T20 Workd Cup 2024: ટી-20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ક્રિકેટ ટીમે પોતાના અભિયાનની શરૂઆતમાં જ વોર્મઅપ મેચ જીતી હતી. ટીમ ઈન્ડિયાએ એકમાત્ર વોર્મઅપ મેચ બાંગ્લાદેશ સામે ન્યૂયોર્કમાં રમી હતી. આ મેચમાં વિકેટકીપર બેટ્સમેનને પ્રમોશન મળ્યું અને તે ત્રીજા નંબર પર આવી ગયો. આ અંગે જ્યારે કેપ્ટન રોહિત શર્માને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું હતુ કે, ટીમ ઈન્ડિયાના બેટ્સમેનને ક્રોમ ફિક્સ નથી.
ઋષભ પંતે ફટકારી અડધી સદી
વિરાટ કોહલી ભારતીય ટીમમાં ત્રીજા નંબર પર છે. જો કે તે ન્યુયોર્કમાં મોડા પહોંચ્યો હતો અને આ જ કારણે તે વોર્મ મેચ રમી શક્યો નથી. શનિવારે રમાયેલી વોર્મ ઓફ મેચમાં વિકેટકીપર સંજુ સેમસન રોહિત શર્મા સાથે ઓપનિંગ કરવા માટે ઉતર્યો હતો અને જ્યારે ત્રીજા નંબર પર રિષભ પંત બેટિંગ કરવા આવ્યો હતો. આશરે 15 મહિના બાદ ટીમ ઈન્ડિયામાં વાપરસી કરી રહેલા ઋષભ પંતે 32 બોલમાં 53 રન ફટકાર્યા હતા અને રિટાયર હર્ટ થયો.
ઋષણ પંચ ની ટીમ ઈન્ડિયામાં વાપસી
ઋષણ પંતનો 31 જાન્યુઆરી 2022ના રોજ કાર અકસ્માત થયો હતો, જે પછી તેની સર્જરી કરવામાં આવી હતી. પંતે આઈપીએલ 2024 સાથે ક્રિકેટ મેદાનમાં વાપસી કરી છે. આઈપીએલ 2024માં શાનદાર પર્ફોર્મન્સ સાથે પંત ટી20 વર્લ્ડ કપ માટેની ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવવામાં સફળ થયો છે.
ટીમ ઈન્ડિયા ના બેટ્સમેનનો ક્રમે ફિક્સ નથી
રોહિત શર્માએ ઋષભ પંતના વખાણ કરતાં કહ્યું કે, ટીમ મેનેજમેન્ટ વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંતને તક આપવા માગતું હતું અને આ યુવા ખેલાડીએ તે તકનો ફાયદો ઉઠાવ્યો હતો. જો કે એ પણ સ્પષ્ટ થઈ ગયું હતુ કે, ટીમ ઈન્ડિયામાં બેટ્સમેનનો ક્રમે ફિક્સ નથી.
આ પણ વાંચો | T20 વર્લ્ડ કપ 2024 સાથે જોડાયેલા દરેક સવાલનો જવાબ અહીં વાંચો
રોહિત શર્માએ કહ્યું, ‘અમે પંતને તક આપવા માંગતા હતા. અમારી બેટીંગ લાઈનઅપ કેવી હશે તે અમે નક્કી કર્યું નથી. હું ટીમના પ્રદર્શનથી ખુશ છું. નવા મેદાન, નવા સ્થળ અને નવી પિચો પર બાબતોનું સંચાલન કરવું મહત્વપૂર્ણ છે. આ જ મેદાન પર ભારતનો મુકાબલો 5 જૂને આયર્લેન્ડ સામે અને 9 જૂને પાકિસ્તાન સામે થશે.





