ટી 20 વર્લ્ડ કપ 2024 : 1 દિવસ, 2 મેચ અને ત્રણ શાનદાર કેચ, ઓસ્ટ્રેલિયા અને કેનેડાના ખેલાડી સુપરમેન બન્યા, જુઓ VIDEO

T20 World Cup 2024 : ટી 20 વર્લ્ડ કપમાં એક તરફ જ્યાં બોલ અને બેટ વચ્ચે જબરદસ્ત જંગ છે ત્યાં બીજી તરફ ફિલ્ડિંગ પણ કમાલની રહી છે

Written by Ashish Goyal
June 12, 2024 16:17 IST
ટી 20 વર્લ્ડ કપ 2024 : 1 દિવસ, 2 મેચ અને ત્રણ શાનદાર કેચ, ઓસ્ટ્રેલિયા અને કેનેડાના ખેલાડી સુપરમેન બન્યા, જુઓ VIDEO
ઓસ્ટ્રેલિયાના ટીમ ડેવિડ, જોશ હેઝલવુડ અને કેનેડાના દિલપ્રીત બાજવાએ શાનદાર કેચ કર્યા હતા (તસવીર - સ્ક્રેનગ્રેબ વીડિયો)

T20 World Cup 2024 : ટી 20 વર્લ્ડ કપ 2024માં પ્રશંસકોને ઘણા અપસેટ જોવા મળી રહ્યા છે. એક તરફ જ્યાં બોલ અને બેટ વચ્ચે જબરદસ્ત જંગ છે ત્યાં બીજી તરફ ફિલ્ડિંગ પણ કમાલની રહી છે. ટી 20 વર્લ્ડ કપમાં 11 જૂને ત્રણ મેચ રમાઈ હતી. જેમાં શ્રીલંકા અને નેપાળ વચ્ચેની મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. જોકે બાકીની બંને મેચમાં શાનદાર ફિલ્ડિંગ જોવા મળી હતી.

કેનેડાના દિલપ્રીતનો શાનદાર કેચ

દિવસની પ્રથમ મેચ કેનેડા અને પાકિસ્તાન વચ્ચે રમાઇ હતી. પાકિસ્તાનને જીતવા માટે ત્રણ રનની જરૂર હતી. ત્યારબાદ 18મી ઓવરના બીજા બોલ પર ફખર ઝમાને મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બોલ વધારે હવામાં ગયો હતો. આ દરમિયાન દિલપ્રીત બાજવાએ દોડીને શાનદાર કેચ પકડ્યો હતો અને ફખર ઝમાનને પેવેલિયન પરત ફરવું પડ્યું હતું. જોકે ત્યાં સુધીમાં પાકિસ્તાન જીતની ખૂબ જ નજીક પહોંચી ગયું હતું અને બે બોલ બાદ મેચ તેણે જીતી લીધી હતી.

ટીમ ડેવિડ બન્યો સુપરમેન

નામિબિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો થયો હતો. 17મી ઓવરના છેલ્લા બોલ પર ટીમ ડેવિડે શાનદાર કેચ પકડ્યો હતો અને નામિબિયાની ઇનિંગને સમેટી લીધી હતી. બેન શિકોન્ગોએ માર્કસ સ્ટોઇનિસના બોલ પર શોટ રમ્યો હતો, જે મિડ ઓન તરફ ગયો હતો. ડેવિડ શાનદાર રીતે દોડ્યો હતો અને ત્યારબાદ સુપરમેનની જેમ હવામાં ડાઇવ લગાવીને કેચ પકડ્યો હતો. બેન શિકોન્ગોને ચાર બોલમાં ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હતો.

આ પણ વાંચો – ટી 20 વર્લ્ડ કપના સુપર 8માં પહોંચવાનું પાકિસ્તાનનું સપનું તૂટી શકે છે, આવું છે સમીકરણ

જોશ હેઝલવુડે પણ એક અદભૂત કેચ પકડ્યો હતો

આ જ ઈનિંગની 11મી ઓવરમાં જોશ હેઝલવૂડે શ્રેષ્ઠ ફિલ્ડિંગ દેખાડી હતી. ત્રીજા બોલ પર વેઇસે બોલને વાઇડ લોંગ ઓન પર ફટકાર્યો હતો. જોશ હેઝલવુડે સ્લાઇડિંગ કેચ પકડીને વેઇસને પેવેલિયન મોકલી દીધો હતો. તેનો કેચ જોઈને સાથી ખેલાડીઓ પણ ખૂબ પ્રભાવિત થયા હતા. ઓસ્ટ્રેલિયાએ આ મેચ નવ વિકેટે જીતી લીધી હતી. તેઓએ 74 રનનો ટાર્ગેટ માત્ર 5.4 ઓવરમાં જ મેળવી લીધો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ