T20 World Cup 2024 : ટી 20 વર્લ્ડ કપ 2024ની શરૂઆત 1 જૂનથી થશે અને આ આઈસીસી ટૂર્નામેન્ટની યજમાની આ વખતે વેસ્ટ ઈન્ડીઝ અને યુએસએ સાથે મળીને કરી રહ્યા છે. આઇસીસીએ આ ટૂર્નામેન્ટ માટે તેની કોમેન્ટ્રી પેનલની પણ જાહેરાત કરી દીધી છે. આ પેનલમાં આઇપીએલના નિવૃત્ત ખેલાડી દિનેશ કાર્તિકનો પણ સમાવેશ થયો છે. કાર્તિક ઉપરાંત અન્ય ઘણા દેશોના પૂર્વ ખેલાડીઓને પણ આ પેનલનો હિસ્સો બનાવવામાં આવ્યા છે. આ વખતે ઓસ્ટ્રેલિયન લેજન્ડ સ્ટીવ સ્મિથ પણ આ ઈવેન્ટમાં ક્રિકેટ ચાહકોને કોમેન્ટ્રી સંભળાવશે.
ઘણા દિગ્ગજો કોમેન્ટ્રી પેનલનો ભાગ બન્યા
ટી 20 વર્લ્ડ કપ 2024 માટે કોમેન્ટ્રી પેનલનો ભાગ બનેલા દિનેશ કાર્તિકે આઈસીસી સાથે વાત કરતા કહ્યું કે આ ટૂર્નામેન્ટ ઘણી રીતે અલગ હશે જે તેને વધુ રોમાંચક બનાવે છે. 20 ટીમો, 55 મેચો અને તેમાંથી કેટલીક નવા સ્થળોએ રમાશે જે એક રોમાંચક સંયોજન છે અને હું તેમાં સામેલ થવા માટે રાહ જોઈ શકતો નથી. આટલી મોટી સ્પર્ધાનો હિસ્સો બનવું અને શ્રેષ્ઠ ખેલાડીઓ સાથે કોમેન્ટ્રી કરવી શાનદાર રહેશે અને તાજેતરમાં હું જે ખેલાડીઓ સાથે રમ્યો છું તેમના પર કોમેન્ટ્રી કરવી વધારે રસપ્રદ રહેશે.
આ પણ વાંચો – રિકી પોન્ટિંગનો દાવો – મેં ટીમ ઈન્ડિયાના હેડ કોચની ઓફરને ફગાવી
આ ટૂર્નામેન્ટની કોમેન્ટ્રી પેનલમાં રવિ શાસ્ત્રી, હર્ષા ભોગલે, સુનિલ ગાવસ્કર જેવા ભારતીય લેજન્ડ પણ છે, જેઓ ચાહકોને મેદાનની એક્શન અંગેની માહિતી તેમના અવાજમાં આપશે. શાસ્ત્રી અને ગાવસ્કરની સાથે નાસીર હુસૈન, ઈયાન બિશપ અને મેલ જોન્સ પણ કોમેન્ટ્રી પેનલમાં સામેલ છે.
રિકી પોન્ટિંગ, મેથ્યુ હેડન પણ છે કોમેન્ટ્રી પેનલમાં
આ ઉપરાંત રિકી પોન્ટિંગ, મેથ્યુ હેડન, રમીઝ રાજા, ઇયોન મોર્ગન, ટોમ મૂડી અને વસીમ અકરમ જેવા દિગ્ગજોને પણ આ પેનલમાં સામેલ કરવામાં આવ્યા છે. અમેરિકન કોમેન્ટેટર જેમ્સ ઓબ્રાયન પણ કોમેન્ટેટર તરીકે વર્લ્ડ કપમાં ડેબ્યૂ કરશે. એબોની રેઇનફોર્ડ-બ્રેન્ટ, સેમ્યુઅલ બદ્રી, કાર્લોસ બ્રેથવેટ, સ્ટીવ સ્મિથ, એરોન ફિન્ચ અને લિસા સ્ટેલેકર જેવા પુરુષ અને મહિલા ટી-20 વર્લ્ડ કપના વિજેતા પણ પોતાનો અવાજનો જાદુ રેલાવતા જોવા મળશે.
આ કોમેન્ટ્રી પેનલમાં ડેલ સ્ટેન, ગ્રીમ સ્મિથ, માઈકલ એર્થટન, વકાર યુનુસ, સિમોન ડોઉલ, શોન પોલોક અને કેટી માર્ટિન તેમજ મ્પુપેલો મ્બાન્ગવા, નતાલી જર્મનોસ, ડેની મોરીસન, એલિસન મિચેલ, એલન વિલ્કીન્સ, બ્રાયન જેવા અન્ય ખેલાડીઓનો સમાવેશ થાય છે. મુર્ગટ્રોયડ, માઈક હેસમેન, ઈયાન વોર્ડ, અતહર અલી ખાન, રસેલ આર્નોલ્ડ, નિઆલ ઓબ્રાયન, કૈસ નાયુડુ અને વિન્ડિઝના ભૂતપૂર્વ કેપ્ટન ડેરેન ગંગાની પણ પસંદગી કરવામાં આવી છે.





