/indian-express-gujarati/media/media_files/2026/02/23/team-india-world-cup-2026-02-23-14-41-22.jpg)
Team India Semi Final Qualification Scenario : ભારતનો દક્ષિણ આફ્રિકા સામેની સુપર 8 મેચમાં કારમો પરાજય થયો હતો Photograph: (@BCCI)
Team India Semi Final Qualification Scenario : ભારતનો દક્ષિણ આફ્રિકા સામેની સુપર 8 મેચમાં કારમો પરાજય થયો હતો. આ પરાજય ડિફેન્ડિંગ ચેમ્પિયન માટે મોટો ફટકો પડ્યો છે. આ પરાજયે ભારતની સેમિ ફાઈનલમાં પ્રવેશવાની સંભાવના જો અને તો માં લાવી દીધી છે. ભારતને હજુ સેમિ ફાઈનલમાં પ્રવેશવાની તક છે, પણ તેના માટે તેણે ખૂબ જ સાવધાનીપૂર્વક આગળ વધવું પડશે. દક્ષિણ આફ્રિકા સામે હાર્યા બાદ ભારત હવે સેમિ ફાઈનલમાં કેવી રીતે પ્રવેશ છે તે જાણો.
ભારતનું સેમિફાઇનલ સમીકરણ
ભારતે હવે સુપર 8માં ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઇન્ડીઝ સામે ટકરાશે. ટીમ ઈન્ડિયાએ સેમિ ફાઈનલમાં પ્રવેશવા માટે આ બંને ટીમો સામે ફરજીયાત જીતવું પડશે. ફક્ત જીત નહીં ભારતે આ બંને ટીમો સામે મોટા અંતરથી જીત મેળળવી પડશે. જેથી ભારતનો રનરેટ સારો થઇ જાય.
બીજી તરફ જો સાઉથ આફ્રિકા તેની આગામી બે મેચ જીતશે તો આ ટીમના 6 પોઈન્ટ મળશે અને ભારતને 4 પોઈન્ટ મળશે. આ સ્થિતિમાં ભારત આસાનીથી સેમિ ફાઈનલમાં પહોંચી જશે, પણ જો ભારત એક પણ મેચ હારશે તો તે વર્લ્ડ કપમાંથી બહાર થઈ જશે.
આ પણ વાંચો - ટી20 વર્લ્ડ કપમાં બુમરાહે ભારત માટે સૌથી વધુ વિકેટ લીધી, અશ્વિનનો રેકોર્ડ તોડ્યો; અર્શદીપના નામે મોટી સિદ્ધિ
વેસ્ટ ઇન્ડીઝ બાજી બગાડી શકે છે
ભારત માટે પરિસ્થિતિ ત્યારે વધારે ખરાબ થશે જ્યારે દક્ષિણ આફ્રિકા તેની આગામી બે મેચમાંથી એક મેચ હારી જાય. આ સ્થિતિમાં ભારત અને સાઉથ આફ્રિકા બંનેના 4-4 પોઈન્ટ હશે. જો સાઉથ આફ્રિકાનો વેસ્ટ ઇન્ડીઝ સામે પરાજય થાય. પણ તે ભારત સામે હારી જાય. પરંતુ જો તેઓ ઝિમ્બાબ્વેથ સામે જીત મળવે તો વેસ્ટ ઇન્ડીઝના પણ 4 પોઈન્ટ થશે. ત્યારે ભારત, સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડીઝના 4-4 પોઇન્ટ થશે. આવી સ્થિતિમાં જે ટીમનો રનરેટ સારો હોય તે બે ટીમ સેમિ ફાઇનલમાં પહોંચશે. એટલે કે ભારતે પ્રાર્થના કરવી પડશે કે સાઉથ આફ્રિકા તેની આગામી બે મેચ જીતે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us