T20 World Cup 2026 : ટી 20 વર્લ્ડ કપ 2026 માટે ભારતીય ટીમની જાહેરાત, શુભમન ગિલ બહાર, ઇશાન કિશનની એન્ટ્રી

T20 World Cup 2026 Team India Squad Announcement : ટી 20 વર્લ્ડ કપ 2026 માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી. ટી 20 વર્લ્ડ કપ 2026નો પ્રારંભ તારીખ 7 ફેબ્રુઆરીથી થશે. ખરાબ ફોર્મમાં રહેલા વાઇસ કેપ્ટન શુભમન ગિલને પડતો મુકવામાં આવ્યો

T20 World Cup 2026 Team India Squad Announcement : ટી 20 વર્લ્ડ કપ 2026 માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી. ટી 20 વર્લ્ડ કપ 2026નો પ્રારંભ તારીખ 7 ફેબ્રુઆરીથી થશે. ખરાબ ફોર્મમાં રહેલા વાઇસ કેપ્ટન શુભમન ગિલને પડતો મુકવામાં આવ્યો

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
T20 World Cup 2026 Team India Squad Announcement, T20 World Cup 2026, Team India Squad Announcement

T20 World Cup 2026 Team India Squad Announcement : ટી 20 વર્લ્ડ કપ 2026 માટે આજે ભારતીય ટીમની જાહેરાત (Pics : @surya_14kumar/x)

T20 World Cup 2026 Team India Squad Announcement : ટી 20 વર્લ્ડ કપ 2026 માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ શનિવારે (20 ડિસેમ્બર) મળેલી બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સમાં 15 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ટીમમાંથી ખરાબ ફોર્મમાં રહેલા શુભમન ગિલને પડતો મૂકવામાં આવ્યો છે.

Advertisment

અક્ષર પટેલ વાઇસ કેપ્ટન

અક્ષર પટેલને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ઇશાન કિશન ટીમમાં પાછો ફર્યો છે. વોશિંગ્ટન સુંદર અને રિંકુ સિંહને પણ તક મળી છે. આ ટીમે એશિયા કપ 2026નું ટાઇટલ જીત્યું હતું. ઇશાન કિશનને વિકેટકીપર તરીકે ટીમમાં સ્થાન મળ્યું છે.

ભારત વિ પાકિસ્તાન 15 ફેબ્રુઆરીએ ટકરાશે

ટી 20 વર્લ્ડ કપમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતીય ટીમ ગ્રુપ-એ માં છે. આ ગ્રુપમાં અમેરિકા, પાકિસ્તાન, નામિબિયા અને નેધરલેન્ડ સામેલ છે. ભારત 7 ફેબ્રુઆરીએ અમેરિકા વિરુદ્ધ પોતાનું અભિયાન શરૂ કરશે. આ પછી 12મી ફેબ્રુઆરીએ નામિબિયા સામે, 15 ફેબ્રુઆરીએ પાકિસ્તાન અને 18 ફેબ્રુઆરીએ નેધરલેન્ડ સામે રમશે. ભારત-પાકિસ્તાન મેચ કોલંબોમાં રમાશે. સુપર 8માં ભારતની મેચો અમદાવાદ, ચેન્નાઈ અને કોલકાતામાં રમાશે. જો ભારત સેમિ ફાઈનલમાં પહોંચશે તો તે મુંબઈમાં રમશે.

આ પણ વાંચો - અમદાવાદમાં ભારતનો વિજય, 3-1થી શ્રેણી જીતી

ટી 20 વર્લ્ડ કપ 2026 માટે ભારતીય ક્રિકેટ ટીમ

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), ઇશાન કિશન (વિકેટકીપર), રિંકુ સિંહ, અભિષેક શર્મા, તિલક વર્મા, અક્ષર પટેલ (વાઇસ કેપ્ટન), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, સંજુ સેમસન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા.

Advertisment

ભારતની મેચોનો કાર્યક્રમ

  • ભારત વિ અમેરિકા – 7 ફેબ્રુઆરી – વાનખેડે સ્ટેડિયમ (મુંબઈ).
  • ભારત વિ નામિબિયા – 12 ફેબ્રુઆરી – અરુણ જેટલી સ્ટેડિયમ (દિલ્હી)
  • ભારત વિ પાકિસ્તાન – 15 ફેબ્રુઆરી – આર. પ્રેમદાસા સ્ટેડિયમ (કોલંબો).
  • ભારત વિ નેધરલેન્ડ - 18 ફેબ્રુઆરી - નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (અમદાવાદ).

ન્યૂઝીલેન્ડ સામે શ્રેણી 11 જાન્યુઆરીથી શરુ થશે

ટી 20 વર્લ્ડ કપ 2026 માટે જાહેર કરાયેલી ટીમ જ ન્યૂઝીલેન્ડ સામેની ટી 20 શ્રેણીમાં પણ રમશે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 3 વન ડે અને 5 ટી 20 મેચ રમાશે. શ્રેણીનો પ્રારંભ 11 જાન્યુઆરીથી વન ડે શ્રેણીથી થશે. 21 જાન્યુઆરીથી ટી 20 શ્રેણીનો પ્રારંભ થશે.

ભારત વિ ન્યૂઝીલેન્ડ શ્રેણીનો કાર્યક્રમ

  • 11 જાન્યુઆરી: પ્રથમ વનડે, વડોદરા
  • 14 જાન્યુઆરી: બીજી વનડે, રાજકોટ
  • 18 જાન્યુઆરી: ત્રીજી વનડે, ઇન્દોર
  • 21 જાન્યુઆરી: પ્રથમ ટી20, નાગપુર
  • 23 જાન્યુઆરી: બીજી ટી20, રાયપુર
  • 25 જાન્યુઆરી: ત્રીજી ટી20, ગુવાહાટી
  • 28 જાન્યુઆરી: ચોથી ટી20, વિશાખાપટ્ટનમ
  • 31 જાન્યુઆરી: પાંચમી ટી20, તિરુવનંતપુરમ
ગૌતમ ગંભીર ભારત ક્રિકેટ ટીમ સૂર્યકુમાર યાદવ bcci ક્રિકેટ Team India સ્પોર્ટ્સ T20 વર્લ્ડ કપ