/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Team-India-Practice.jpg)
ટીમ ઇન્ડિયાના કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્મા (તસવીર - બીસીસીઆઈ સ્ક્રીનગ્રેબ)
T20 World cup 2024 : બીસીસીઆઈના સચિવ જય શાહે બુધવારે સ્પષ્ટ કરી દીધું છે કે આ વર્ષે અમેરિકા અને વેસ્ટ ઈન્ડીઝમાં યોજાનારા ટી-20 વર્લ્ડ કપમાં રોહિત શર્મા ભારતીય ટીમનો કેપ્ટન હશે. ભારતમાં વન-ડે વર્લ્ડ કપ બાદથી એવા અહેવાલો વહેતા થયા હતા કે હાર્દિક પંડયા ટી-20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ સંભાળી શકે છે. જોકે જય શાહે તમામ રિપોર્ટ ખોટા સાબિત કર્યા હતા.
જય શાહે કરી જાહેરાત
ગુરુવારથી રાજકોટમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાવાની છે. એક દિવસ પહેલા જય શાહ એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે ત્યાં પહોંચ્યા હતા. જય શાહે અહીં ભાષણ આપતી વખતે એક મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે 2023માં અમદાવાદમાં 10 મેચ જીતવા છતાં આપણે વર્લ્ડ કપ જીતી શક્યા નહીં. જોકે આપણે ઘણા લોકોના દિલ જીતી લીધા. હું વચન આપું છું કે 2024 (ટી-20 વર્લ્ડ કપ)માં રોહિત શર્માની કેપ્ટન્સીમાં આપણે બાર્બાડોસમાં ભારતનો તિરંગો લહેરાવીશું.
આ પણ વાંચો - રવિન્દ્ર જાડેજાએ ઇંગ્લેન્ડને મુશ્કેલ ટીમ માનવાથી ઇન્કાર કર્યો, રાજકોટ પિચને લઇને કહી આવી વાત
હાર્દિક પંડ્યાને હાલ નહીં મળે કેપ્ટન્સી
રોહિત શર્મા ગયા વર્ષે એક પણ આંતરરાષ્ટ્રીય ટી-20 મેચ રમ્યો ન હતો. તેની ગેરહાજરીમાં હાર્દિકે પંડ્યાએ ટીમની કમાન સંભાળી હતી. રોહિતે અફઘાનિસ્તાન સામેની શ્રેણી સામે પુનરાગમન કર્યું હતું. આ દરમિયાન ઘણા સૂત્રો તરફથી એવા અહેવાલ આવ્યા હતા કે બોર્ડ વર્લ્ડકપમાં હાર્દિક પંડયાને કેપ્ટન્સી આપવા માગે છે. મુંબઈ ઈન્ડિયન્સે પણ રોહિત શર્માના સ્થાને હાર્દિકને કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો હતો. જોકે ગુરુવારે જય શાહે સ્પષ્ટ કરી દીધું હતું કે ટી-20 વર્લ્ડ કપમાં રોહિતને કેપ્ટન્સી સોંપવામાં આવશે.
VIDEO | Here’s what Asian Cricket Council president and BCCI secretary Jay Shah (@JayShah) said while addressing an event in Rajkot.
“In 2023 (final) at Ahmedabad, even though we did not win the World Cup after 10 straight wins, we won hearts. I want to promise you that in 2024… pic.twitter.com/GcEJjSdiLs— Press Trust of India (@PTI_News) February 14, 2024
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમનું નામ બદલાયું
બુધવારે રાજકોટમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (SCA) સ્ટેડિયમનું નામ બદલીને અનુભવી ક્રિકેટ એડમિનિસ્ટ્રેટર અને ભૂતપૂર્વ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર નિરંજન શાહના નામ પર રાખવામાં આવ્યું છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ ક્રિકેટ મેચની પૂર્વ સંધ્યાએ આયોજિત કાર્યક્રમમાં ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ, કેપ્ટન રોહિત શર્મા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, અક્ષર પટેલ, સહયોગી સ્ટાફ સભ્યો અને પસંદગી સમિતિના અધ્યક્ષ અજીત અગરકર પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારા, રવિન્દ્ર જાડેજા અને જયદેવ ઉનડકટને સન્માનિત કરવામાં આવ્યા હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us