/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/T20-World-Cup-2024-Super-8-India-vs-Bangladesh.jpg)
ટી20 વર્લ્ડ કપ 2024 : ભારતે બાંગ્લાદેશને 50 રનથી હરાવ્યું રનનો ટાર્ગેટ આપ્યો
T20 World Cup 2024 Super 8, IND vs BAN : ટી20 વર્લ્ડ કપ 2024 ના સુપર 8 ગ્રુપ વનની ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમવામાં આવી હતી. જેમાં બાંગ્લાદેશે ટોસ જીતી પ્રથમ ફિલ્ડીંગનો નિર્ણય લઈ ભારતને બેટિંગ સોંપી હતી. ભારતે 20 ઓવરમાં 05 વિકેટના નુકશાને 196 રન બનાવ્યા હતા. તેની સામે બાંગ્લાદેશ 197 રનના ટાર્ગેટનો પીછો કરવા મેદાનમાં ઉતરી હતી. પરંતુ બાંગ્લાદેશની ટીમ ભારતીય બોલરોના તરખાટ વચ્ચે ઘુંટણીએ પડી ગઈ અને 20 ઓવરના અંતે 8 વિકેટના નુકશાને માત્ર 146 રન બનાવી શકી અને ભારતની 50 રનથી શાનદાર જીત થઈ છે.
હાર્દિક પંડ્યા 50 રન બનાવી અણનમ રહ્યો હતો
તમને જણાવી દઈએ કે, ભારતે 20 ઓવરમાં 5 વિકેટે 196 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યા 27 બોલમાં 50 રન બનાવીને અણનમ રહ્યો હતો. વિરાટ કોહલીએ 37, રિષભ પંતે 36, શિવમ દુબેએ 34 અને રોહિત શર્માએ 23 રન બનાવ્યા છે. તનઝીમ હસન સાકિબ અને રિશાદ હુસૈને 2-2 વિકેટ લીધી હતી. શાકિબ અલ હસને 1 વિકેટ લીધી હતી.
કુલદીપ યાદવે 3 વિકેટ લીધી હતી
197 રનના ટાર્ગેટના જવાબમાં બાંગ્લાદેશની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 146 રન જ બનાવી શકી હતી. બાંગ્લાદેશ તરફથી નઝમુલ હસન શાંતોએ 40 રન બનાવ્યા હતા. તન્જીદ હસને 29 રન અને રિશાદ હુસૈને 24 રન બનાવ્યા હતા. ભારત તરફથી કુલદીપ યાદવે 3 વિકેટ ઝડપી હતી. અર્શદીપ સિંહ અને જસપ્રિત બુમરાહે 2-2 વિકેટ લીધી હતી. હાર્દિક પંડ્યાએ 1 વિકેટ લીધી હતી. બાંગ્લાદેશના પ્લેઇંગ 11માં એક ફેરફાર થયો હતો. ભારતના પ્લેઈંગ 11માં કોઈ ફેરફાર થયો નથી.
T20 વર્લ્ડ કપ 2024ના ગ્રુપ-1માં ભારતીય ટીમ 2માંથી 2 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ટોચ પર
T20 વર્લ્ડ કપ 2024ના ગ્રુપ-1માં ભારતીય ટીમ 2માંથી 2 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. ઓસ્ટ્રેલિયા 1 મેચ જીતીને બીજા ક્રમે છે. અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશનું ખાતું ખોલવામાં આવ્યું નથી. બાંગ્લાદેશની ટીમ સેમીફાઈનલની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે 23 જૂને ભારતીય સમય અનુસાર સવારે 6 વાગ્યે મેચ રમાશે. જો ઓસ્ટ્રેલિયા મેચ જીતી જશે તો ગ્રુપ-1માંથી બંને સેમી ફાઇનલિસ્ટનો નિર્ણય થશે. ભારત અને ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલમાં ટકરાશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 24 જૂને મેચ રમાશે.
ટી20 વર્લ્ડ કપ 2024 - ભારત બાંગ્લાદેશ મેચમાં બનેલો રેકોર્ડ
T20 WCમાં હાર વિના ટીમ સામે સૌથી વધુ જીત
6 ઓસ્ટ્રેલિયા વિ બાંગ્લાદેશ
6 પાકિસ્તાન વિ બાંગ્લાદેશ
5 ભારત વિ બાંગ્લાદેશ
T20I માં ભારત માટે સતત સૌથી વધુ જીત
12 નવેમ્બર 2021 અને ફેબ્રુઆરી 2022
9 bw જાન્યુઆરી 2020 અને ડિસેમ્બર 2020
9 bw ડિસેમ્બર 2023 અને જૂન 2024
આ પણ વાંચો - ભારતીય મૂળના ખેલાડીની સાત સમુન્દર પાર કમાલ, 45 બોલમાં 104 રન બનાવ્યા, રોમાંચક મેચ ટાઈ થઈ
હાર્દિક પંડ્યા પ્લેયર ઓફ ધ મેચ
ભારત બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં હાર્દિક પંડ્યા પ્લેયર ઓફ ધ મેચ રહ્યો છે. તેણે 27 બોલમાં 3 છગ્ગા અને ચાર ચોગ્ગાની મદદથી અણનમ 50 રન બનાવ્યા સાથે 3 ઓવરમાં 32 રન આપી 01 વિકેટ લીધી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us