T20 World Cup 2024 Most sixes : ટી 20 વર્લ્ડ કપ 2024માં હવે સેમિ ફાઇનલ મુકાબલામાં રમાશે. આ ટૂર્નામેન્ટમાં સૌથી વધારે સિક્સર પર નજર કરવામાં આવે તો વેસ્ટ ઇન્ડીઝનો નિકોલસ પૂરન બાજી મારી છે. નિકોલસ પૂરન 17 સિક્સર સાથે સૌથી વધારે સિક્સર ફટકારવામાં નંબર વન બેટ્સમેન છે. તેણે 7 મેચમાં આટલી સિક્સર ફટકારી છે. આ સિવાય તેણે 15 ફોર ફટકારી છે.
આ યાદીમાં અફઘાનિસ્તાનનો રહમાનુલ્લાહ ગુરબાઝ 16 સિક્સર સાથે બીજા સ્થાને છે. તેણે 7 મેચમાં 16 સિક્સર ફટકારી છે. તેણે 18 ફોર પણ ફટકારી છે. તેનો બેસ્ટ સ્કોર 80 રન છે. આ યાદીમાં ત્રીજા ક્રમે ઓસ્ટ્રેલિયાનો આક્રમક પ્લેયર ટ્રેવિસ હેડ છે. હેડે 7 મેચમાં 15 સિક્સર ફટકારી છે. આ સિવાય તેણે 26 ફોર ફટકારી છે. અમેરિકાનો અરોન જોન્સ આ યાદીમાં 14 સિક્સર સાથે ચોથા ક્રમાંકે છે. તેણે 8 ફોર ફટકારી છે. એટલે ફોર કરતા સિક્સર વધારે ફટકારી છે.
રોહિત શર્મા પાંચમાં સ્થાને
ટી 20 વર્લ્ડ કપ 2024માં સૌથી વધારે સિક્સર ફટકારવાના મામલે ભારતનો રોહિત શર્મા પાંચમાં સ્થાને છે. આ ટોપ ટેન લિસ્ટમાં રોહિત ભારતનો એકમાત્ર પ્લેયર છે. રોહિતે 6 મેચમાં 13 સિક્સર ફટકારી છે. તેના નામે 16 ફોર છે. રોહિતે 6 મેચમાં 38.20ની એવરેજથી 191 રન બનાવ્યા છે.
આ પણ વાંચો – જસપ્રીત બુમરાહે 23 ઓવરમાં 88 ડોટ બોલ ફેંક્યા, ટોપ-10માં ભારતના બે પ્લેયર્સ સામેલ
ટી 20 વર્લ્ડ કપ 2024માં સૌથી વધારે સિક્સર ફટકારનાર પ્લેયર
- નિકોલસ પૂરન – 17 સિક્સર
- રહમાનુલ્લાહ ગુરબાઝ – 16 સિક્સર
- ટ્રેવિસ હેડ – 15 સિક્સર
- એરોન જોન્સ – 14 સિક્સર
- રોહિત શર્મા – 13 સિક્સર
- ડી કોક – 12 સિક્સર
- એન્ડ્રીયાસ ગૌસ – 11 સિક્સર
- શાઇ હોપ – 10 સિક્સર
- માર્કોસ સ્ટોઇનિસ – 10 સિક્સર
- જોશ બટલર – 10 સિક્સર





