T20 World Cup 2024 : રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટી 20 વર્લ્ડ કપ 2024ની જીત બાદ ભારતીય ટીમે ગુરુવારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન પીએમ મોદીએ આખી ટીમને અભિનંદન પાઠવ્યા હતા અને તમામ ખેલાડીઓ સાથે વાત કરી હતી.
આ વાતચીત દરમિયાન સમગ્ર ભારતીય ટીમની સાથે મુખ્ય કોચ રાહુલ દ્રવિડ, બીસીસીઆઈના અધ્યક્ષ રોજર બિન્ની અને સચિવ જય શાહ પણ હાજર રહ્યા હતા. પીએમ મોદીએ ફાઇનલ મેચ દરમિયાન બનેલી ઘટના વિશે પણ ખેલાડીઓ સાથે ખૂબ જ હળવા મૂડમાં વાત કરી અને બધાએ ખુલીને તેમની સાથે પોતાની ભાવનાઓ શેર કરી હતી.
રોહિતે ટ્રોફી લેવા જતા સમયે કેમ ડાન્સ કર્યો હતો
પીએમ મોદીએ રોહિતને પૂછ્યું કે તે ટ્રોફી લેવા જઈ રહ્યો છે અને જે ડાન્સનો આઈડિયા કેવી રીતે આવ્યો. તેના જવાબમાં બધા હસી પડી હતા. રોહિતે કહ્યું કે તેની પાછળનું કારણ એ હતું કે તે અમારા બધા માટે મોટી ક્ષણ હતી અને અમે આટલા વર્ષોથી તેની રાહ જોઈ રહ્યા હતા. તો છોકરાઓએ મને કંઈક અલગ કરવાનું કહ્યું હતું. આ પછી તરત જ પીએમએ પૂછ્યું કે શું આ ચહલનો આઈડિયા છે, જેના પર બધા સાથી ખેલાડીઓ હસવા લાગ્યા. તેણે કહ્યું કે આ આઈડિયા કુલદીપ અને ચહલનો હતો જેના કારણે મેં આ કર્યું હતું.
હાર્દિક પંડ્યાએ આ ઘટના વર્ણવી
પીએમ મોદી સાથે વાત કરતા હાર્દિક પંડ્યાએ કહ્યું કે છેલ્લા 6 મહિના તેમના માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા હતા અને ભારતમાં દરેક જગ્યાએ હૂટિંગનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ તેણે પોતાની રમત દ્વારા બધાને જવાબ આપવાનું વિચાર કર્યો હતો. હાર્દિકે વધુમાં કહ્યું કે ફાઈનલમાં તેને આખરી ઓવર નાખવાની તક મળી હતી અને ત્યાર બાદ બધાએ જોયું કે શું થયું છે.
તેના પર પીએમ મોદીએ કહ્યું કે તમારી છેલ્લી ઓવર ઐતિહાસિક હતી અને તમે ઈતિહાસ રચ્યો હતો. જોકે જ્યારે સૂર્યકુમાર યાદવે મિલરનો કેચ પકડ્યો તો તે પછી તમારી તેની સાથે શું વાતચીત થઇ હતી.
સૂર્યકુમારે અફલાતૂન કેચની કહાની સંભળાવી
સૂર્યકુમાર વિશે વાત કરતાં હાર્દિકે કહ્યું કે જ્યારે તેણે કેચ પકડ્યો ત્યારે અમે ઉજવણી શરુ કરી હતી અને અમે તેને પૂછ્યું હતું કે શું તે કેચ સાચો છે અને તેણે કહ્યું કે આ એક પરફેક્ટ કેચ હતો. સૂર્યકુમારે કહ્યું કે અમે ઘણી વખત આવા કેચની પ્રેક્ટિસ કરી હતી અને આ વખતે ભગવાને મને આવો કેચ પકડવાની તક આપી જેના કારણે આખી મેચ બદલાઈ ગઈ હતી.
પીએમ મોદીએ આ દરમિયાન અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, વિરાટ કોહલી, ઋષભ પંત સાથે પણ વાત કરી હતી.
આ પણ વાંચો – ટીમ ઇન્ડિયાની વિજય પરેડ, રોહિત શર્માએ કહ્યું – ટી 20 વર્લ્ડ કપ ટ્રોફી આખા દેશને સમર્પિત
દ્રવિડે જીતનો શ્રેય ખેલાડીઓને આપ્યો
પીએમ મોદી સાથે વાત કરતા ટીમના કોચ રાહુલ દ્રવિડે કહ્યું કે આ આખી ટીમની મહેનતનું પરિણામ છે કે તેમને આ સફળતા મળી અને બધાએ મહેનત કરતા તેની રાહ જોઈ હતી. યશસ્વી જયસ્વાલ, યુઝવેન્દ્ર ચહલ અને સંજુ સેમસન વિશે વાત કરતા દ્રવિડે કહ્યું કે તેમને એક પણ મેચમાં રમવાનો મોકો મળ્યો નથી, પરંતુ તેનાથી તેમના ઉત્સાહ પર કોઈ અસર પડી નથી અને તેઓ સંપૂર્ણપણે ટીમ સાથે સાથ નિભાયો હતો.
આ ખેલાડીઓએ ક્યારેય સ્પષ્ટ ન કર્યું કે તેમને તક મળી નથી. દ્રવિડે કહ્યું કે અમે માત્ર ખેલાડીઓનું સમર્થન કરી શકીએ છીએ પરંતુ આ બાકીનું કામ છે.





