ટી 20 વર્લ્ડ કપ 2024 : રોહિત શર્માએ બાર્બાડોસની પીચની માટી કેમ ખાધી હતી, હિટમેને કર્યો ખુલાસો

T20 World Cup 2024 : ટી 20 વર્લ્ડ કપ 2024માં ચેમ્પિયન બન્યા પછી રોહિત શર્મા સાથી ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ સાથે ઉજવણી કર્યા બાદ ચૂપચાપ પીચ તરફ ગયો હતો. ત્યાં તેણે પીચમાંથી માટીનો એક ટુકડો તોડીને પોતાના મોઢામાં મૂકી દીધો હતો. આ વીડિયો ઘણો વાયરલ થયો હતો

Written by Ashish Goyal
July 02, 2024 15:37 IST
ટી 20 વર્લ્ડ કપ 2024 : રોહિત શર્માએ બાર્બાડોસની પીચની માટી કેમ ખાધી હતી, હિટમેને કર્યો ખુલાસો
ટી 20 વર્લ્ડ કપ 2024માં ચેમ્પિયન બન્યા પછી ટ્રોફી સાથે રોહિત શર્મા (તસવીર - બીસીસીઆઈ)

T20 World Cup 2024 : બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ ખાતે રમાયેલી ટી 20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલમાં ભારતીય ક્રિકેટ ટીમે સાઉથ આફ્રિકાને 7 રનથી હરાવ્યું હતું. આ સાથે ભારત વર્ષ 2011 બાદ પહેલી વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતુ. આ પહેલા ટીમ ઇન્ડિયા ઘણી વખત ટાઇટલ જીતવાની નજીક પહોંચી હતી પરંતુ ફાઇનલની અડચણને પાર કરી શકી ન હતી. જોકે 29 જૂને ટીમ ફાઇનલ જીતીને ચેમ્પિયન બની હતી.

રોહિત શર્માની 2 તસવીરો વાયરલ

ભારતે ટી 20 વર્લ્ડ કપ 2024 જીત્યા બાદ રોહિત શર્માની બે તસવીરો સામે આવી હતી. તેની ઘણી તસવીરો હતી, પરંતુ આ બંને તસવીરો અલગ છે. એનરિચ નોર્ટ્જેએ મેચના છેલ્લા બોલ પર ડીપ મિડવિકેટ પર એક રન માટે શોટ ફટકાર્યો હતો. ત્યારબાદ રોહિત મેદાન પર ઊંઘી ગયો હતો અને બોલને ઘણી વખત પટક્યો હતો. રોહિતની દુનિયાને એ બતાવવાની રીત હતી કે તેની અને ભારતની 13 વર્ષની રાહ આખરે પૂરી થઈ ગઈ છે.

પીચમાંથી માટીનો એક ટુકડો તોડીને પોતાના મોઢામાં મૂકી દીધો

ભારત ટી 20 વર્લ્ડ કપ જીતી ગયું હતું. આ પછી ટીમના ખેલાડીઓએ અલગ-અલગ ઉજવણી કરી હતી. પોતાના સાથી ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ સાથે આ બધુ કર્યા બાદ રોહિત ચૂપચાપ પીચ તરફ ગયો હતો. ત્યાં તેણે પીચમાંથી માટીનો એક ટુકડો તોડીને પોતાના મોઢામાં મૂકી દીધો હતો.

એ જગ્યા જ્યાં અમારા બધા સપના સાકાર થયાઃ રોહિત શર્મા

હવે થોડા દિવસ બાદ રોહિતે પીચની માટી કેમ ખાધી તેનું રહસ્ય ખોલ્યું છે. રોહિતે 2 જુલાઈ 2024ને મંગળવારના રોજ બીસીસીઆઈના વીડિયોમાં કહ્યું કે તમે જાણો છો હું પીચ પર ગયો તે ક્ષણની અનુભૂતિ કરી રહ્યો હતો કારણ કે તે પીચે અમને આ આપ્યું હતું. અમે આ ખાસ પીચ પર રમ્યા હતા અને અમે ગેમ જીત્યા હતા. તે વિશેષ મેદાન પણ છે.

આ પણ વાંચો – 2024માં સર્યકુમાર યાદવ, 2007માં શ્રીસંત અને 1983માં કપિલ દેવના કેચે બદલી નાખી મેચ, જુઓ Video

રોહિતે કહ્યું કે હું તે મેદાન અને તે પીચને મારા જીવનમાં હંમેશા યાદ રાખીશ. તેથી હું તેનો એક ભાગ મારી પાસે રાખવા માંગતો હતો. તે ક્ષણો ખૂબ જ ખાસ હોય છે. અને જે જગ્યાએ અમારાં બધાં સપનાં પૂરાં થયાં હતાં, ત્યાં મારે તેનો થોડો ભાગ જોઈતો હતો. તેની પાછળ આ જ ભાવના હતી.

જ્યારે રોહિતને તેની અન્ય ઉજવણી વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે તે બધી સહજ હતી. રોહિતે કહ્યું કે જુઓ એ વાતો અવાસ્તવિક છે. મને નથી લાગતું કે હું તેનું વર્ણન શબ્દોમાં કરી શકું, કારણ કે કશું જ સ્ક્રિપ્ટેડ ન હતું. આ બધું સ્વયંભૂ આવી રહ્યું હતું.

રોહિત શર્મા વર્લ્ડ કપ જીતનારો ત્રીજો ભારતીય કેપ્ટન

રોહિતે આઇસીસી ટાઇટલ માટે ભારતની લાંબી પ્રતીક્ષાનો અંત લાવવામાં બેટથી અને કેપ્ટન તરીકેની મહત્વની ભૂમિકા ભજવી હતી. 13 મહિનાથી ઓછા સમયમાં આ તેની ત્રીજી આઈસીસી ફાઇનલ હતી. મુંબઈના આ ખેલાડીને આખરે ત્રીજી વખત નસીબનો સાથ મળ્યો હતો. રોહિત શર્મા કપિલ દેવ અને એમએસ ધોની બાદ વર્લ્ડ કપ જીતનારો ત્રીજો ભારતીય કેપ્ટન બન્યો છે.

બધું હજુ પણ એક સ્વપ્ન જેવું લાગે છે: રોહિત શર્મા

રોહિત શર્માએ કહ્યું કે તે એક મહાન ક્ષણ હતી. મેચ પુરી થઈ ત્યારથી જાણે કે સ્વપ્ન જેવું લાગે છે. અમને હજુ પણ લાગે છે કે તે બન્યું નથી. આ થયું છે છતાં એવું સાગે છે કે આ બન્યું નથી. રોહિત શર્માએ કહ્યું કે આ જ ભાવના છે, આ એ જ લાગણી છે જે તમારી પાસે છે. અમે ઘણા લાંબા સમયથી તેના વિશે સપનું જોયું છે. અમે આટલા લાંબા સમય સુધી યુનિટ તરીકે સખત મહેનત કરી અને હવે તેને અમારી સાથે જોઈને ઘણી રાહત થાય છે, કારણ કે જ્યારે તમે કોઈ વસ્તુ માટે સખત મહેનત કરો છો અને છેવટે તમને તે મળે છે, ત્યારે તે સારું લાગે છે. મારો કહેવાનો અર્થ એ છે કે અમારો સમય સારો પસાર થઈ રહ્યો હતો.

મારી પાસે ઊંઘવા માટે પુષ્કળ સમય છે: રોહિત શર્મા

રોહિત શર્માએ કહ્યું કે અમે સવાર સુધી અમારા સાથી ખેલાડીઓ સાથે ખૂબ જ મસ્તી કરી હતી. તેથી હું ફરીથી કહીશ કે હું બરાબર ઊંઘી શક્યો નથી. પણ મને તેની સાથે કોઈ સમસ્યા નથી. તમે જાણો છો કે આવા દિવસો પછી ઊંઘ ન આવી મને સહેજ પણ પરેશાની નથી. મારી પાસે ઘરે જવા અને ઊંઘવા માટે પુષ્કળ સમય છે.

રોહિતે કહ્યું કે આ ક્ષણ અમારા બધા માટે ખૂબ જ ખાસ હતી. અને તે હું જીવવા માંગું છું. હું દરેક ક્ષણ, દરેક સેકન્ડ, દરેક મીનિટને જીવવા માગું છું. હું તેનો ભરપૂર ફાયદો ઉઠાવવા માંગુ છું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ