ટી 20 વર્લ્ડ કપ 2024 : ક્રિસ જોર્ડને હેટ્રિક ઝડપી ઇતિહાસ રચ્યો, ઇંગ્લેન્ડે જીત મેળવી સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો

USA vs England Match, T20 World Cup 2024 : ક્રિસ જોર્ડન ટી 20 વર્લ્ડ કપના ઈતિહાસમાં હેટ્રિક લેનાર ઈંગ્લેન્ડનો પ્રથમ બોલર બન્યો છે. ઇનિંગ્સની 19મી ઓવરમાં જોર્ડને હેટ્રિક સહિત કુલ 4 વિકેટ ઝડપી હતી

USA vs England Match, T20 World Cup 2024 : ક્રિસ જોર્ડન ટી 20 વર્લ્ડ કપના ઈતિહાસમાં હેટ્રિક લેનાર ઈંગ્લેન્ડનો પ્રથમ બોલર બન્યો છે. ઇનિંગ્સની 19મી ઓવરમાં જોર્ડને હેટ્રિક સહિત કુલ 4 વિકેટ ઝડપી હતી

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Chris Jordan, USA vs England Match, T20 World Cup 2024

ક્રિસ જોર્ડન ટી 20 વર્લ્ડ કપના ઈતિહાસમાં હેટ્રિક લેનાર ઈંગ્લેન્ડનો પ્રથમ બોલર બન્યો છે (તસવીર - @englandcricket)

USA vs England Match, T20 World Cup 2024 : ક્રિસ જોર્ડનની શાનદાર બોલિંગ બાદ જોશ બટલરના આક્રમક અણનમ 83 રનની મદદથી ઇંગ્લેન્ડે ટી 20 વર્લ્ડ કપ 2024માં યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા સામે 10 વિકેટે વિજય મેળવ્યો હતો. અમેરિકા 18.5 ઓવરમાં 115 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં ઇંગ્લેન્ડે 9.4 ઓવરમાં વિના વિકેટે પડકાર મેળવી લીધો હતો.

Advertisment

આ જીત સાથે ઇંગ્લેન્ડ સુપર 8 ના ગ્રુપ 2 માં સેમિ ફાઇનલમાં પ્રવેશ કરનાર પ્રથમ ટીમ બની ગઇ છે. બટલરે 38 બોલમાં 6 ફોર 7 સિક્સર સાથે અણનમ 83 રન અને ફિલ સોલ્ટે 21 બોલમાં 2 ફોર સાથે અણનમ 25 રન બનાવ્યા હતા.

જોર્ડન ટી 20 વર્લ્ડ કપમાં હેટ્રિક લેનાર ઈંગ્લેન્ડનો પ્રથમ બોલર

ક્રિસ જોર્ડન ટી 20 વર્લ્ડ કપના ઈતિહાસમાં હેટ્રિક લેનાર ઈંગ્લેન્ડનો પ્રથમ બોલર બન્યો છે. ઇનિંગ્સની 19મી ઓવરમાં જોર્ડન હેટ્રિક સહિત કુલ 4 વિકેટ ઝડપી હતી. ટી 20 વર્લ્ડ કપમાં હેટ્રિક લેનાર જોર્ડન આઠમો બોલર બન્યો છે. જ્યારે આ વર્લ્ડ કપમાં હેટ્રિક લેનાર પેટ કમિન્સ પછી તે બીજો બોલર છે.

આ પણ વાંચો -  અફઘાનિસ્તાનની જીતથી ગ્રુપ-1નું સમીકરણ રસપ્રદ બન્યું, હવે ચારેય ટીમોને સેમિ ફાઇનલમાં પહોંચવાની તક

Advertisment

જોર્ડને હેટ્રિક સહિત એક ઓવરમાં 4 વિકેટ ઝડપી

જોર્ડને 19મી ઓવરના ત્રીજા બોલે અલી ખાનને બોલ્ડ કર્યો હતો. ચોથો બોલે કિંનજિંગને કેચ આઉટ અને પાંચમાં બોલે સૌરભ નેત્રાવલકરને આઉટ કરીને હેટ્રિક ઝડપી હતી. આ પહેલા તેણે પ્રથમ બોલે કોરી એન્ડરસનને આઉટ કર્યો હતો. આમ એક ઓવરમાં જોર્ડને 4 વિકેટ ઝડપી હતી. જોર્ડને મેચમાં 2.5 ઓવરમાં 10 રન આપી 4 વિકેટ ઝડપી હતી.

નીતિશ કુમારના સૌથી વધારે 30 રન

યુએસએ માટે નીતિશ કુમારે 24 બોલમાં એક ફોર અને 2 સિક્સરની મદદથી 30 રનની ઇનિંગ્સ રમી હતી. કોરી એન્ડરસને 28 બોલમાં એક સિક્સરની મદદથી 29 રન બનાવ્યા હતા. હરમીત સિંહે 17 બોલમાં 2 ફોર અને એક સિક્સરની મદદથી 21 રનનું યોગદાન આપ્યું હતું. ઈંગ્લેન્ડ તરફથી જોર્ડને સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. રાશિદ અને સેમ કરને 2-2 વિકેટ લીધી હતી. રીસ ટોપલી અને લિયામ લિવિંગસ્ટોનને એક-એક વિકેટ મળી હતી.

યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ સ્પોર્ટ્સ T20 વર્લ્ડ કપ