/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/mongolia-bowled-out-for-10-.jpg)
T20i Lowest Score : મંગોલિયાની ટીમ 10 રનમાં ઓલઆઉટ થતા ટી 20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી લોએસ્ટ સ્કોર નોંધાવ્યો (સ્ક્રીનગ્રેબ)
T20i Lowest Score : મંગોલિયાની ટીમ 10 રનમાં ઓલઆઉટ થતા ટી 20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી લોએસ્ટ સ્કોરના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. બંગીમાં રમાયેલા ટી-20 વર્લ્ડ કપ એશિયા ક્વોલિફાયર-એમાં સિંગાપોર સામે 10 મંગોલિયાની ટીમ 20 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. તેણે ગયા વર્ષે સ્પેન સામે આઇલ ઓફ મેને નોંધાવેલા સૌથી ઓછા સ્કોરની બરાબરી કરી છે.
સિંગાપોરે માત્ર પાંચ બોલમાં 11 રનનો લક્ષ્યાંક મેળવી લીધો હતો. સિંગાપોરે ટૂર્નામેન્ટમાં બીજી જીત નોંધાવી હતી. મંગોલિયા તેની ચારેય મેચ હારી ચૂક્યું છે અને તે ટેબલમાં સૌથી નીચેના સ્થાને છે.
હર્ષ ભારદ્વાજે 3 રનમાં 6 વિકેટ ઝડપી
સિંગાપોર માટે હર્ષ ભારદ્વાજે 4 ઓવરમાં 3 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. મેન્સ ટી-20 ઈન્ટરનેશનલમાં આ બીજું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. 17 વર્ષીય લેગ સ્પિનરે શરુઆતની ઓવરમાં જ બે વિકેટ ઝડપી હતી. તેણે પાવરપ્લેમાં મંગોલિયાની છમાંથી પાંચ વિકેટ ઝડપી હતી.
મંગોલિયાના પાંચ બેટ્સમેનો ખાતુ ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયા હતા. હાઇએસ્ટ સ્કોર 2 રન હતો. આ પછી હવે તેના નામે મેન્સ ટી-20 ઈન્ટરનેશનલમાં સૌથી ઓછા ચારમાંથી ત્રણ સ્કોર છે, જે તમામ 2024માં આવ્યા છે.
આ પણ વાંચો - ભારત વિ બાંગ્લાદેશ ટેસ્ટ શ્રેણી : ક્યારે થશે ભારતીય ટીમની જાહેરાત
મંગોલિયાએ દસ ઓવરમાં 10 રન બનાવ્યા
મંગોલિયાએ દસ ઓવર સુધી બેટિંગ કરી હતી અને ત્રણ મેડન ઓવર રમી હતી. ચોથી અને છેલ્લી વિકેટ માટે તેમની ભાગીદારી 11 બોલ સુધી ચાલી હતી. આ બંને આ મેચની સૌથી લાંબી ભાગીદારી હતી. લક્ષ્યનો પીછો કરવા ઉતરતા રાઉલ શર્માએ પહેલા બોલનો સામનો કરતા છગ્ગો ફટકાર્યો હતો. વિલિયમ સિમ્પસને પ્રથમ ઓવરના પાંચમાં બોલ પર ચોગ્ગો ફટકારીને સિંગાપોરની જીત સુનિશ્ચિત કરી હતી.
ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં લોએસ્ટ સ્કોર
| ટીમ | સ્કોર | ઓવર | રન રેટ | ઇનિંગ્સ | હરિફ | ગ્રાઉન્ડ | તારીખ |
| મંગોલિયા | 10 | 10 | 1 | 1 | સિંગાપુર | બંગી | 5 સપ્ટેમ્બર, 2024 |
| આઇલ ઓફ મેન | 10 | 8.4 | 1.15 | 1 | સ્પેન | કાર્ટાજેના | 26 ફેબ્રુઆરી 2023 |
| મંગોલિયા | 12 | 8.2 | 1.44 | 2 | જાપાન | સાનો | 8 મે, 2024 |
| મંગોલિયા | 17 | 14.2 | 1.18 | 1 | હોંગકોંગ | કુઆલાલમ્પુર | 31 ઓગસ્ટ, 2024 |
| તુર્કી | 21 | 8.3 | 2.47 | 2 | ચેક રિપબ્લિક | ઈલ્ફોવ કાઉન્ટી | 30 ઓગસ્ટ, 2019 |
| ચીન | 23 | 11.2 | 2.02 | 1 | મલેશિયા | કુઆલાલમ્પુર | 26 જુલાઈ, 2023 |
| રવાન્ડા | 24 | 6.1 | 3.89 | 1 | નાઇજિરીયા | લાગોસ | 14 ઓક્ટોબર, 2023 |
| મંગોલિયા | 26 | 15.2 | 1.69 | 1 | જાપાન | સાનો | 9 મે, 2024 |


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us