T20 World Cup 2024 : ભારતીય ક્રિકેટ ટીમના કેટલાક ખેલાડીઓ શનિવારે ટી 20 વર્લ્ડ કપ માટે રવાના થયા હતા. આ બેચમાં એવા ખેલાડીઓ સામેલ હતા જે આઈપીએલ 2024ની ફાઇનલનો ભાગ ન હતા. ફક્ત રિંકુ સિંહ એક જ ખેલાડી છે જે આઈપીએલ ફાઈનલ રમી રહ્યો છે પરંતુ તે મુખ્ય ટીમનો ભાગ નથી. તે રિઝર્વ ખેલાડીઓમાંથી એક છે.
કોહલી પ્રથમ વોર્મ-અપ મેચ નહીં રમે
ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર વિરાટ કોહલી આઈપીએલ 2024 બાદ નાનો બ્રેક લઈ રહ્યો છે. આ કારણે તે ટીમ ઈન્ડિયાની પ્રથમ વોર્મઅપ મેચમાં ના રમે તેવી સંભાવના છે. ભારતી ટીમ 1 જૂને ન્યૂયોર્કમાં બાંગ્લાદેશ સામે વોર્મઅપ મેચ રમશે. આ ભારતીય ટીમ એકમાત્ર વોર્મઅપ મેચ છે.
વિરાટ કોહલીએ લીધો બ્રેક
રિપોર્ટ અનુસાર વિરાટ કોહલીએ દુબઈમાં અંગત કામને કારણે બીસીસીઆઈ પાસે બ્રેક માંગ્યો છે. બીસીસીઆઈના એક અધિકારીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે કોહલીએ અમને પહેલેથી જ કહ્યું હતું કે તે મોડેથી ટીમ ઈન્ડિયામાં જોડાશે. આ કારણે અમે તેના વિઝા એપોઈન્ટમેન્ટમાં પણ વિલંબ કર્યો હતો. તે 30 મે ના સવારે ન્યૂયોર્ક જશે. બીસીસીઆઇએ આ વાત સ્વીકારીને તેને બ્રેક આપ્યો હતો.
આ પણ વાંચો – ટી 20 વર્લ્ડ કપ 2024માં દિનેશ કાર્તિકને મળી મોટી જવાબદારી, કરશે આ કામ
સંજુ સેમસન અને હાર્દિક સોમવારે રવાના થશે
કોહલીએ આઇપીએલ 2024માં 15 મેચમાં 741 રન બનાવ્યા છે. તેની ટીમ પ્લેઓફમાં પહોંચી હતી પરંતુ એલિમિનેટરમાં રાજસ્થાન રોયલ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતની પ્રથમ બેચમાં રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા, શિવમ દુબે, કુલદીપ યાદવ, શુભમન ગિલ, મોહમ્મદ સિરાજ, અક્ષર પટેલ, સૂર્યકુમાર યાદવ અને રિષભ પંતનો સમાવેશ થાય છે. રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસન અને મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા સોમવારે રવાના થશે.
ટી-20 વર્લ્ડ કપ 2024માં ભારતનો કાર્યક્રમ
5 જૂન – ભારત વિ આયર્લેન્ડ – ન્યૂયોર્ક
9 જૂન- ભારત વિ પાકિસ્તાન – ન્યૂયોર્ક
12 જૂન- ભારત વિ યુએસએ – ન્યૂયોર્ક
15 જૂન- ભારત વિ કેનેડા – ફ્લોરિડા





