/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/Wazhma-Ayoubi.jpg)
અયુબી એક અફઘાન મોડેલ છે અને ક્રિકેટની ચાહક પણ છે. તે લાંબા સમયથી ક્રિકેટને ફોલો કરી રહી છે અને ઘણી લોકપ્રિય છે
Wazhma Ayoubi : અફઘાનિસ્તાનની ટીમ પહેલી વખત આઇસીસીની કોઇ ટૂર્નામેન્ટની સેમિ ફાઇનલમાં પહોંચી છે. ટી 20 વર્લ્ડ કપ 2024માં બાંગ્લાદેશ સામે વિજય મેળવ્યા બાદ અફઘાનિસ્તાનની ટીમ સેમિ ફાઈનલમાં પ્રવેશી હતી જ્યાં તેનો મુકાબલો સાઉથ આફ્રિકા સામે થશે. અફઘાનિસ્તાનની સેલિબ્રિટી વાજમા અયુબીએ પોતાની ટીમની આ શાનદાર જીત પર બધાને અભિનંદન પાઠવ્યા હતા. તેણે પોતાની પોસ્ટમાં એમ પણ લખ્યું છે કે ભારતની જીત તેના માટે ઘરની વાત છે.
અયુબીએ શેર કરી તસવીર
અયુબી એક અફઘાન મોડેલ છે અને ક્રિકેટની ચાહક પણ છે. તે લાંબા સમયથી ક્રિકેટને ફોલો કરી રહી છે અને ઘણી લોકપ્રિય છે. તેણે સાડીમાં તેની સુંદર તસવીર શેર કરી છે જેની પાછળ ફૂલોથી બનેલી રંગોળી છે.
ભારતની જીત પણ અયુબી માટે ઘરની વાત
અયુબીએ ટ્વિટ કર્યું છે કે તે તમામ લોકોનો આભાર કે જેમણે સેમિ-ફાઇનલ સુધીની સફરમાં અફઘાનિસ્તાનનો ઉત્સાહ વધાર્યો હતો. આપણા ક્રિકેટરોમાં વિશ્વાસ દર્શાવવા બદલ અમારા ભારતના સમર્થકોનો પણ ખૂબ ખૂબ આભાર. તેમણે પોતાની ટીમની જેમ જ અફઘાનિસ્તાનની ટીમનો ઉત્સાહ વધાર્યો હતો. ઈન્શાલ્લાહ ફાઈનલમાં ભારત અને અફઘાનિસ્તાન આમને-સામને ટકરાશે. જે પણ જીતે અમારા માટે તો ઘરની વાત છે.
આ પણ વાંચો - ટી 20 વર્લ્ડ કપ 2024 : નિકોલસ પૂરને ફટકારી છે સૌથી વધારે સિક્સર, ટોપ 10માં આ એક માત્ર ભારતીય સામેલ
વાજમા અયુબી યુએઈમાં રહે છે
વાજમા 28 વર્ષીય ઇંફ્લૂએંસર છે, જે અફઘાનિસ્તાનના કુંદુઝની રહેવાસી છે. જોકે તે લાંબા સમયથી દુબઈમાં રહે છે. ત્યાં જ તે મોટી થઈ છે. તે ક્રિકેટને ખૂબ જ પસંદ કરે છે અને દરેક મહત્વપૂર્ણ મેચમાં પોતાની ટીમને સપોર્ટ પણ કરે છે. શરૂઆતમાં અયુબીને એક મિસ્ટ્રી ગર્લ તરીકે ટ્વિટર પર ટ્રેડ કરવામાં આવી હતી.
A big shoutout to everyone who cheered on our #AfghanAtalan’s journey to the semi-finals! A special thank you to our dear Indian supporters for the overwhelming love and backing you've given our cricket heroes. We Afghans truly cherish and stand by the Indian team as our own.… pic.twitter.com/U1stNsfTqH
— Wazhma Ayoubi 🇦🇫 (@WazhmaAyoubi) June 25, 2024
2023ના વર્લ્ડ કપમાં તે ઘણી ચર્ચામાં આવી હતી. તે ભારતની મેચ દરમિયાન વિરાટ કોહલીની જર્સીમાં જોવા મળી હતી. તે અફઘાનિસ્તાન ઉપરાંત ભારતીય ટીમનો પણ ઉત્સાહ વધારે છે. તેમણે બંને દેશો વચ્ચેની મિત્રતાને લઈને પણ ઘણી ટ્વિટ કરી છે. તે પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શોએબ મલિકની ટીકા કરવાને કારણે પણ ચર્ચામાં રહી છે.
અયુબી એક બિઝનેસવુમન છે
અયુબીની પોતાની ફેશન બ્રાન્ડ પણ છે જેનું નામ લેમન ક્લોથિંગ છે. તે યુએઈમાં રિએલ એસ્ટેટ અને ક્રિપ્ટોમાં પણ રોકાણકાર છે. તે એક એનજીઓ પણ ચલાવે છે જે અફઘાનિસ્તાનમાં જરૂરિયાતમંદ બાળકોને મદદ કરે છે. અયુબીએ અફઘાનિસ્તાનના ઉદ્યોગપતિ અહમાન સાથે લગ્ન કર્યા હતા, પરંતુ તે 2018માં તેનાથી અલગ થઈ ગઈ હતી. આ પછી તેણે તેના પુત્ર જૈનની કસ્ટડી પણ લઇ લીધી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us