T20 World Cup 2024 : ટી 20 વર્લ્ડ કપ 2024માં તેનો લીગ રાઉન્ડ અંતિમ તબક્કા તરફ આગળ વધી રહ્યો છે. ત્યારે કઇ ટીમો સુપર 8 માં પ્રવેશ કરશે તે ધીરે-ધીરે સ્પષ્ટ થઇ રહ્યું છે. આ વર્લ્ડ કપ સૌથી વધારે અપસેટનો વર્લ્ડ કપ ગણવામાં આવે તો નવાઇ નહીં. કારણ કે પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા જેવી ટીમો સુપર 8 ના રેસમાંથી બહાર થઇ ગઇ છે. જ્યારે ઇંગ્લેન્ડ પણ જો અને તો ના ભરોસે છે. જો તે પણ બહાર થઇ જશે તો વર્લ્ડ કપ માટે દાવેદાર ટોચની 4 ટીમો બહાર થઇ જશે.
ગ્રુપ સી માંથી ન્યૂઝીલેન્ડ બહાર
ગ્રુપ સી માંથી ન્યૂઝીલેન્ડ સુપર 8 ની રેસમાંથી બહાર થઇ ગયું છે. ન્યૂઝીલેન્ડ 2 મેચ રમ્યું છે અને બન્ને મેચમાં પરાજય થયો છે. તેની હવે 2 મેચ બાકી છે. જો બન્ને મેચમાં જીત મેળવશે તો પણ બહાર થઇ જશે. કારણ તો પણ તેના 4 પોઇન્ટ જ થાય. આ ગ્રુપમાંથી અફઘાનિસ્તાન અને વેસ્ટ ઇન્ડીઝ 6-6 પોઇન્ટ સાથે સુપર-8માં પહોંચી ગયા છે.
ટીમ મેચ જીત હાર રદ પોઈન્ટ રનરેટ અફઘાનિસ્તાન 3 3 0 0 6 4.230 વેસ્ટ ઇન્ડીઝ 3 3 0 0 6 2.596 યુગાન્ડા 3 1 2 0 2 -4.217 પપુઆ ન્યૂ ગુએના 3 0 3 0 0 -0.886 ન્યૂઝીલેન્ડ 2 0 2 0 0 -2.425
ગ્રુપ ડી માંથી શ્રીલંકા બહાર
શ્રીલંકાની વાત કરવામાં આવે તો ટી 20 વર્લ્ડ કપ 2024 ગ્રુપ ડી માં શ્રીલંકા 1 પોઇન્ટ સાથે સૌથી નીચે પાંચમાં સ્થાને છે. તે પણ સુપર 8 ની રેસમાંથી બહાર થઇ ગયું છે. તેનો 3 મેચમાંચી 2 માં પરાજય થયો છે અને 1 મેચ રદ થઇ છે. તેની હવે ફક્ત એક મેચ બાકી છે. આ ગ્રુપમાંથી દક્ષિણ આફ્રિકા 6 પોઇન્ટ સાથે સુપર 8 માં પહોંચી ગયું છે અને બાંગ્લાદેશના 3 મેચમાં 4 પોઇન્ટ છે અને તે પણ પહોંચી જશે તે નિશ્ચિત છે.
ટીમ મેચ જીત હાર રદ પોઈન્ટ રનરેટ સાઉથ આફ્રિકા 3 3 0 0 6 0.603 બાંગ્લાદેશ 3 2 1 0 4 0.478 નેધરલેન્ડ્સ 3 1 2 0 2 -0.408 નેપાળ 2 0 1 1 1 -0.539 શ્રીલંકા 3 0 2 1 1 -0.777
આ પણ વાંચો – ટી20 વર્લ્ડ કપ 2024: ઈંગ્લેન્ડ ટીમે ઓમાનને માત્ર 19 બોલમાં હરાવી રચ્યો ઈતિહાસ
ગ્રુપ એ માં પાકિસ્તાન બહાર
ગ્રુપ એ માંથી ભારત 6 પોઇન્ટ સાથે સુપર 8 માં ક્વોલિફાય થઇ ગયું છે. બીજી તરફ અમેરિકા પણ 5 પોઇન્ટ સાથે સુપર 8 માં પહોંચી ગયું છે. અમેરિકાના 4 મેચમાં 5 પોઇન્ટ છે. વરસાદને કારણે અમેરિકા અને આયર્લેન્ડ વચ્ચેની મેચ ધોવાઈ ગઈ છે. ભારે વરસાદના કારણે ટોસ પણ થયો ન હતો અને મેચ રદ કરવામાં આવી હતી. આ મેચ રદ થતા જ અમેરિકા 5 પોઇન્ટ સાથે સુપર 8 માં પહોચી ગયું છે. બીજી તરફ પાકિસ્તાનના અભિયાનનો અંત આવ્યો છે. પાકિસ્તાન હવે તેની છેલ્લી લીગ મેચમાં જીત મેળવશે તો પણ તે ક્વોલિફાય થઇ શકશે નહીં
ટીમ મેચ જીત હાર રદ પોઈન્ટ રનરેટ ભારત 3 3 0 0 6 1.137 યુનાઇડેટ સ્ટેટ્સ ઓફ અમેરિકા 4 2 1 1 5 0.127 પાકિસ્તાન 3 1 2 0 2 0.191 કેનેડા 3 1 2 0 2 -0.493 આયર્લેન્ડ 3 0 2 1 1 -1.712
ઇંગ્લેન્ડ ઉપર પણ ખતરો
ગ્રુપ બી માં બે વખતની ચેમ્પિયન ઇંગ્લેન્ડની ટીમ ઉપર પણ ખતરો છે. આ ગ્રુપમાંથી ઓસ્ટ્રેલિયા 6 પોઇન્ટ સાથે સુપર 8 માં પહોંચી ગયું છે. સ્કોટલેન્ડ 3 મેચમાં 5 પોઇન્ટ સાથે બીજા સ્થાને છે. જ્યારે ઇંગ્લેન્ડ 3 મેચમાં 3 પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને છે. સ્કોટલેન્ડ તેની અંતિમ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. જો આ મેચમાં તે જીત મેળવશે તો તે સુપર 8 માં ક્વોલિફાય થઇ જશે. આ સિવાય વરસાદના કારણે મેચ રદ થાય તો પણ તેને ફાયદો થશે અને 6 પોઇન્ટ સાથે સુપર 8 માં પહોંચી જશે.
ટીમ મેચ જીત હાર રદ પોઈન્ટ રનરેટ ઓસ્ટ્રેલિયા 3 3 0 0 6 3.580 સ્કોટલેન્ડ 3 2 0 1 4 2.164 ઇંગ્લેન્ડ 3 1 1 1 3 3.081 નામીબિયા 3 1 2 0 2 -2.098 ઓમાન 4 0 4 0 0 -3.062
બીજી તરફ ઇંગ્લેન્ડે અંતિમ મેચમાં નામીબિયા સામે રમવાનું છે. તેના માટે જીત જરુરી છે. જો આ મેચ વરસાદના કારણે રદ થાય તો તે પણ તે બહાર થઇ જશે.





