ભારતીય સમય 1 જૂન યુનાઇટેડ સ્ટેટ્સ વિરુદ્ધ કેનેડા ડલ્લાસ સવારે 06:00 AM IST (2 જૂન) 5 જૂન ભારત વિરુદ્ધ આયર્લેન્ડ ન્યૂયોર્ક સાંજે 08:00 PM IST 6 જૂન પાકિસ્તાન વિરુદ્ધ યુનાઇટેડ સ્ટેટ્સ ડલ્લાસ રાતે 09:00 PM IST 7 જૂન કેનેડા વિરુદ્ધ આયર્લેન્ડ ન્યૂયોર્ક સાંજે 08:00 PM IST 9 જૂન ભારત વિરુદ્ધ પાકિસ્તાન ન્યૂયોર્ક સાંજે 08:00 PM IST 11 જૂન પાકિસ્તાન વિરુદ્ધ કેનેડા ન્યૂયોર્ક સાંજે 08:00 PM IST 12 જૂન ભારત વિરુદ્ધ યુનાઇટેડ સ્ટેટ્સ ન્યૂયોર્ક સાંજે 08:00 PM IST 14 જૂન યુનાઇટેડ સ્ટેટ્સ વિરુદ્ધ આયર્લેન્ડ ફ્લોરિડા સાંજે 08:00 PM IST 15 જૂન ભારત વિરુદ્ધ કેનેડા ફ્લોરિડા સાંજે 08:00 PM IST 16 જૂન પાકિસ્તાન વિ આયર્લેન્ડ ફ્લોરિડા સાંજે 08:00 PM IST
T20 વર્લ્ડ કપ 2024 ગ્રુપ A પાંચ ટીમ સ્ક્વોડ
- ભારત ટીમ સ્ક્વોડ – ટી20 વર્લ્ડ કપ 2024 : રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, સંજુ સેમસન, શિવમ દુબે , રવિન્દ્ર જાડેજા , અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ. શુભમન ગિલ, રિંકુ સિંહ, ખલીલ અહેમદ અને આવેશ ખાન રિઝર્વ રાખવામાં આવ્યા છે.
- પાકિસ્તાન ટીમ – ટી20 વર્લ્ડ કપ 2024 : બાબર આઝમ (કેપ્ટન), આઝમ ખાન, અબરાર અહેમદ, ફખાર ઝમાન, હરિસ રઉફ, ઇમાદ વસીમ, ઇફ્તિખાર અહેમદ, મોહમ્મદ અબ્બાસ આફ્રિદી, મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ આમિર, નસીમ શાહ, સૈમ અયુબ, શાદાબ ખાન, શાહીન શાહ આફ્રિદી અને ઉસ્માન ખાન
- યુએસએ ટીમ – ટી20 વર્લ્ડ કપ 2024 : મોનાંક પટેલ (કેપ્ટન), એરોન જોન્સ, અલી ખાન, એન્ડ્રીસ ગોસ, કોરી એન્ડરસન, હરમીત સિંહ, જેસી સિંઘ, મિલિંદ કુમાર, નિસર્ગ પટેલ, નીતિશ કુમાર , નોશ્તુશ કેંજીગે, સૌરભ નેથરાલ્વાકર, શેડલી વેન શાલ્કવિક, સ્ટીવન ટેલર, શયાન જહાંગીર . રિઝર્વ પ્લેયર્સઃ ગજાનંદ સિંહ, જુઆનોય ડ્રિસડેલ અને યાસિર મોહમ્મદ.
- આયર્લેન્ડ ટીમ – ટી20 વર્લ્ડ કપ 2024 : પોલ સ્ટર્લિંગ (કેપ્ટન), ગેરેશ ડેલાની, માર્ક એડેર, રોસ એડેર, એન્ડ્રુ બાલ્બિર્ની, કર્ટિસ કેમ્ફર, જ્યોર્જ ડોકરેલ, ગ્રેહામ હ્યુમ, જોશ લિટલ, બેરી મેકકાર્થી, નીલ રોક, હેરી ટેક્ટર, લોર્કન ટકર, બેન વ્હાઇટ અને ક્રેગ યંગ
- કેનેડા ટીમ – ટી20 વર્લ્ડ કપ 2024 : સાદ બિન ઝફર (કેપ્ટન), નવનીત ધાલીવાલ, એરોન જોન્સન, રવીન્દરપાલ સિંહ, જેરેમી ગોર્ડન, કલીમ સના, દિલોન હેલીગર, નિખિલ દત્તા, પરગટ સિંહ, નિકોલસ કિર્ટન, રેયાનખાન પઠાણ, જુનેદ સિદ્દીકી, દિલપ્રીત બાજવા, શ્રેયસ જોશી અને રિયાસ મોવા. તજિન્દર સિંહ, આદિત્ય વરધરાજન, અમ્મર ખાલિદ, જતિન્દર મથારુ અને પરવીન કુમાર રિઝર્વ ખેલાડી તરીકે છે.
ગ્રુપ એ લીગ મેચ ક્યાં રમાશે?
T20 વર્લ્ડ કપ 2024 ગ્રુપ A લીગ મેચો ડલ્લાસ, ટેક્સાસના ગ્રાન્ડ પ્રેઇરી સ્ટેડિયમ, ન્યુયોર્કમાં નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ અને લોડરહિલ, ફ્લોરિડામાં સેન્ટ્રલ બ્રોવર્ડ રિજનલ પાર્ક સ્ટેડિયમ ટર્ફ ગ્રાઉન્ડ ખાતે રમાશે.
T20 વર્લ્ડ કપ 2024 સેમિફાઇનલ મેચ ક્યાં રમાશે?
ટી20 વર્લ્ડ કપ ગ્રુપ લીગ મેચ બાદ, સુપર 8 બાદ બે સેમિફાઇનલ 26 અને 27 જૂને બ્રાયન લારા ક્રિકેટ એકેડમી અને ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાશે.
T20 વર્લ્ડ કપ 2024 ફાઇનલ મેચ ક્યાં રમાશે?
બે સેમિફાઇનલ મેચની બે વિજેતા ટીમો વચ્ચે ટી20 વર્લ્ડ કપ 2024 ફાઇનલ મેચ રમાશે. T20 વર્લ્ડ કપ ફાઇનલ મેચ 29 જૂને બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ ખાતે રમાશે.





