/indian-express-gujarati/media/media_files/2026/01/21/abhishek-sharma-sixes-2026-01-21-21-36-13.jpg)
અભિષેક શર્મા ટી20 રેકોર્ડ Photograph: (BCCI/X)
abhishek sharma : ટી20 વર્લ્ડ કપ 2026માં ભારતનો સ્ટાર ઓપનર અભિષેક શર્મા ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે અને તે છેલ્લી 3 મેચમાં શૂન્ય પર આઉટ થયો છે. આ રીતે અભિષેકના આઉટ થવાને લઈને ક્રિકેટ જગતમાં ભારે ચર્ચા ચાલી રહી છે અને વિરોધી ટીમ અભિષેકની નબળાઈનો ફાયદો ઉઠાવી રહી છે અને તેમાં સફળતા પણ મેળવી રહી છે.
અભિષેકનું ખરાબ ફોર્મ ટીમ ઈન્ડિયા માટે સારું નથી કારણ કે લીગ મેચોમાં ભારતને પ્રમાણમાં નબળી ટીમોનો સામનો કરવો પડયો હતો, પણ હવે ટીમ ઈન્ડિયા સુપર 8માં છે જ્યાં તેણે વેસ્ટ ઇન્ડીઝ, સાઉથ આફ્રિકા અને ઝિમ્બાબ્વે સામે મેદાન પર ઉતરવું પડશે. સુપર 8માં એક પણ ભૂલ થવાથી ટીમને ભારે પડી શકે છે અને આ તબક્કે એક પણ હાર ટીમ ઈન્ડિયાના ચેમ્પિયન બનવાના માર્ગમાં અવરોધ લાવી શકે છે.
અભિષેક શર્માએ સૂર્યકુમાર યાદવ પાસેથી શીખવાની જરૂર છે
અભિષેક અહીંથી લયમાં કેવી રીતે આવી શકે છે તેમજ તે પોતાની ખામીઓને કેવી રીતે દૂર કરી શકે છે અને રન બનાવી શકે તે અંગે તમામ ક્રિકેટ નિષ્ણાતો અભિપ્રાય આપી રહ્યા છે. વીરેન્દ્ર સહેવાગ પણ આ યાદીમાં છે, જેણે ક્રિકબઝ પર વાત કરતી વખતે કહ્યું હતું કે તે વધુ રન કેવી રીતે બનાવી શકે છે.
સેહવાગે કહ્યું કે નેધરલેન્ડ સામે અભિષેક પણ શૂન્ય રને આઉટ થયો હતો, પણ જે બોલ પર તે આઉટ થયો હતો તે બોલ મારવા વાળો હતો. અભિષેકને કદાચ એવી અપેક્ષા ન હતી કે બોલ પડ્યા બાદ ખૂબ જ ઝડપથી આવશે અને તે ચૂકી ગયો હતો.
આ પણ વાંચો - ટી 20 વર્લ્ડ કપ 2026માં અભિષેક શર્માની 0 ની હેટ્રિક, આવો શરમજનક રેકોર્ડ બનાવ્યો
સેહવાગે વધુમાં કહ્યું કે હું પણ આ પરિસ્થિતિમાંથી પસાર થયો છું અને શરુઆતની કેટલીક મેચોમાં હું પણ શૂન્ય પર આઉટ થયો હતો, પણ વાપસી કરવી એટલું મુશ્કેલ નથી કારણ કે અહીં એક જ માનસિકતા એ છે કે હું નેટમાં સારો દેખાવ કરી રહ્યો છું, યોગ્ય શોટ ફટકારી રહ્યો છું, તો પછી હું શા માટે આઉટ થઈ રહ્યો છું. ત્યારબાદ શોટ સિલેક્શનની વાત આવે છે, કયા બોલ પર તમારે ચોગ્ગા-છગ્ગા ફટકારવાના છે. અભિષેક કદાચ એ જ ભૂલ કરી રહ્યો છે કે તે કયા બોલ પર શોટ ફટકારવો તે પસંદ કરી શકતો નથી. આ તેની છાપ પડી ગઈ છે કે તેઓ આવતાની સાથે જ શોટ ફટકારશે.
અભિષેક શર્માએ ઉતાવળ કરવાનું ટાળવું જોઈએ - સેહવાગ
સેહવાગે વધુમાં કહ્યું કે અભિષેક પાસેથી કેટલીક અપેક્ષાઓ છે કે તે આવતાની સાથે જ ભૂલ કરશે અને સિક્સર ફટકારશે. મને લાગે છે કે તેણે ઉતાવળ કરવાનું ટાળવું જોઈએ અને જો તેઓ બે ઓવર રમે તો કોઈ સમસ્યા નથી. જો તે 12 બોલ રમીને 0 રન બનાવશે તો તે આગામી 12 બોલમાં ઘણા રન બનાવશે કારણ કે તે 13-14 બોલમાં 50 રન બનાવે છે. તેને થોડો સમય આપો અને તેનાથી કોઈ ફરક પડતો નથી. સૂર્યકુમાર યાદવ પાસેથી શીખો છો કે જ્યારે તેનાથી રન બની રહ્યા ન હતા ત્યારે તેણે પણ આવું જ કર્યું અને તેના રન બનવા લાગ્યા હતા. સૂર્યકુમાર પહેલા 15-20 બોલ રમવાનો પ્રયાસ કરે છે અને ત્યાર બાદ હિટ કરવાનું શરૂ કરે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us