T20 World Cup 2024 warm-up Matches Schedule, Time Table, Match Date Live Streaming: આઇપીએલ 2024 ભલે પુરી થઇ ગઈ હોય પણ ક્રિકેટનો પારો હાઈ રહેશે. હવે ટી ટી 20 વર્લ્ડ કપ 2024 શરૂ થશે. વેસ્ટ ઈન્ડીઝ અને અમેરિકાની યજમાનીમાં 2 જૂનથી ટૂર્નામેન્ટની શરૂઆત થશે. આ પહેલા વોર્મઅપ મેચો રમાશે. આ વોર્મ-અપ મેચો 27 મેથી 1 જૂન વચ્ચે યોજાશે. અમેરિકા અને ત્રિનિદાદ અને ટોબેગોમાં કુલ મળીને 16 વોર્મઅપ મેચો રમાશે. ચાલો જાણીએ ટી 20 વર્લ્ડ કપ 2024 ની વોર્મ અપ મેચનું લાઇવ ટેલિકાસ્ટ અને લાઇવ સ્ટ્રીમિંગ સહિતની અન્ય વિગતો.
ટી-20 વર્લ્ડ કપ 2024 પહેલા કેટલી વોર્મ-અપ મેચ રમાશે?
ટી-20 વર્લ્ડ કપ 2024 પહેલા 16 વોર્મઅપ મેચ રમાશે.
ટી-20 વર્લ્ડ કપ 2024ની વોર્મઅપ મેચો ક્યાં રમાશે?
ટી-20 વર્લ્ડ કપ 2024ની વોર્મઅપ મેચો ટેક્સાસના ગ્રાન્ડ પ્રેયરી ક્રિકેટ સ્ટેડિયમ, ફ્લોરિડાના બ્રોવાર્ડ કાઉન્ટી સ્ટેડિયમ, પોર્ટ ઓફ સ્પેનના ક્વીન્સ પાર્ક ઓવલ અને ત્રિનિદાદના બ્રાયન લારા ક્રિકેટ એકેડમીમાં રમાશે.
ભારતમાં ટી-20 વર્લ્ડ કપ 2024ની વોર્મઅપ મેચો કેટલા વાગે શરૂ થશે?
ટી-20 વર્લ્ડ કપ 2024ની વોર્મઅપ મેચો ભારતમાં કેટલીક મેચો રાત્રે 8 વાગ્યાથી, રાત્રે 9.00, રાત્રે 10.30, રાત્રે 12.30, રાત્રે 1 વાગ્યાથી અને સવારે 4.30 વાગ્યાથી રમાશે.
ભારતની પ્રેક્ટિસ મેચ ક્યારે અને કોની સામે છે?
ભારત પોતાની પ્રેક્ટિસ મેચ 1 જૂને બાંગ્લાદેશ સામે રાત્રે 8 વાગ્યાથી ન્યૂયોર્કના નસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
આ પણ વાંચો – ટી 20 વર્લ્ડ કપ 2024 : 2007 થી 2022 સુધી, કઈ ટીમ બની છે વર્લ્ડ ચેમ્પિયન
ટી-20 વર્લ્ડ કપ 2024ની વોર્મ-અપ મેચનું પ્રસારણ કઈ ટીવી ચેનલ પર થશે?
ટી-20 વર્લ્ડ કપ 2024ની વોર્મઅપ મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર ટેલિકાસ્ટ થશે.
ટી-20 વર્લ્ડ કપ 2024ની વોર્મઅપ મેચનું લાઇવ સ્ટ્રીમિંગ તમે ક્યાં જોઇ શકશો?
ટી-20 વર્લ્ડ કપ 2024ની વોર્મ-અપ મેચનું લાઇવ સ્ટ્રીમિંગ ડિઝની હોટસ્ટાર પર થશે.
ટી -20 વર્લ્ડ કપ 2024 વોર્મ-અપ મેચનો કાર્યક્રમ
સોમવાર 27 મે
- કેનેડા વિ. નેપાળ, ટેક્સાસ
- ઓમાન વિ. પાપુઆ ન્યુ ગિની, ત્રિનિદાદ એન્ડ ટોબેગો.
- નામિબિયા વિ. યુગાન્ડા, ત્રિનિદાદ એન્ડ ટોબેગો.
મંગળવાર 28 મે
- શ્રીલંકા વિ. નેધરલેન્ડ્સ, ફ્લોરિડા.
- બાંગ્લાદેશ વિ. યુએસએ, ટેક્સાસ.
- ઓસ્ટ્રેલિયા વિ. નામિબિયા, ત્રિનિદાદ એન્ડ ટોબેગો.
બુધવાર 29 મે
- દક્ષિણ આફ્રિકા વિ. ટીબીએ, ફ્લોરિડા.
- અફઘાનિસ્તાન વિ. ઓમાન, ત્રિનિદાદ એન્ડ ટોબેગો.
ગુરુવાર 30 મે
- નેપાળ વિ. યુએસએ, ટેક્સાસ.
- સ્કોટલેન્ડ વિ. યુગાન્ડા, ત્રિનિદાદ એન્ડ ટોબેગો.
- નેધરલેન્ડ્સ વિ. કેનેડા, ટેક્સાસ.
- નામિબિયા વિ. પાપુઆ ન્યુ ગિની, ત્રિનિદાદ એન્ડ ટોબેગો.
- વેસ્ટ ઇન્ડીઝ વિ. ઓસ્ટ્રેલિયા, ત્રિનિદાદ એન્ડ ટોબેગો.
શુક્રવાર 31 મે
- આયર્લેન્ડ વિ. શ્રીલંકા, ફ્લોરિડા.
- સ્કોટલેન્ડ વિ. અફઘાનિસ્તાન, ત્રિનિદાદ એન્ડ ટોબેગો.
શનિવાર 1 જૂન
- ભારત વિ. બાંગ્લાદેશ, ન્યૂયોર્ક. રાત્રે 8.00 કલાકે





