India T20 World Cup 2024 India Squad : ટી 20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની પસંદગી સમિતિએ મંગળવારે (30 એપ્રિલ) અમદાવાદ ખાતે બોર્ડના સચિવ જય શાહ સાથેની બેઠક બાદ ટીમની જાહેરાત કરી હતી. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમમાં ઋષભ પંત અને સંજુ સેમસન વિકેટકીપર તરીકે પરત ફર્યા છે. કેએલ રાહુલ એક મોટું નામ છે જેને તક મળી નથી. રોહિત શર્મા કેપ્ટન અને હાર્દિક પંડ્યા વાઇસ કેપ્ટન છે.
શિવમ દુબેને સ્થાન મળ્યું
શિવમ દુબેની પણ પસંદગી કરવામાં આવી છે. શુભમન ગિલ અને રિંકુ સિંહને રિઝર્વ પ્લેયર તરીકે પસંદ કરવામાં છે. પસંદગીકારો યુઝવેન્દ્ર ચહલ ઉપર પણ વિશ્વાસ દર્શાવ્યો છે. ભારતીય ટીમે 15 ખેલાડીઓમાં 4 બેટ્સમેન, 2 વિકેટકીપર, 2 ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર, 2 સ્પિન ઓલરાઉન્ડર, 2 સ્પિનરો અને 3 ફાસ્ટ બોલરોની પસંદગી કરી છે. રિઝર્વમાં 2 બેટ્સમેન અને 2 ફાસ્ટ બોલરોની પસંદગી કરવામાં આવી છે. યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન, કુલદીપ યાદવ અને શિવમ દુબે ભારત માટે પ્રથમ વખત વર્લ્ડ કપ રમશે.
ચીફ સિલેક્ટર અજીત અગરકર અને કેપ્ટન રોહિત શર્મા 2 મેના રોજ સાંજે 4 વાગ્યે મુંબઈમાં બીસીસીઆઈ હેડક્વાર્ટર ખાતે 20 વર્લ્ડ કપની ટીમને લઈને એક પ્રેસ કોન્ફરન્સ કરશે.
આ પણ વાંચો – આ બે ખેલાડી વગર ભારત ટી-20 વર્લ્ડ કપ જીતી ના શકે, ઇંગ્લેન્ડના પૂર્વ ખેલાડીએ જણાવ્યા નામ
1 જૂનથી વર્લ્ડ કપની શરૂઆત થશે
ટૂર્નામેન્ટનું આયોજન 1 જૂનથી અમેરિકા અને વેસ્ટ ઇન્ડીઝની યજમાનીમાં થશે. આ ટૂર્નામેન્ટમાં કુલ 20 ટીમો ભાગ લઇ રહી છે. 29 દિવસની આ ટૂર્નામેન્ટમાં 41 મેચો રમાશે. ટીમોને 4 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. દરેક ગ્રુપમાં 5 ટીમ છે. દરેક ગ્રુપની ટોપ-2 ટીમ સુપર 8માં જશે. આ પછી સેમિ ફાઈનલ અને ત્યાર બાદ ફાઈનલ રમાશે.
ટી 20 વર્લ્ડ કપનો કાર્યક્રમ
ટી 20 વર્લ્ડ કપ 1 જૂનથી શરૂ થશે અને 29 જૂને સમાપ્ત થશે. ફાઇનલ 29 જૂને બાર્બાડોસમાં રમાશે. પ્રથમ મેચ 1 જૂને અમેરિકા અને કેનેડા વચ્ચે રમાશે.
લીગ સ્ટેજ – 1 થી 18 જૂન.
સુપર 8 – 19 થી 24 જૂન.
સેમિ ફાઈનલ – 26 અને 27 જૂન.
ફાઇનલ – 29 જૂન
ટી 20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ (India T20 World Cup 2024 Squad)
રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
રિઝર્વ પ્લેયર
શુભમન ગિલ, રિંકુ સિંહ, ખલીલ અહેમદ, અવેશ ખાન
ટી-20 વર્લ્ડ કપમાં ભારતનો ગ્રુપ કાર્યક્રમ
- 5 જૂન – ભારત વિ આયર્લેન્ડ
- 9 જૂન – ભારત વિ પાકિસ્તાન
- 12 જૂન – ભારત વિ યુએસએ
- 15 જૂન – ભારત વિ કેનેડા
ટી-20 વર્લ્ડ કપ ગ્રુપ
ગ્રુપ એ – યુએસએ, ભારત, પાકિસ્તાન, કેનેડા અને આયર્લેન્ડ.
ગ્રુપ બી – ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, નામિબિયા, સ્કોટલેન્ડ અને ઓમાન
ગ્રુપ સી – વેસ્ટ ઇન્ડીઝ, ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન, યુગાન્ડા અને પાપુઆ ન્યુ ગિની
ગ્રુપ ડી – દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેધરલેન્ડ અને નેપાળ.
T20 Team Ranking List: ભારત ટોપ પર
રેન્કિંગ ટીમ મેચ પોઇન્ટ્સ રેટીંગ 1 ભારત 71 18867 266 2 ઇંગ્લેન્ડ 48 12305 256 3 ઓસ્ટ્રેલિયા 45 11460 256 4 ન્યૂઝીલેન્ડ 63 15994 254 5 પાકિસ્તાન 58 14454 249 6 દક્ષિણ આફ્રિકા 37 9210 249 7 વેસ્ટ ઇન્ડિઝ 47 11503 245 8 શ્રીલંકા 47 11006 234 9 બાંગ્લાદેશ 49 11103 227 10 અફઘાનિસ્તાન 43 9357 218
ભારત માટે ઓસ્ટ્રેલિયા પડકારરુપ
ટી20 ટીમ રેન્કિંગ અનુસાર ભારત પ્રથમ સ્થાને છે. જાહેર કરાયેલ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ પણ હાલમાં ઇન ફોર્મ છે. જોકે ભારત માટે કોઇ પડકાર બની શકે તો એ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ છે. હાલમાં ચાલી રહેલ આઈપીએલ 2024 માં વિદેશી ખેલાડીઓ પૈકી ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ વધુ ફોર્મમાં જોવા મળી રહ્યા છે. પેટ કમિન્સ, ડેવિડ વોર્નર, જેક ફ્રેઝર, ટ્રેવિસ હેડ, મિચેલ સ્ટાર્ક, સ્ટોઇનિસ અને મેક્સવેલ સહિત ખેલાડીઓ જોરદાર ફોર્મ ધરાવે છે. ટીમ ઇન્ડિયાએ આ ખેલાડીઓનો સામનો કરવો પડશે.





