Rohit Sharma Luxurious Watch : ભારતીય ક્રિકેટ ટીમે 17 વર્ષ બાદ ટી 20 વર્લ્ડ કપની ટ્રોફી જીતીને ઈતિહાસ રચ્યો હતો. કેપ્ટન રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કરતા સાઉથ આફ્રિકા સામે વિજય મેળવ્યો હતો. ટ્રોફીના ફોટોશૂટ દરમિયાન રોહિત શર્માએ હાથમાં એક લક્ઝુરિયસ ઘડિયાળ પહેરી હતી, જેની કિંમત લાખોમાં નહીં પણ 1 કરોડ રૂપિયાથી પણ વધારે છે. Audemars Piguet Royal Oak Perpetual Calendar વોચ એ લિમિટેડ એડિશન ટાઇમપીસ છે. ચાલો અમે તમને આ ઘડિયાળની કિંમત અને સુવિધાઓ વિશે જણાવીએ.
ઓડેમાર્સ પિગ્યુટ રોયલ ઓક પેરપેચ્યુઅલ કેલેન્ડર
રોહિત શર્માએ ટી-20 વર્લ્ડ કપ દરમિયાન હાથમાં Audemars Piguet Royal Oak Perpetual Calendar વોચ પહેરી હતી. તે માત્ર લિમિટેડ એડિશનમાં જ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જાપાનમાં લિમિટેડ એડિશનમાં બનેલી આ વોચ મોડલને વર્ષ 2021માં ગ્લોબલી રિલીઝ કરી હતી અને વિશ્વભરમાં માત્ર 150 પીસ જ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા.
રોહિત શર્માની વૈભવી વોચની કિંમત
ટેક્સ લાગ્યા પછી રોહિત શર્માની આ એક્સક્લૂઝિવ અને લિમિટેડ એડિશન વોચની કિંમત લગભગ 1.5 કરોડ રૂપિયા છે. રોયલ ઓક પેરપેચ્યુઅલ કેલેન્ડર વોચ માત્ર ઘડિયાળ જ નહીં પરંતુ સ્ટાઇલ, એલીગેંસનું એક સ્ટેટમેન પણ છે. જોકે વર્લ્ડ કપ હીરો રોહિત શર્મા તેને પહેરે તો કિંમત પાછળ રહી જાય છે અને આ ઘડિયાળ પોતે જ ક્લાસિક ટાઇમપીસ બની જાય છે.
રોહિત શર્મા વોચ ફીચર્સ
રોહિત શર્માની આ લક્ઝુરિયસ ઘડિયાળમાં એક ટાઇટેનિયમ કેસ અને બ્રેસલેટ મળે છે જેની સાથે સ્ટનિંગ અને Grand Tapisserie ડાયલ મળે છે. તેમાં એક પર્પેચુઅલ કેલેન્ડર ગ્રાન્ડ કોમ્પિલેકશન છે. જેમાં દિવસ, તારીખ, અઠવાડિયું, લીપ યર, કલાક અને મિનિટ જેવી જાણકારી મળે છે. ટાઇટેનિયમથી બનેલી આ ઘડિયાળ વર્લ્ડ કપ ટ્રોફી સાથે પણ રોહિતના હાથમાં ચમકતી જોવા મળી હતી.
આ પણ વાંચો – WTC અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં રોહિત શર્મા ભારતીય ટીમની કેપ્ટનશિપ કરશે, જય શાહની જાહેરાત
આ લક્ઝરી રોયલ ઓક વોચમાં 40 કલાકનો પાવર રિઝર્વ છે. 20 મીટર સુધી ઊંડા પાણીમાં પણ ઘડિયાળને નુકસાન નહીં થાય. આ ઘડિયાળના ટેક્નિકલ સ્પેસિફિકેશન્સ એકદમ ખાસ છે.
અન્ય મર્યાદિત એડિશન ઘડિયાળોથી વિપરીત ઓડેમાર્સ પિગ્યુટ રોયલ ઓક પેરપેચ્યુઅલ કેલેન્ડરમાં કોઇ લોગો કે બ્રાન્ડ નેમ નથી અને તે કોઇ પણ દેશ કે પ્રદેશ પૂરતું મર્યાદિત નથી. શાનદાર ડિઝાઇન સાથે આવતી આ વોચમાં યુનિવર્સલ અપીલ મળે છે. અત્યાર સુધીમાં આ મોંઘી અને લિમિટેડ એડિશન વોચની માત્ર 300 યુનિટ જ બનાવવામાં આવ્યા છે અને તેમાંથી અડધાથી વધારે જાપાનમાં છે.





