ICC New PowerPlay Overs Rules : આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે ટી-20માં પાવરપ્લેના નવા નિયમોની જાહેરાત કરી હતી. આ નિયમ વરસાદ થવા પર કે અન્ય કોઈ કારણોસર ઓવરો ઓછી કરાશે ત્યારે લાગુ પડશે. જ્યારે ઓવર કટ થશે ત્યારે પાવરપ્લેનો સમયગાળો ઓવરને બદલે બોલ પ્રમાણે નક્કી કરવામાં આવશે. હાલના નિયમ અનુસાર 20 ઓવરની ઈનિંગમાં શરુઆતની 6 ઓવર પાવરપ્લેની હોય છે. મેચ નાની થવા પર કેટલાક કિસ્સાઓમાં પાવરપ્લે ઓવર સુધી રાઉન્ડ ઓફ કરવાથી ઘણી વખત મોટો ફરક પડે છે.
જુલાઈ 2025થી લાગુ થતા નવા નિયમો અનુસાર 8 ઓવરની મેચમાં હવે 2.2 ઓવરનો પાવરપ્લે હશે. એટલે કે 14 બોલ માટે 30 યાર્ડની બહાર 2 ફિલ્ડર હશે. 9 ઓવરની મેચમાં 2.4 ઓવરનો પાવરપ્લે હશે. તેનાથી આ ગુણોત્તર 30 ટકાની નજીક રહે છે. એ જ રીતે પાંચ ઓવરની ઇનિંગ્સમાં 1.3 ઓવર પાવરપ્લેની રહેશે.
10 ઓવરની ઇનિંગ્સમાં ત્રણ ઓવરનો પાવરપ્લે
આઇસીસીની વેબસાઇટ પર આપવામાં આવેલા ટેબલ અનુસાર છ ઓવરની મેચમાં 1.5 ઓવર પાવરપ્લેની, 7 ઓવરની મેચમાં 2.1 ઓવર પાવરપ્લેની રહેશે. 10 ઓવરની ઈનિંગમાં ત્રણ ઓવર પાવરપ્લેની રહેશે. 11 ઓવરની ઈનિંગમાં 3.2 ઓવર પાવરપ્લેની રહેશે, જ્યારે 12 ઓવરની ઈનિંગમાં 3.4 ઓવર પાવરપ્લેની રહેશે.
આ પણ વાંચો – ટેસ્ટમાં સ્લો ઓવર રેટ પર 5 રનની પેનલ્ટી, થૂંક લગાવવા પર પર નહીં બદલાય બોલ પણ કિંમત ચુકવવી પડશે
16 ઓવરની ઇનિંગ્સ માટે 4.5 ઓવરનો પાવરપ્લે
આઇસીસીના મતે 13 ઓવરની ઇનિંગ્સ માટે 3.5 ઓવરનો પાવરપ્લે, 14 ઓવરની ઇનિંગ્સ માટે 4.1 ઓવરનો પાવરપ્લે, 15 ઓવરની ઇનિંગ્સ માટે 4.3 ઓવરનો પાવરપ્લે અને 16 ઓવરની ઇનિંગ્સ માટે 4.5 ઓવરનો પાવરપ્લે હશે.