T20 World Cup 2026 | સૂર્યકુમાર યાદવ ‘આંસુનો બદલો’ લેવા તૈયાર, આપ્યો સ્પષ્ટ સંકેત!

T20 વિશ્વ કપ 2026 પહેલાં સૂર્યકુમાર યાદવે પોતાના તાજેતરના નિવેદનમાં સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તે ગત ટુર્નામેન્ટનો આંસુનો બદલો લેવા તૈયાર છે. SKY ફરીથી પોતાની આક્રમક બેટીંગ શૈલી સાથે મેદાનમાં ધમાકો કરવા મક્કમ છે.

Written by Haresh Suthar
November 26, 2025 11:59 IST
T20 World Cup 2026 | સૂર્યકુમાર યાદવ ‘આંસુનો બદલો’ લેવા તૈયાર, આપ્યો સ્પષ્ટ સંકેત!
T20 World Cup 2026 જીતી સૂર્યકુમાર યાદવ અગાઉની હારનો બદલો લેવા ઇચ્છે છે.

T20 World Cup 2026 પહેલાં ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે (Suryakumar Yadav) પોતાના તાજેતરના નિવેદનથી ક્રિકેટ ફેન્સમાં જિજ્ઞાસા જગાવી છે. કેપ્ટન SKY એ કહ્યું કે ગત ટુર્નામેન્ટમાં હારથી સરી પડેલા આંસુઓનો બદલો લેવા તે તૈયાર છે. ભારતીય કેપ્ટન અને સ્ફોટક બેટ્સમેન સૂર્યકુમારના શબ્દો સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે કે આ વિશ્વ કપ માટે ટીમ ઇન્ડિયા ચેમ્પિયન બનવા માટે સજ્જ અને આતુર છે. સૂર્યાના આ નિવેદનથી Social media પર #SKYRevenge ટ્રેન્ડ કરી થઇ રહ્યું છે, લોકો તેની આક્રમક બેટીંગની રાહ જોઈ રહ્યા છે.

ICC T20I વર્લ્ડ કપ 2026 પૂર્વે સૂર્યકુમાર યાદવે કહ્યું કે, વર્ષ 2023 હતું અને સ્થળ અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ હતું. મને તે દુઃસ્વપ્ન યાદ આવે છે. ODI વર્લ્ડ કપ ફાઇનલમાં, ટીમ ઇન્ડિયા (ભારતીય ક્રિકેટ ટીમ) એ ઓસ્ટ્રેલિયા (ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા) સામે ચેમ્પિયન બનવાના પોતાના બધા સપના ચકનાચૂર કરી નાખ્યા હતા.

સૂર્યકુમાર યાદવનો સ્પષ્ટ સંકેત

તે ‘કલંકિત’ દિવસે દરેક ભારતીય ક્રિકેટરની આંખોમાં આંસુ હતા. અને આખો દેશ તે દ્રશ્ય જોઈને રડી પડ્યો હતો. 2026 T20 વર્લ્ડ કપ શેડ્યૂલ જાહેરાત અવસરે સૂર્યકુમાર યાદવે કહ્યું કે, ટીમ ઈન્ડિયા આ વખતે તે આંસુ લૂછવા માંગે છે.

વર્લ્ડ કપનો કાર્યક્રમ જાહેર

મંગળવારે (25 નવેમ્બર) ના રોજ T20 વર્લ્ડ કપના શેડ્યૂલની જાહેરાત માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રોહિત શર્મા સાથે સૂર્યકુમાર યાદવ પણ હાજર હતો. આ કાર્યક્રમમાં સૂર્યકુમાર યાદવને પૂછવામાં આવ્યું હતું કે, જો ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચે છે, તો તે કઈ ટીમને ફાઇનલમાં પોતાના પ્રતિસ્પર્ધી તરીકે જોવા માંગશે?

તેના જવાબમાં, સૂર્યકુમાર યાદવે એવી વાત કહી જે આખા દેશના હૃદયને સ્પર્શી ગઈ. તેણે કહ્યું, ‘હું અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે ફાઇનલ મેચ રમવા માંગુ છું.’ સૂર્યકુમારનો સંકેત ખૂબ જ સ્પષ્ટ હતો. તે એ જ મેદાન પર T20 મેચ જીતવા માંગે છે જ્યાં 2023માં ટીમ ઇન્ડિયા કાંગારૂઓ સામે હારી ગઈ હતી.

T20 વિશ્વ કપ 2026 ટીમ ઇન્ડિયા શિડ્યુઅલ

ટીમ ઈન્ડિયા 7 ફેબ્રુઆરીથી પોતાના T20 વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે. ત્યારબાદ, 12 ફેબ્રુઆરીએ આર્મી ઓફ ધ સન નામિબિયા સામે રમશે. 15 ફેબ્રુઆરીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. અને ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ, ભારત નેધરલેન્ડ સામે રમશે. આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 8 માર્ચે યોજાશે.

આ પણ વાંચો: રોહિત શર્મા બન્યો ટી20 વિશ્વ કપ 2026 બ્રાન્ડ એમ્બેસેડર

ફાઇનલ મેચ ક્યાં રમાશે?

T20 World Cup 2026 ફાઇનલ મેચનું સ્થળ હજુ સુધી નક્કી થયું નથી. કારણ કે જો પાકિસ્તાન ફાઇનલમાં પ્રવેશ કરે છે, તો ટુર્નામેન્ટની ફાઇનલ મેચ શ્રીલંકાના કોલંબોમાં યોજાઈ શકે છે. અને જો પાકિસ્તાન ફાઇનલમાં પહોંચવામાં નિષ્ફળ જાય છે, તો તે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ