/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/Shubman-Gill-.jpg)
શુભમન ગિલ ટી 20માં રન બનાવવા સતત સંઘર્ષ કરી રહ્યો છે (તસવીર - શુભમન ગિલ ટ્વિટર)
T20 World Cup 2026 Team India Squad Announcement : ટી-20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની પસંદગી કરી દેવામાં આવી છે. અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ સાહસિક નિર્ણય લેતા શુભમન ગિલને ટીમમાંથી પડતો મૂક્યો છે. એશિયા કપ 2026માં વાઇસ કેપ્ટન તરીકે ભારતીય ટી-20 ટીમમાં વાપસી કરનાર શુભમન ગિલને 15 મેચમાં તક મળી હતી, પરંતુ તેનું પ્રદર્શન ખાસ રહ્યું ન હતું. ચીફ સિલેક્ટર અજીત અગરકરે કબૂલાત કરી હતી કે ગિલને ટીમમાંથી બાકાત રાખવાનું કારણ એ જ હતું કે, તેણે રન ફટકાર્યા નથી.
અગરકરે કહ્યું કે દેખીતી રીતે જ ગિલ રન બનાવી શક્યો ન હતો અને તેને ટીમમાં પસંદ કરવામાં આવ્યો ન હતો. અમારે વાઇસ કેપ્ટનની જરૂર હતી. અક્ષર આ પહેલા વાઇસ કેપ્ટન હતો જ્યારે શુભમન ટી-20 રમી રહ્યો ન હતો અને ટેસ્ટ ક્રિકેટથી ટી 20 ક્લેશ થઇ રહ્યા હતા.
શુભમન ગિલનું બહાર થવું દુર્ભાગ્યપૂર્ણ
અગરકરે કહ્યું કે જો કીપર ઉપર બેટિંગ કરવા જઇ રહ્યો છે તો અમારો વિચાર અન્ય કીપર રાખવાનો હતો, જે કોઈ સમસ્યાની સ્થિતિમાં કામમાં આવશે. અત્યારે જિતેશ હતો. તેણે કશું ખોટું કર્યું નથી. મારા મતે આપણે બધા જાણીએ છીએ કે શુભમન કેટલો સારો ખેલાડી છે. કદાચ તેણે અત્યારે થોડા ઓછા રન બનાવ્યા છે. બહાર થવું દુર્ભાગ્યપૂર્ણ છે, ગત વર્લ્ડ કપમાંથી પણ બહાર થઈ ગયો હતો કારણ કે તમે અલગ-અલગ કોમ્બિનેશન અજમાવ્યા હતા.
ટોપ ઓર્ડરમાં બે કીપર ઇચ્છતા હતા
અગરકરે કહ્યું કે ટોચના ક્રમમાં બે કીપર, તે જ રીતે અમે આગળ વધવા માંગીએ છીએ. દેખીતી રીતે જ ટીમ મેનેજમેન્ટ આખરે નક્કી કરશે કે તેઓ કયા પ્રકારના કોમ્બિનેશન સાથે રમશે. રિંકુ પાછો આવી ગયો છે. તેનાથી મિડલ ઓર્ડર અને લોઅર મિડલ ઓર્ડર સુધી થોડી વધુ ગહેરાઇ આપે છે. કોમ્બિનેશનને ધ્યાનમાં રાખીને જો તમે 15 ખેલાડીઓને પસંદ કરો છો, તો કોઈએ તો બહાર બેસવું પડશે. કમનસીબે આ ક્ષણે તે ગિલ છે.
આ પણ વાંચો - ટી 20 વર્લ્ડ કપ 2026 માટે ભારતીય ટીમની જાહેરાત
શુભમન ગિલ ક્વોલિટી ખેલાડી
અગરકરે કહ્યું કે તમારો અભિપ્રાય મારા અભિપ્રાય કરતાં જુદો હોઈ શકે છે. જ્યારે તમે ખેલાડીઓ પસંદ કરો છો ત્યારે કેટલીકવાર અન્યના મંતવ્યો માપવા માટે થોડું મુશ્કેલ હોય છે. અમને હજી પણ લાગે છે કે તે એક ક્વોલિટી ખેલાડી છે. ફોર્મમાં ઉતાર-ચઢાવ તો આવે છે. ટોચ પર કોણ બેટિંગ કરશે તે અંગે ગંભીર અને સૂર્યાના વિચારો શું છે? અભિષેકે છેલ્લા એક વર્ષમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ”
માત્ર 15 ખેલાડીઓની પસંદગી કરી શકાય છે
અગરકરે કહ્યું કે અમને લાગ્યું કે આ સમયે શીર્ષ ક્રમમાં એક કીપર હોવાથી બાકીની ટીમને વધુ મજબૂત બનાવશે. આ સાથે આપણે અલગ-અલગ કોમ્બિનેશન સાથે રમી શકીએ છીએ. જેમ મેં કહ્યું કે માત્ર 15 ખેલાડીઓની પસંદગી કરી શકાય છે. કોઈએ તો બહાર બેસવું પડે છે. તે એટલા માટે નથી કે તે સારો ખેલાડી નથી. આ તે કોમ્બિનેશન છે જે ટીમ મેનેજમેન્ટ જોઈ રહ્યું છે. સદનસીબે ભારતીય ક્રિકેટમાં અમારી પાસે ઘણા બધા વિકલ્પો છે.
બહુ મોટો મુદ્દો ન બનાવો
અગરકરે કહ્યું કે જ્યારે કોઈ બીજે ક્યાંક ટેસ્ટ રમી રહ્યું છે અને ટી-20 રમી રહ્યા નથી તેનો અર્થ એ નથી કે તે કોઇ અલગ કોમ્બિનેશન છે. ટીમ સાઉથ આફ્રિકા ગઈ ત્યારે સંજુએ બે સદી ફટકારી હતી અને તિલકે સદી ફટકારી હતી ત્યારે ટેસ્ટ ટીમનો કોઇ ખેલાડી ત્યાં ન હતો કારણ કે ટેસ્ટ ટીમ ઓસ્ટ્રેલિયામાં હતી. કેટલીકવાર એવા પડકારો આવે છે કે કેટલાક લોકો કોઈ ચોક્કસ ફોર્મેટમાં રમી શકતા નથી કારણ કે તેઓ બીજે ક્યાંક વ્યસ્ત હોય છે. તેથી તેને મોટો મુદ્દો ન બનાવો. ગઈકાલે સંજુએ ઓપનિંગ કરી હતી. અમારી પાસે બેકઅપ તરીકે બીજો કીપર છે જે ઓપનિંગ કરે છે. તે સ્પષ્ટપણે બતાવે છે કે આ વિશે શું વિચાર છે. અને તેથી જ ગિલને તક મળી નથી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us