T20 World Cup Final 2024 Ind vs SA : ટી 20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મુકાબલો થશે. આ મેચ 29 જૂનને રવિવારના રોજ ભારતીય સમય પ્રમાણે રાત્રે 8.00 કલાકે બાર્બાડોસમાં રમાશે. ટી 20 વર્લ્ડ કપની શરૂઆત 2007માં થઇ હતી અને ત્યારથી લઇને અત્યાર સુધીમાં નવ સિઝન રમાઇ છે. જોકે કોઇ ટીમ અજેય રહીને ચેમ્પિયન બની નથી. આ વખતે આ રેકોર્ડ તુટશે.
આ વખતે ભારત કે દક્ષિણ આફ્રિકાની ટીમ હજુ સુધી એકપણ મેચ હારી નથી
2007થી 2022 સુધી વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનનારી ટીમ અભિયાન દરમિયાન કોઇના કોઇ મેચ જરૂર હારી છે. જોકે આ વખતે ભારતે કે દક્ષિણ આફ્રિકા જે પણ ચેમ્પિયન બનશે તે અજેય રહીને ચેમ્પિયન બનશે. કારણ કે ટી 20 વર્લ્ડ કપ 2024માં ભારત કે દક્ષિણ આફ્રિકાની ટીમ હજુ સુધી એકપણ મેચ હારી નથી.
બાર્બોડોસના મેદાનમાં ભારત 3 મેચ રમ્યું છે. જેમાં એક મેચમાં જીત મેળવી છે અને બે મેચમાં પરાજય થયો છે. જ્યારે દક્ષિણ આફ્રિકા 3 મેચ રમ્યું છે. જેમાં બે મેચમાં જીત મેળવી છે અને એક મેચમાં પરાજય થયો છે.
આ પણ વાંચો – ટી 20 વર્લ્ડ કપ 2024 ફાઇનલ, ભારત વિ. દક્ષિણ આફ્રિકા હેડ ટુ હેડ, કોનો છે દબદબો
ભારત – રોડ ટુ ફાઇનલ
- 5 જૂન – આયર્લેન્ડ સામે 8 વિકેટે વિજય
- 9 જૂન – પાકિસ્તાન સામે 6 રને વિજય
- 12 જૂન – યુએસએ સામે 7 વિકેટે વિજય
- 15 જૂન – કેનેડા સામે મેચ રદ
- 20 જૂન – અફઘાનિસ્તાન સામે 47 રને વિજય
- 22 જૂન – બાંગ્લાદેશ સામે 50 રને વિજય
- 24 જૂન – ઓસ્ટ્રેલિયા સામે 24 રને વિજય
- 27 જૂન – ઇંગ્લેન્ડ સામે 68 રને વિજય
દક્ષિણ આફ્રિકા – રોડ ટુ ફાઇનલ
- 3 જૂન – શ્રીલંકા સામે 6 વિકેટે વિજય
- 8 જૂન – નેધરલેન્ડ્સ સામે 4 વિકેટે વિજય
- 12 જૂન – બાંગ્લાદેશ સામે 4 રને વિજય
- 15 જૂન – નેપાળ સામે 1 રને વિજય
- 19 જૂન – યુએસએ સામે 18 રને વિજય
- 21 જૂન – ઇંગ્લેન્ડ સામે 7 રને વિજય
- 24 જૂન – વેસ્ટ ઇન્ડીઝ સામે 3 વિકેટે વિજય
- 27 જૂન – અફઘાનિસ્તાન સામે 9 વિકેટે વિજય





