T20 World Cup 2024 Schedule: ટી 20 વર્લ્ડ કપ 2024 શેડ્યૂલ, ભારત-પાકિસ્તાન મેચ આ દિવસે રમાશે

T20 World Cup 2024 Schedule : ટી-20 વર્લ્ડ કપ 2024 1 જૂનથી શરૂ થશે અને 29 જૂને ફાઇનલ મેચ રમાશે. આ વર્લ્ડ કપમાં કુલ 20 ટીમો ભાગ લેશે, અમેરિકા અને વેસ્ટ ઇન્ડીઝની સંયુક્ત યજમાનીમાં ટૂર્નામેન્ટ રમાશે

Written by Ashish Goyal
Updated : May 15, 2024 13:27 IST
T20 World Cup 2024 Schedule: ટી 20 વર્લ્ડ કપ 2024 શેડ્યૂલ, ભારત-પાકિસ્તાન મેચ આ દિવસે રમાશે
ટી 20 વર્લ્ડ કપનો કાર્યક્રમ જાહેર (File)

T20 World Cup 2024 Schedule : T20 વર્લ્ડ કપ 2024 આ વર્ષે વેસ્ટ ઈન્ડીઝ અને અમેરિકામાં સંયુક્ત રીતે આયોજિત કરવામાં આવશે. જુન 2024 માં રમાનાર ટી 20 વર્લ્ડ કપ 2024 આ સિઝનમાં કુલ 20 ટીમો ભાગ લઈ રહી છે. શુક્રવારે તેની લીગ મેચોના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. આ વર્લ્ડ કપમાં 20 ટીમોને 4 ગ્રુપમાં વહેંચવામાં આવી છે અને દરેક ગ્રુપમાં 5-5 ટીમો છે.

આ જૂથોમાં, લીગ મેચો પછી ટોચની બે ટીમો સુપર 8માં પહોંચશે અને પછી આમાંથી ચાર ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે, જ્યારે આગામી બે ટીમો ફાઇનલમાં પહોંચશે. આ વર્લ્ડ કપ 1 જૂનથી શરૂ થશે અને પ્રથમ મેચ યજમાન યુએસએ અને કેનેડા વચ્ચે રમાશે. આ સિઝનની સેમિફાઇનલ મેચ 26 અને 27 જૂને રમાશે જ્યારે ફાઇનલ મેચ 29 જૂને બાર્બાડોસમાં રમાશે. આ વર્લ્ડ કપમાં ભારતની તમામ મેચો ભારતીય સમય અનુસાર રાત્રે 8.30 વાગ્યાથી રમાશે.

ભારત-પાકિસ્તાન વચ્ચે 9 જૂને મેચ

T20 વર્લ્ડ કપ 2024માં ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપ એટલે કે ગ્રુપ Aમાં રાખવામાં આવ્યા છે. ભારત અને પાકિસ્તાન ઉપરાંત ગ્રુપ Aમાં આયર્લેન્ડ, કેનેડા અને યજમાન યુએસની ટીમો સામેલ છે. ટી-20 વર્લ્ડ કપની નવમી સિઝનમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 9 જૂને ન્યૂયોર્કમાં મેચ રમાશે. ગ્રુપ બીમાં ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, નામિબિયા, સ્કોટલેન્ડ અને ઓમાનની ટીમ છે. ગ્રુપ સીમાં ન્યૂઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડીઝ, અફઘાનિસ્તાન, યુગાન્ડા અને પાપુઆ ન્યુ ગીનીની ટીમો છે. જ્યારે ગ્રુપ ડીમાં દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેધરલેન્ડ અને નેપાળને રાખવામાં આવ્યા છે.

T20 World Cup 2024 India Squad – ટી 20 વર્લ્ડ કપ ટીમ ઇન્ડિયા

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની અમદાવાદ ખાતે મળેલી બેઠકના અંતે ટી 20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમ જાહેર કરવામાં આવી છે. પસંદ કરાયેલ ટીમ ખેલાડી આ મુજબ છે. રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ કેપ્ટન), વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, ઋષભ પંત (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.

ટી-20 વર્લ્ડ કપ 2024માં ભારતનો કાર્યક્રમ

5 જૂન – ભારત વિ આયર્લેન્ડ – ન્યૂયોર્ક 9 જૂન- ભારત વિ પાકિસ્તાન – ન્યૂયોર્ક 12 જૂન- ભારત વિ યુએસએ – ન્યૂયોર્ક 15 જૂન- ભારત વિ કેનેડા – ફ્લોરિડા

આ પણ વાંચો – ભારત વિ દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટ ઇતિહાસમાં સૌથી ટુંકી ટેસ્ટ મેચ બની, 642 બોલમાં થઇ ગઇ ખતમ

T20 વર્લ્ડ કપ 2024ની સેમિ-ફાઇનલ અને ફાઇનલ મેચ

પ્રથમ સેમિ-ફાઇનલ – 26 જૂન, ગુયાનાબીજી સેમિ-ફાઇનલ – 27 જૂન, ત્રિનિદાદફાઇનલ મેચ – 29 જૂન, બાર્બાડોસ

T20 વર્લ્ડ કપ 2024 કાર્યક્રમ

  • શનિવાર, જૂન 1, 2024 – યુએસએ વિ કેનેડા, ડલ્લાસ
  • રવિવાર, જૂન 2, 2024 – વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પાપુઆ ન્યુ ગિની, ગયાના
  • રવિવાર, જૂન 2, 2024 – નામિબિયા વિ ઓમાન, બાર્બાડોસ
  • સોમવાર, 3 જૂન, 2024 – શ્રીલંકા વિ દક્ષિણ આફ્રિકા, ન્યૂ યોર્ક
  • સોમવાર, 3 જૂન, 2024 – અફઘાનિસ્તાન વિ યુગાન્ડા, ગયાના
  • મંગળવાર, જૂન 4, 2024 – ઈંગ્લેન્ડ વિ સ્કોટલેન્ડ, બાર્બાડોસ
  • મંગળવાર, 4 જૂન, 2024 – નેધરલેન્ડ વિ નેપાળ, ડલ્લાસ
  • બુધવાર, 5 જૂન, 2024 – ભારત વિ આયર્લેન્ડ, ન્યૂયોર્ક
  • બુધવાર, 5 જૂન, 2024 – પાપુઆ ન્યુ ગિની વિ યુગાન્ડા, ગયાના
  • બુધવાર, 5 જૂન, 2024 – ઓસ્ટ્રેલિયા વિ ઓમાન, બાર્બાડોસ
  • ગુરુ, 6 જૂન, 2024 – યુએસએ વિ પાકિસ્તાન, ડલ્લાસ
  • ગુરુ, 6 જૂન, 2024 – નામિબિયા વિ સ્કોટલેન્ડ, બાર્બાડોસ
  • શુક્ર, 7 જૂન, 2024 – કેનેડા વિ આયર્લેન્ડ, ન્યૂ યોર્ક
  • શુક્ર, 7 જૂન, 2024 – ન્યુઝીલેન્ડ વિ અફઘાનિસ્તાન, ગયાના
  • શુક્ર, 7 જૂન, 2024 – શ્રીલંકા વિ. બાંગ્લાદેશ, ડલ્લાસ
  • શનિવાર, 8 જૂન, 2024 – નેધરલેન્ડ વિ દક્ષિણ આફ્રિકા, ન્યુ યોર્ક
  • શનિવાર, 8 જૂન, 2024 – ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ઈંગ્લેન્ડ, બાર્બાડોસ
  • શનિવાર, 8 જૂન, 2024 – વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ યુગાન્ડા, ગયાના
  • રવિવાર, 9 જૂન, 2024 – ભારત વિ પાકિસ્તાન, ન્યૂયોર્ક
  • રવિવાર, 9 જૂન, 2024 – ઓમાન વિ સ્કોટલેન્ડ, એન્ટિગુઆ
  • સોમવાર, 10 જૂન, 2024 – દક્ષિણ આફ્રિકા વિ બાંગ્લાદેશ, ન્યૂ યોર્ક
  • મંગળવાર, 11 જૂન, 2024 – પાકિસ્તાન વિ કેનેડા, ન્યૂયોર્ક
  • મંગળવાર, 11 જૂન, 2024 – શ્રીલંકા વિ નેપાળ, ફ્લોરિડા
  • મંગળવાર, જૂન 11, 2024 – ઓસ્ટ્રેલિયા વિ નામિબિયા, એન્ટિગુઆ
  • બુધવાર, 12 જૂન, 2024 – યુએસએ વિ ભારત, ન્યૂયોર્ક
  • બુધવાર, 12 જૂન, 2024 – વેસ્ટ ઈન્ડિઝ વિ ન્યુઝીલેન્ડ, ત્રિનિદાદ
  • ગુરુવાર, 13 જૂન, 2024 – ઈંગ્લેન્ડ વિ ઓમાન, એન્ટિગુઆ
  • ગુરુવાર, 13 જૂન, 2024 – બાંગ્લાદેશ વિ નેધરલેન્ડ, સેન્ટ વિન્સેન્ટ
  • ગુરુવાર, 13 જૂન, 2024 – અફઘાનિસ્તાન વિ પાપુઆ ન્યુ ગિની, ત્રિનિદાદ
  • શુક્રવાર, જૂન 14, 2024 – યુએસએ વિ આયર્લેન્ડ, ફ્લોરિડા
  • શુક્રવાર, 14 જૂન, 2024 – દક્ષિણ આફ્રિકા વિ નેપાળ, સેન્ટ વિન્સેન્ટ
  • શુક્રવાર, જૂન 14, 2024 – ન્યુઝીલેન્ડ વિ યુગાન્ડા, ત્રિનિદાદ
  • શનિવાર, 15 જૂન, 2024 – ભારત વિ કેનેડા, ફ્લોરિડા
  • શનિવાર, 15 જૂન, 2024 – નામિબિયા વિરુદ્ધ ઈંગ્લેન્ડ, એન્ટિગુઆ
  • શનિવાર, 15 જૂન, 2024 – ઓસ્ટ્રેલિયા વિ સ્કોટલેન્ડ, સેન્ટ લુસિયા
  • રવિવાર, 16 જૂન, 2024 – પાકિસ્તાન વિ આયર્લેન્ડ, ફ્લોરિડા
  • રવિવાર, 16 જૂન, 2024 – બાંગ્લાદેશ વિ નેપાળ, સેન્ટ વિન્સેન્ટ
  • રવિવાર, 16 જૂન, 2024 – શ્રીલંકા વિ નેધરલેન્ડ, સેન્ટ લુસિયા
  • સોમવાર, 17 જૂન, 2024 – ન્યુઝીલેન્ડ વિ પાપુઆ ન્યુ ગિની, ત્રિનિદાદ
  • સોમવાર, 17 જૂન, 2024 – વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ અફઘાનિસ્તાન, સેન્ટ લુસિયા

  • T20 વર્લ્ડ કપ 2024 સુપર લીગ મેચ કાર્યક્રમ
  • બુધવાર, જૂન 19, 2024 – A2 vs D1, એન્ટિગુઆ
  • બુધવાર, જૂન 19, 2024 – B1 વિ C2, સેન્ટ લુસિયા
  • ગુરુવાર, 20 જૂન, 2024 – C1 vs A1, બાર્બાડોસ
  • ગુરુવાર, 20 જૂન, 2024 – B2 vs D2, એન્ટિગુઆ
  • શુક્રવાર, જૂન 21, 2024 – B1 vs D1, સેન્ટ લુસિયા
  • શુક્રવાર, જૂન 21, 2024 – A2 vs C2, બાર્બાડોસ
  • શનિવાર, જૂન 22, 2024 – A1 vs D2, એન્ટિગુઆ
  • શનિવાર, જૂન 22, 2024 – C1 વિ B2, સેન્ટ વિન્સેન્ટ
  • રવિવાર, જૂન 23, 2024 – A2 vs B1, બાર્બાડોસ
  • રવિવાર, જૂન 23, 2024 – C2 vs D1, એન્ટિગુઆ
  • સોમવાર, 24 જૂન, 2024 – B2 વિ A1, સેન્ટ લુસિયા
  • સોમવાર, 24 જૂન, 2024 – C1 વિ D2, સેન્ટ વિન્સેન્ટ

  • ટી 20 વર્લ્ડ કપ ફાઇનલ 29 જૂને રમાશે
  • બુધવાર, 26 જૂન 2024 – સેમિ-ફાઇનલ 1, ગયાના
  • ગુરુવાર, 27 જૂન 2024 – સેમિ-ફાઇનલ 2, ત્રિનિદાદ
  • શનિવાર, 29 જૂન 2024 – ફાઇનલ, બાર્બાડોસ

T20 World Cup 2024 Schedule
1 જૂનથી ટી-20 વર્લ્ડ કપ 2014ની શરૂઆત થશે.

કઇ ટીમ કયા ગ્રુપમાં

ગ્રુપ એ – ભારત, પાકિસ્તાન, આયર્લેન્ડ, કેનેડા, યુએસએ.

ગ્રુપ બી – ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, નામિબિયા, સ્કોટલેન્ડ, ઓમાન.

ગ્રુપ સી – ન્યૂઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડીઝ, અફઘાનિસ્તાન, યુગાન્ડા, પાપુઆ ન્યુ ગીની.

ગ્રુપ ડી – દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેધરલેન્ડ, નેપાળ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ