T20 World Cup 2024 Super 8 Schedule : અમેરિકા અને વેસ્ટ ઈન્ડીઝમાં રમાઈ રહેલા ટી20 વર્લ્ડ કપ 2024માં સુપર-8 ની તસવીર ક્લીન થઇ ગઇ છે. સોમવારે બાંગ્લાદેશે વિજય મેળવી સુપર 8 માં પ્રવેશ કર્યો છે. બાંગ્લાદેશ સુપર-8માં પહોંચનારી 8મી અને છેલ્લી ટીમ બની ગઈ છે. બાંગ્લાદેશે નેપાળને 21 રનથી હરાવીને સુપર 8માં એન્ટ્રી કરી હતી.
ગ્રુપ એ માંથી ભારત અને યુએસએ ક્વોલિફાય થયા છે. જ્યારે ગ્રુપ-બીમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ, ગ્રુપ સી માંથી અફઘાનિસ્તાન અને વેસ્ટ ઈન્ડીઝ અને ગ્રુપ ડી માંથી સાઉથ આફ્રિકા અને બાંગ્લાદેશ સુપર-8માં ક્વોલિફાય થઈ ચૂક્યા છે.
બાંગ્લાદેશે નેપાળને હરાવીને સુપર-8માં સ્થાન મેળવ્યું
પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશની ટીમ 19.3 ઓવરમાં 106 રન બનાવી આઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં નેપાળનો સ્કોર એક સમયે 5 વિકેટે 78 રન હતો, પરંતુ તેમણે પોતાની બાકીની 5 વિકેટ 7 રનની અંદર ગુમાવી દીધી હતી અને તેમની આખી ટીમ 19.2 ઓવરમાં 85 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી.
સુપર 8 માં ભારતીય ટીમનો કાર્યક્રમ
સુપર-8માં 4-4 ટીમોના બે ગ્રુપ હશે. સુપર 8 ના મુકાબલા 19 જૂનથી શરુ થશે. ભારત પોતાની પ્રથમ મેચ 20 જૂનના રોજ અફઘાનિસ્તાન સામે બાર્બાડોસમાં રમશે. આ પછી ભારતીય ટીમ બીજી મેચ 22 જૂને એન્ટિગુઆમાં બાંગ્લાદેશ સામે ટકરાશે. સુપર-8માં ભારતીય ટીમ પોતાની અંતિમ મેચ 24 જૂને સેન્ટ લૂસિયામાં ઓસ્ટ્રેલિયા સામે રમશે.
સુપર 8માં ભારતની તમામ મેચો ભારતીય સમય પ્રમાણે રાત્રે 8 વાગ્યાથી શરુ થશે. સુપર 8 માં ગુપ-એ અને ગ્રુપ બી માં ટોચના સ્થાને રહેનારી 2-2 ટીમો સેમિ ફાઈનલમાં સ્થાન મેળવશે.
આ પણ વાંચો – ગૌતમ ગંભીરનું ટીમ ઇન્ડિયાના હેડ કોચ બનવાનું નક્કી, આ મહિને થઇ જશે જાહેરાત : રિપોર્ટ્સ
સુપર 8 માં બે ગ્રુપ
ગ્રુપ 1 : ભારત, બાંગ્લાદેશ, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાનગ્રુપ 2 : વેસ્ટ ઈન્ડીઝ, યુએસએ, સાઉથ આફ્રિકા, ઈંગ્લેન્ડ
ટી-20 વર્લ્ડ કપ 2024 સુપર 8 મેચોનો કાર્યક્રમ
- 19 જૂન – યુએસએ વિ. દક્ષિણ આફ્રિકા, રાત્રે 8 કલાકે
- 20 જૂન – ઇંગ્લેન્ડ વિ. વેસ્ટ ઇન્ડીઝ, સવારે 6 કલાકે
- 20 જૂન – ભારત વિ. અફઘાનિસ્તાન, રાત્રે 8 કલાકે
- 21 જૂન – ઓસ્ટ્રેલિયા વિ. બાંગ્લાદેશ, સવારે 6 કલાકે
- 21 જૂન – ઇંગ્લેન્ડ વિ. દક્ષિણ આફ્રિકા, રાત્રે 8 કલાકે
- 22 જૂન – યુએસએ વિ. વેસ્ટ ઇન્ડીઝ, સવારે 6 કલાકે
- 22 જૂન – ભારત વિ. બાંગ્લાદેશ, રાત્રે 8 કલાકે
- 23 જૂન – અફઘાનિસ્તાન વિ. ઓસ્ટ્રેલિયા – સવારે 6 કલાકે
- 23 જૂન – યુએસએ વિ. ઇંગ્લેન્ડ, રાત્રે 8 કલાકે
- 24 જૂન – વેસ્ટ ઇન્ડીઝ વિ. દક્ષિણ આફ્રિકા, સવારે 6 કલાકે
- 24 જૂન – ભારત વિ. ઓસ્ટ્રેલિયા, રાત્રે 8 કલાકે
- 25 જૂન – અફઘાનિસ્તાન વિ. બાંગ્લાદેશ, સવારે 6 કલાકે
- 27 જૂન – પ્રથમ સેમિ ફાઈનલ, ગુયાના, સવારે 6 કલાકે
- 27 જૂન – બીજી સેમિ ફાઈનલ, ત્રિનિદાદ, રાત્રે 8 કલાકે
- 29 જૂન – ફાઈનલ, બાર્બાડોસ, રાત્રે 8 કલાકે
(તમામ મેચો ભારતીય સમય પ્રમાણે)