T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની પસંદગીમાં પસંદગીકારોએ અત્યાર સુધીનો સૌથી સાહસિક નિર્ણય લીધો છે. શુભમન ગિલ જેવા ટેકનિકલી મજબૂત બેટ્સમેનને પડતો મૂકવો એ હિંમતભર્યું પગલું છે. રિંકુ સિંહને ટીમમાં સામેલ કરવો એ તેનાથી પણ મોટો માસ્ટરસ્ટ્રોક ગણાઈ રહ્યો છે. ટીમ ઇન્ડિયાએ આ વખતે રક્ષણાત્મક રમતને બદલે 'પ્યોર એગ્રેશન' એટલે કે સંપૂર્ણ આક્રમકતા પર દાવ લગાવ્યો છે.
એક એવું બેટિંગ લાઇનઅપ જેમાં કોઈ 'વિરામ' નથી
ભારતનું નવું બેટિંગ ઓર્ડર કોઈ લાંબી કવિતા જેવું છે જેમાં ક્યાંય અલ્પવિરામ કે પૂર્ણવિરામ નથી. ટીમમાં હવે એવા ખેલાડીઓ છે જે પહેલી જ ઓવરથી વિસ્ફોટક બેટિંગ કરી શકે છે. આ ટીમમાં કોઈ એવો 'ક્લાસિકલ' બેટ્સમેન નથી જે માત્ર ઇનિંગ્સને સંભાળવાનું કામ કરે, પરંતુ અહીં એવા રમતવીરો છે જે મેદાનમાં ઉતરતાની સાથે જ બોલરો પર તૂટી પડે છે. તે ફૂટબોલની એવી મિડફિલ્ડ જેવું છે જેમાં કોઈ ડિફેન્સિવ ખેલાડી જ નથી!
𝗧𝗶𝘁𝗹𝗲 𝗱𝗲𝗳𝗲𝗻𝘀𝗲 on their minds! 🏆
🎥 The 1⃣5⃣-member #TeamIndia squad that will aim to clinch another Men's #T20WorldCup, this time on home soil 🙌 🇮🇳#MenInBluepic.twitter.com/iLRv7lDbr2— BCCI (@BCCI) December 20, 2025
હાર્દિક પંડ્યા અને રિંકુ સિંહ: વિધ્વંસક જોડી
મેદાન પર જ્યારે હાર્દિક પંડ્યા અને રિંકુ સિંહ સાથે હોય ત્યારે બોલરોમાં ફાળ પડે તે સ્વાભાવિક છે. ગયા વર્ષે શ્રીલંકા સામે માત્ર 21 બોલમાં 36 રનની ભાગીદારી કરીને આ જોડીએ પોતાની તાકાતનો પરચો આપ્યો હતો.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/Hardik-Pandya-and-Rinku-Singh-T20-stats.jpg)
બંનેની બેટિંગ સ્ટાઇલ કેટલી અલગ?
- હાર્દિક પંડ્યા: હાર્દિક ઈજામાંથી પરત આવ્યા બાદ વધુ આક્રમક બન્યો છે. તેનો સ્ટ્રાઈક રેટ 180થી વધુ છે અને તે દરેક 8મા બોલે સિક્સ ફટકારે છે. હાર્દિકની નજર હંમેશા મેદાનની સીધી દિશામાં (ડાઉન ધ ગ્રાઉન્ડ) હોય છે.
- રિંકુ સિંહ: રિંકુ જોખમી શોર્ટ્સ રમવામાં માહિર છે. તે રિવર્સ સ્વીપ અને રેમ્પ શોર્ટ્સ રમીને બોલરને મુંઝવણમાં મૂકી દે છે. રિંકુનો સ્ટ્રાઈક રેટ 161.76 છે અને તે મેદાનના એક્સ્ટ્રા કવર વિસ્તારમાં વધુ આક્રમક રહે છે.
દરેક બોલનો જવાબ છે આ જોડી પાસે
વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેન આન્દ્રે રસેલે રિંકુના વખાણ કરતા કહ્યું હતું કે, "રિંકુ પાસે દરેક બોલનો જવાબ છે, પછી તે યોર્કર હોય કે સ્લો બોલ." બીજી તરફ, પોલાર્ડે હાર્દિક વિશે કહ્યું છે કે, "તે ગમે ત્યાંથી અને ગમે તેવા બોલ પર સિક્સ મારવાનો આત્મવિશ્વાસ ધરાવે છે."
આ પણ વાંચો | T20 વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયા ફુલ સ્ક્વોડ જાણો
હાર્દિક પંડ્યા મેદાન પર ગંભીર ચહેરા સાથે રમે છે, જ્યારે રિંકુ સિંહના ચહેરા પર હંમેશા સ્મિત હોય છે. પરંતુ આ બંનેની એક વાત સમાન છે, તે છે બોલરના ચહેરા પરથી સ્મિત છીનવી લેવાની ક્ષમતા.
આ પણ વાંચો | T20 વર્લ્ડ કપ માટે શુભમન ગિલ કેમ ન લેવાયો, અગરકરે શું કહ્યું? જાણો
શુભમન ગિલને બહાર રાખવાનો નિર્ણય કદાચ આકરો લાગે, પરંતુ જો હાર્દિક અને રિંકુની જોડી જામી ગઈ, તો ભારતને વર્લ્ડ કપ જીતતા કોઈ રોકી શકશે નહીં. હાર્દિક અને રિંકુની જોડી વર્લ્ડ કપમાં કેટલી કારગત નિવડશે એ કોમેન્ટ બોક્સમાં જણાવો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us