ઋષભ પંતની આઇસ પેક લગાવતી તસવીર વાયરલ, પ્રશંસકો મૂકાયા ચિંતામાં, કહ્યું... 'ગંભીર ઇજા ન હોય તો સારું'

મેચની પ્રેક્ટિસ દરમિયાન ઋષભ પંત ગોઠણના ભાગે બરફના ટુકડ઼ા બાંધતા નજર આવ્યો હતો. આ દરમિયાન તેની બાજુમાં મોહમ્મદ શમી બેઠો હતો. ઋષભ પંતની આ તસવીર થોડીક ક્ષણમાં જ સોશિયલ મીડિયા પર તીવ્ર ગતિએ વાયરલ થઇ રહ્યો છે. જેને લઇને લોકો અટકળો લગાવી રહ્યા છે.

મેચની પ્રેક્ટિસ દરમિયાન ઋષભ પંત ગોઠણના ભાગે બરફના ટુકડ઼ા બાંધતા નજર આવ્યો હતો. આ દરમિયાન તેની બાજુમાં મોહમ્મદ શમી બેઠો હતો. ઋષભ પંતની આ તસવીર થોડીક ક્ષણમાં જ સોશિયલ મીડિયા પર તીવ્ર ગતિએ વાયરલ થઇ રહ્યો છે. જેને લઇને લોકો અટકળો લગાવી રહ્યા છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update

Rishabh Pant And Mohmand sami Photo

ICC ટી20 વલર્ડ કપ 2022ના મેચની પ્રેક્ટિસમાં ભારતે ઓસ્ટ્રેલિયાને જીત મેળવવા માટે 187 રનનો લક્ષ્યાંક આપ્યો છે. આ મેચમાં ભારતની તરફથી વિકેટની જવાબદારી દિનેશ કાર્તિકને સોંપવામાં આવી છે. મેચની પ્રેક્ટિસમાં કાર્તિકના વિકેટકીપિંગ કરવાથી ઋષભ પંતને અમુકઅંશે નુકસાન થાય તેવી સંભાવના છે. કાર્તિકના વિકેટકીપિંગ કરવાથી લગભગ ઋષભ પંતના હાથમાંથી પાકિસ્તાન સામે મેચ રમવાનો મોકો છીનવાઇ તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે.

Advertisment

જોકે મેચની પ્રેક્ટિસ દરમિયાન ઋષભ પંત ગોઠણના ભાગે બરફના ટુકડ઼ા બાંધતા નજર આવ્યો હતો. આ દરમિયાન તેની બાજુમાં મોહમ્મદ શમી બેઠો હતો. ઋષભ પંતની આ તસવીર થોડીક ક્ષણમાં જ સોશિયલ મીડિયા પર તીવ્ર ગતિએ વાયરલ થઇ રહ્યો છે. જેને લઇને લોકો અટકળો લગાવી રહ્યા છે કે, શું ઋષભ પંતની તબિયત અને તેઓ અનફિટ હોવાને કારણે પ્રેક્ટિસ મેચમાં નથી રમ્યા?

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરમાં ઋષભ પંત તેના જમણા પગના ગોઠણના ભાગે હેવી સ્ટ્રેપિંગ અને આઇસ પેક લગાવતા જોવા મળે છે. આ તસવીરને જોતા તેના પ્રશંસકો તેમના માટે પ્રાર્થના કરી રહ્યા છે કે, ઋષભ પંતને ગંભીર ઇજા ન થઇ હોય. જોકે આ સંબંધિત ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ કે ટીમ મેનેજમેન્ટ દ્વારા હજુ સુધી કોઇ પણ પ્રકારનું નિવેદન સામે આવ્યું નથી.

ભારત અને ઓસ્ટ્રેલિયાના પ્રેક્ટિસ મેચ અંગે વાત કરીએ તો મેહમાન ટીમે આ મુકાબલો 6 રન કરી જીતે મેળવી લીધી છે. જ્યારે રોહિત શર્માએ ભારતે ઓસ્ટ્રેલિયાને જીત માટે 187 રન બનાવવાનો લક્ષ્યાંક આપ્યો છે. જોકે અરોન કિંચની નેતૃત્વવાળી ટીમ ઓસ્ટ્રેલિયાની ટીમ 20 ઓવરમાં 180 રન બનાવી સમેટાઇ ગઇ હતી. એટલે કે ઓસ્ટ્રેલિયા 180 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી.

Advertisment

ઋષભ પંતના પ્રેક્ટિસ મેચમાં ભાગ ન લેવાથી લોકોમાં કૂતુહલ સર્જાયું છે. કારણ કે ઓસ્ટ્રેલિયામાં તેણે જીતનો ડંકો વગાડી પ્રચલિત થયો હતો. ઋષભ પંતે 2020-2021માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ચટ સીરિઝમાં બ્રિસ્બેનના ગાબા મેદાન પર 89 રન બનાવી ટીમ ઇંડિયાને જીત અપાવી હતી. ટીમ ઇન્ડિયાએ 2-1થી ટેસ્ટ સીરિઝ પોતાના નામે કરી લીધી હતી. આ મેચ બાદ ઋષભ પંતને બિગ મેચ વિનર તરીકે બોલાવવામાં આવતા છે. જોકે તેઓ તેમની એ ફોર્મને વનડે અને ટી20માં જાળવી શક્યા ન હતો.

ઋષભ પંતને વર્ષ 2022માં 21 ટી20 આંતરરાષ્ટ્રીયમાં મેચોમાં 26ની એવરેજ અને 136.84ની સ્ટ્રાઇક રેટના સહારે 338 રન બનાવ્યા હતાં. આ દરમિયાન તેમના બેટથી માત્ર અડધી સદી જ ફટકારાઇ હતી. ઋષભ પંતે આ વર્ષે 9 એકદિવસીય આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. જેમાં તેને 44.42ની એવરેજથી 311 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે વનડેમાં પોતાનો સર્વોચ્ચ સ્કોર (અણનમ 125) પણ બનાવ્યો હતો.

સ્પોર્ટ્સ T20 વર્લ્ડ કપ