T20 World Cup 2024 : ટી 20 વર્લ્ડ કપ 2024 નું આયોજન જૂન માં અમેરિકા અને વેસ્ટ ઇન્ડીઝની યજમાનીમાં થશે. આ ટૂર્નામેન્ટમાં કુલ 20 ટીમો ભાગ લઇ રહી છે. 29 દિવસની આ ટૂર્નામેન્ટમાં 41 મેચો રમાશે. ટીમોને 4 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. આ માટે ભારતીય ટીમની પસંદગી ટૂંક સમયમાં જ થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં જાણીએ ટી 20 વર્લ્ડ 2024 સાથે સંબંધિત માહિતી.
ટીમની જાહેરાત કરવાનો છેલ્લો દિવસ ક્યારે છે?
ટી 20 વર્લ્ડ કપ 2024 માટે ટીમની જાહેરાત કરવાનો અંતિમ દિવસ 1 મે છે. જોકે આ પછી પણ 25 મે સુધી ટીમોમાં ફેરફાર કરવામાં આવી શકે છે. આમ કરવા માટે આઇસીસી પાસેથી પરવાનગી લેવી પડશે.
ભારતીય ટીમની જાહેરાત ક્યારે થશે?
ભારતીય ટીમના ચીફ સિલેક્ટર અજિત અગરકરે 28 એપ્રિલે દિલ્હીમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા સાથે મુલાકાત કરી હતી. આ ભારતીય ટીમની જાહેરાત 1 મે સુધીમાં કરવામાં આવશે.
કોણ હશે ભારતીય ટીમમાં વિકેટકીપર?
ભારતીય ટીમમાં વિકેટકીપરની રેસમાં ઋષભ પંત ઉપરાંત કેએલ રાહુલ અને સંજૂ સેમસન છે. તેમાંથી બે ખેલાડીઓને તક મળશે. પંત અને સેમસનની પસંદગી કરવામાં આવે તેમ મનાય છે.
ભારતની સંભવિત ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, ઋષભ પંત (વિકેટ કીપર), સંજુ સેમસન (વિકેટ કીપર), રિંકુ સિંહ, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ.
આ પણ વાંચો – ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર કોચને પાકિસ્તાને બનાવ્યા હેડ કોચ, પીસીબીએ કરી જાહેરાત
ટી 20 વર્લ્ડ કપમાં કેટલી ટીમો ભાગ લઇ રહી છે
ટી 20 વર્લ્ડ કપમાં 20 ટીમો છે. તેમને 4 ગ્રુપમાં વહેંચવામાં આવ્યા છે. દરેક ગ્રુપમાં 5 ટીમ છે. દરેક ગ્રુપની ટોપ-2 ટીમ સુપર 8માં જશે. આ પછી સેમિ ફાઈનલ અને ત્યાર બાદ ફાઈનલ રમાશે.
ટી 20 વર્લ્ડ કપનો કાર્યક્રમ
ટી 20 વર્લ્ડ કપ 1 જૂનથી શરૂ થશે અને 29 જૂને સમાપ્ત થશે. ફાઇનલ 29 જૂને બાર્બાડોસમાં રમાશે. પ્રથમ મેચ 1 જૂને અમેરિકા અને કેનેડા વચ્ચે રમાશે.
લીગ સ્ટેજ – 1 થી 18 જૂન.
સુપર 8 – 19 થી 24 જૂન.
સેમિ ફાઈનલ – 26 અને 27 જૂન.
ફાઇનલ – 29 જૂન.
ટી 20 વર્લ્ડ કપ વેન્યૂ
અમેરિકામાં ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ, ડલાસમાં ગ્રાન્ડ પ્રેયરી ક્રિકેટ સ્ટેડિયમ અને લોડરહિલના બ્રોવર્ડ કાઉન્ટી સ્ટેડિયમમાં મેચોનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત કેરેબિયન દેશની વાત કરવામાં આવે તો એન્ટીગુઆ અને બાર્બુડા, બાર્બાડોસ, ગુયાના, સેન્ટ લ્યુસિયા, સેન્ટ વિન્સેન્ટ, ગ્રેનેડાઇન્સ અને ત્રિનિદાદ અને ટોબેગોમાં મેચો રમાશે.
ટી-20 વર્લ્ડ કપમાં ભારતનો કાર્યક્રમ
- 5 જૂન – ભારત વિ આયર્લેન્ડ
- 9 જૂન – ભારત વિ પાકિસ્તાન
- 12 જૂન – ભારત વિ યુએસએ
- 15 જૂન – ભારત વિ કેનેડા
ટી-20 વર્લ્ડ કપ ગ્રુપ
ગ્રુપ એ – યુએસએ, ભારત, પાકિસ્તાન, કેનેડા અને આયર્લેન્ડ.
ગ્રુપ બી – ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, નામિબિયા, સ્કોટલેન્ડ અને ઓમાન
ગ્રુપ સી – વેસ્ટ ઇન્ડીઝ, ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન, યુગાન્ડા અને પાપુઆ ન્યુ ગિની
ગ્રુપ ડી – દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેધરલેન્ડ અને નેપાળ.





