T20 World Cup 2024 India Pakistan Ticket Price : ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટી20 વર્લ્ડ કપ મેચને લઈને ઘણો ક્રેઝ છે. જૂનમાં યોજાનારી T20 વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં બંને દેશો વચ્ચેની મેચની ટિકિટના ભાવ આસમાને પહોંચી ગયા છે. યુએસએ ટુડેના એક અહેવાલમાં જણાવાયું છે કે, સેકન્ડરી માર્કેટમાં ભારત-પાક મેચની ટિકિટની કિંમત લગભગ 2 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. તમને જણાવી દઈએ કે, ભારત-પાકિસ્તાન મેચ 9 જૂન 2024 ના રોજ ન્યૂયોર્કમાં યોજાવાની છે. તો ચાલો જાણીએ ટી-20 વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં ભારત-પાક મેચ સંબંધિત રિપોર્ટ વિશે.
ભારત-પાક મેચની ટિકિટના ભાવ આસમાને છે
સત્તાવાર વેચાણમાં, જૂનમાં યોજાનારી T20 વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ મેચોની ટિકિટની કિંમત 6 ડોલર એટલે કે, 498 રૂપિયા છે. જ્યારે ભારત-પાક મેચ માટે પ્રીમિયમ સીટોની કિંમત 400 ડોલર એટલે કે રૂ. 33,170 ટેક્સ વગર છે. જો કે, સ્ટબહબ અને સીટગીક જેવા રિસેલ પ્લેટફોર્મ પર આ ટુર્નામેન્ટની મેચો માટેની ટિકિટની કિંમતો ઘણી ઊંચી પહોંચી ગઈ છે.
યુએસએના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, સત્તાવાર વેચાણમાં જે ટિકિટની કિંમત $400 છે, તે જ ટિકિટ માટે તમારે રિસેલ વેબસાઇટ પર 40,000 ડોલર થી વધુ એટલે કે 33,17,024 રૂપિયા ખર્ચવા પડશે, આમાં જો દરેક ટિકિટ પર પ્લેટફોર્મ ફી આશરે $10,000 એટલે કે જો 8,29,256 રૂપિયા ઉમેરવામાં આવે તો આ ટિકિટોની કુલ કિંમત 50,000 ડોલર પહોંચે એટલે કે 41,46,280 રૂપિયા સુધી પહોંચે છે.
યુએસએ ટુડેના અહેવાલ અનુસાર, ભારત-પાક મેચની સૌથી સસ્તી ટિકિટ શુક્રવારે સ્ટબહબ પર $1,259 એટલે કે 1,04,404 રૂપિયામાં વેચાઈ હતી. અન્ય પ્લેટફોર્મ સીટગીક પર, ભારત-પાક મેચની સૌથી વધુ કિંમતવાળી ટિકિટ 175,000 ડોલર એટલે કે રૂ. 1,45,11,980 માં વેચાઈ રહી છે. જો આમાં 50,000 ડોલર પ્લેટફોર્મ ચાર્જ ઉમેરવામાં આવે, તો આ ટિકિટની કિંમત 2,25,000 ડોલર એટલે કે 1,86,58,260 રૂપિયા સુધી પહોંચે છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સીટગીક પર T20 વર્લ્ડ કપની મેચની સૌથી ઓછી કિંમતની ટિકિટ શુક્રવારે 1,166 ડોલર એટલે કે, ટેક્સ અથવા પ્લેટફોર્મ ચાર્જ વિના રૂ. 96,691 માં વેચાઈ હતી. જો આપણે અમેરિકામાં ગયા વર્ષની વર્લ્ડ સિરીઝની ટિકિટના ભાવની સરખામણી કરીએ તો, વર્લ્ડ સિરીઝની ટિકિટની સરેરાશ કિંમત લગભગ $1,100 એટલે કે રૂ. 91,218 હતી.
ગયા વર્ષે રમાયેલી નેશનલ બાસ્કેટબોલ એસોસિએશન NBA ફાઇનલ માટે કોર્ટસાઇડ સીટ માટે ટિકિટની કિંમત $24,000 એટલે કે રૂ. 19,90,214 હતી. તમારી જાણકારી માટે, અમે તમને જણાવી દઈએ કે, નેશનલ બાસ્કેટબોલ એસોસિએશન (NBA) અમેરિકામાં એક પ્રોફેશનલ બાસ્કેટબોલ લીગ છે. જ્યારે સેકન્ડરી માર્કેટમાં સુપર બાઉલ LVIII ટિકિટની સરેરાશ કિંમત લગભગ $9,000 એટલે કે 7,46,330 રૂપિયા હતી. સુપર બાઉલ LVIII એ અમેરિકન ફૂટબોલ ગેમ છે.
ટૂર્નામેન્ટની મેચો કે, જેમાં ભારત રમશે તેની ટિકિટો રિસેલ પ્લેટફોર્મ પર ઊંચા ભાવે વેચાઈ રહી છે. જો કે, ભારત-પાક મેચની ટિકિટો ઘણી વધુ કિંમતે વેચાઈ રહી છે. ICC અનુસાર, આ ટૂર્નામેન્ટમાં ભારત-પાકિસ્તાનની મેચની સૌથી વધુ માંગ છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, પબ્લિક ટિકિટ બેલેટ દરમિયાન ભારત-પાક મેચની ટિકિટ 200 થી વધુ વખત ઓવરસબ્સ્ક્રાઇબ થઈ હતી.
T20 વર્લ્ડ કપ 2024 નું સંપૂર્ણ શેડ્યૂલ અહીં જુઓ
ICC દ્વારા જૂનમાં યોજાનારી T20 વર્લ્ડ કપ ટૂર્નામેન્ટનું શેડ્યૂલ નવા વર્ષની શરૂઆતમાં જાહેર કરવામાં આવ્યું હતું. શેડ્યૂલ મુજબ આ T20 વર્લ્ડ કપ 2024માં કુલ 55 મેચો રમાવાની છે. આ તમામ મેચો વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએના કુલ 9 મેદાન પર રમાશે. આ વખતે ટૂર્નામેન્ટમાં 20 ટીમો એકબીજા સામે ટકરાશે. આ ટીમોને 4 ગ્રુપમાં રાખવામાં આવી છે. ગ્રુપ Aમાં ભારત, પાકિસ્તાન, આયર્લેન્ડ, કેનેડા, યુએસએ, ગ્રુપ બીમાં ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, નામીબિયા, સ્કોટલેન્ડ, ઓમાન, ગ્રુપ સીમાં ન્યુઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, યુગાન્ડા, પાપુઆ ન્યુ ગીની અને ગ્રુપ ડીમાં દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેધરલેન્ડ અને નેપાળની ટીમ સામેલ છે. T20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં રમાનારી તમામ મેચોનું શેડ્યૂલ અહીં જુઓ.
- શનિવાર, જૂન 1 – યુએસએ વિ કેનેડા, ડલ્લાસ
- રવિવાર, 2 જૂન – વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પાપુઆ ન્યુ ગિની, ગુયાના
- રવિવાર, 2 જૂન – નામિબિયા વિ ઓમાન, બાર્બાડોસ
- સોમવાર, 3 જૂન – શ્રીલંકા વિ દક્ષિણ આફ્રિકા, ન્યૂયોર્ક
- સોમવાર, 3 જૂન – અફઘાનિસ્તાન વિ યુગાન્ડા, ગયાના
- મંગળવાર, જૂન 4 – ઈંગ્લેન્ડ વિ સ્કોટલેન્ડ, બાર્બાડોસ
- મંગળવાર, 4 જૂન – નેધરલેન્ડ વિ નેપાળ, ડલ્લાસ
- બુધવાર, 5 જૂન – ભારત વિ આયર્લેન્ડ, ન્યૂયોર્ક
- બુધવાર, 5 જૂન – પાપુઆ ન્યુ ગિની વિ યુગાન્ડા, ગયાના
- બુધવાર, 5 જૂન – ઓસ્ટ્રેલિયા વિ ઓમાન, બાર્બાડોસ
- ગુરુવાર, 6 જૂન – યુએસએ વિ પાકિસ્તાન, ડલ્લાસ
- ગુરુવાર, 6 જૂન – નામિબિયા વિ સ્કોટલેન્ડ, બાર્બાડોસ
- શુક્રવાર, જૂન 7 – કેનેડા વિ આયર્લેન્ડ, ન્યૂ યોર્ક
- શુક્રવાર, 7 જૂન – ન્યુઝીલેન્ડ વિ અફઘાનિસ્તાન, ગયાના
- શુક્રવાર, 7 જૂન – શ્રીલંકા વિ બાંગ્લાદેશ, ડલ્લાસ
- શનિવાર, 8 જૂન – નેધરલેન્ડ વિ દક્ષિણ આફ્રિકા, ન્યુ યોર્ક
- શનિવાર, 8 જૂન – ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઈંગ્લેન્ડ, બાર્બાડોસ
- શનિવાર, 8 જૂન – વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ યુગાન્ડા, ગયાના
- રવિવાર, 9 જૂન – ભારત વિ પાકિસ્તાન, ન્યૂયોર્ક
- રવિવાર, 9 જૂન – ઓમાન વિ સ્કોટલેન્ડ, એન્ટિગુઆ
- સોમવાર, 10 જૂન – દક્ષિણ આફ્રિકા વિ બાંગ્લાદેશ, ન્યૂ યોર્ક
- મંગળવાર, જૂન 11 – પાકિસ્તાન વિ કેનેડા, ન્યૂયોર્ક
- મંગળવાર, જૂન 11 – શ્રીલંકા વિ નેપાળ, ફ્લોરિડા
- મંગળવાર, જૂન 11 – ઓસ્ટ્રેલિયા વિ નામિબિયા, એન્ટિગુઆ
- બુધવાર, 12 જૂન – યુએસએ વિ ભારત, ન્યુ યોર્ક
- બુધવાર, 12 જૂન – વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ન્યુઝીલેન્ડ, ત્રિનિદાદ
- ગુરુવાર, 13 જૂન – ઈંગ્લેન્ડ વિ ઓમાન, એન્ટિગુઆ
- ગુરુવાર, 13 જૂન – બાંગ્લાદેશ વિ નેધરલેન્ડ, સેન્ટ વિન્સેન્ટ
- ગુરુવાર, જૂન 13 – અફઘાનિસ્તાન વિ પાપુઆ ન્યુ ગિની, ત્રિનિદાદ
- શુક્રવાર, જૂન 14 – યુએસએ વિ. આયર્લેન્ડ, ફ્લોરિડા
- શુક્રવાર, 14 જૂન – દક્ષિણ આફ્રિકા વિ નેપાળ, સેન્ટ વિન્સેન્ટ
- શુક્રવાર, જૂન 14 – ન્યુઝીલેન્ડ વિ યુગાન્ડા, ત્રિનિદાદ
- શનિવાર, 15 જૂન – ભારત વિ કેનેડા, ફ્લોરિડા
- શનિવાર, 15 જૂન – નામિબિયા વિ ઈંગ્લેન્ડ, એન્ટિગુઆ
- શનિવાર, 15 જૂન – ઓસ્ટ્રેલિયા વિ સ્કોટલેન્ડ, સેન્ટ લુસિયા
- રવિવાર, 16 જૂન – પાકિસ્તાન વિ આયર્લેન્ડ, ફ્લોરિડા
- રવિવાર, 16 જૂન – બાંગ્લાદેશ વિ નેપાળ, સેન્ટ વિન્સેન્ટ
- રવિવાર, 16 જૂન – શ્રીલંકા વિ નેધરલેન્ડ, સેન્ટ લુસિયા
- સોમવાર, 17 જૂન – ન્યુઝીલેન્ડ વિ પાપુઆ ન્યુ ગિની, ત્રિનિદાદ
- સોમવાર, જૂન 17 – વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ અફઘાનિસ્તાન, સેન્ટ લુસિયા
- બુધવાર, જૂન 19 – A2 vs D1, એન્ટિગુઆ
- બુધવાર, જૂન 19 – B1 વિ C2, સેન્ટ લુસિયા
- ગુરુવાર, જૂન 20 – C1 વિ A1, બાર્બાડોસ
- ગુરુવાર, જૂન 20 – B2 vs D2, એન્ટિગુઆ
- શુક્રવાર, જૂન 21 – B1 vs D1, સેન્ટ લુસિયા
- શુક્રવાર, જૂન 21 – A2 vs C2, બાર્બાડોસ
- શનિવાર, જૂન 22 – A1 vs D2, એન્ટિગુઆ
- શનિવાર, જૂન 22 – C1 વિ B2, સેન્ટ વિન્સેન્ટ
- રવિવાર, જૂન 23 – A2 વિ B1, બાર્બાડોસ
- રવિવાર, જૂન 23 – C2 vs D1, એન્ટિગુઆ
- સોમવાર, 24 જૂન – B2 વિ A1, સેન્ટ લુસિયા
- સોમવાર, જૂન 24 – C1 vs D2, સેન્ટ વિન્સેન્ટ
- બુધવાર, જૂન 26 – સેમી 1, ગયાના
- ગુરુવાર, જૂન 27 – સેમી 2, ત્રિનિદાદ
- શનિવાર, જૂન 29 – ફાઇનલ, બાર્બાડોસ





