સુરતની મોડલ તાન્યા સિંહ આત્મહત્યા કેસ, ક્રિકેટર અભિષેક શર્માને ગુજરાત પોલીસે સમન્સ પાઠવ્યું

સુરતની મોડલ તાન્યા સિંહે મંગળવારે આત્મહત્યા કરી હતી. તાન્યા સિંહ આઈપીએલમાં હૈદરાબાદ તરફથી રમનારા અભિષેક શર્માના સંપર્કમાં હતી

Written by Ashish Goyal
February 21, 2024 16:39 IST
સુરતની મોડલ તાન્યા સિંહ આત્મહત્યા કેસ, ક્રિકેટર અભિષેક શર્માને ગુજરાત પોલીસે સમન્સ પાઠવ્યું
ક્રિકેટર અભિષેક શર્માને ગુજરાત પોલીસ તરફથી સમન્સ મળ્યું છે (તસવીર સોર્સ - @abhisheksharma_4)

tanya singh suicide case : આઇપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ ફ્રેન્ચાઈઝી તરફથી રમતાં ઓલરાઉન્ડર અભિષેક શર્માને ગુજરાત પોલીસ તરફથી સમન્સ મળ્યું છે. સુરતની મોડલ તાન્યા સિંહ આત્મહત્યા કેસમાં તેનું નામ સામે આવ્યું છે. 28 વર્ષીય તાન્યા સિંહ મંગળવારે સુરતના વેસુ રોડ પર આવેલા હેપ્પી એલિગેંસ એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવી હતી. પોલીસે આ કેસની પ્રાથમિક તપાસ શરૂ કરી છે અને અભિષેક શર્માને સમન્સ પાઠવ્યું છે. પોલીસે તેને પૂછપરછ માટે બોલાવ્યો છે.

શું તાન્યાનું અભિષેક સાથે કોઈ કનેક્શન છે?

જણાવવામાં આવી રહ્યું છે કે તાન્યા સિંહ આઈપીએલમાં હૈદરાબાદ તરફથી રમનારા અભિષેક શર્માના સંપર્કમાં હતી. પ્રારંભિક પુરાવા એકઠા કર્યા બાદ પોલીસે અભિષેક શર્માને પૂછપરછ માટે બોલાવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે તાન્યાએ અભિષેકને છેલ્લો કોલ કર્યો હતો. આ દરમિયાન અભિષેકની તાન્યાની સાથેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. પોલીસને પ્રાથમિક તપાસમાં શંકા છે કે આ કેસ પ્રેમ પ્રકરણ સાથે જોડાયેલો છે.

એક વર્ષથી તાન્યા અને અભિષેક વચ્ચે મિત્રતા હતી

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર પોલીસને શંકા છે કે તાન્યા સિંહની અભિષેક શર્મા સાથે દોસ્તી હતી. અભિષેક આઇપીએલની સાથે સાથે રણજી ટ્રોફીમાં પણ રમી ચૂક્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તાન્યા સિંહ લગભગ એક વર્ષ પહેલા અભિષેક શર્માના સંપર્કમાં આવી હતી અને ત્યારથી તે બંને મિત્રો હતા. તાન્યા અને અભિષેકની ઉંમરમાં 5 વર્ષનો તફાવત છે.

આ પણ વાંચો – વિરાટ કોહલી બીજી વખત પિતા બન્યો, અનુષ્કા શર્માએ પુત્રને જન્મ આપ્યો, અકાય નામ રાખ્યું

આ કેસ અંગે એક ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે અમને ખબર પડી છે કે તાન્યાની એક યુવક સાથે મિત્રતા હતી. જરૂર પડશે તો તપાસ આગળ વધારીશું અને તે યુવકને નિવેદન માટે બોલાવીશું.

અભિષેક શર્માની ક્રિકેટ કારકિર્દી

ઓલરાઉન્ડર અભિષેક શર્મા હાલ આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે જોડાયેલા છે. તેણે આઈપીએલમાં 47 મેચમાં 137.38ના સ્ટ્રાઈક રેટથી 893 રન બનાવ્યા છે. તેનો સર્વોચ્ચ સ્કોર 75 રન છે. IPLમાં અત્યાર સુધીમાં તેણે 4 અડધી સદી ફટકારી છે અને 9 વિકેટ ઝડપી છે. અભિષેકને 2022ની આઈપીએલ હરાજીમાં સનરાઈઝર્સ હૈદરાબાદે ખરીદ્યો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ