Indian Womens Cricket Team : ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ 2025 જીતીને ઈતિહાસ રચ્યો છે. આ જ કારણ છે કે દરેક વ્યક્તિ ભારતની દીકરીઓને અભિનંદન આપી રહી છે. સરકાર, બીસીસીઆઈ અને અલગ-અલગ રાજ્યોમાં આ વિશ્વવિજેતા ટીમના ખેલાડીઓને પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી રહી છે. આ યાદીમાં ટાટા મોટર્સે પણ આ ટીમની દરેક ખેલાડી માટે મોટી ભેટની જાહેરાત કરી છે.
ટાટા મોટર્સ તરફથી ટાટા સિએરા કાર ભેટ આપવામાં આવશે
ટાટા મોટર્સ તરફથી પોતાના એક એક્સ હેન્ડલ પર પોસ્ટ કરતા અ વાતની જાણકારી આપવામાં આવી છે કે વર્લ્ડ કપ 2025 જીતનારી ભારતીય મહિલા ક્રિકેટ ટીમની દરેક ખેલાડીને કંપની દ્વારા લોન્ચ કરવા માટે નવી ટાટા સિએરા કાર આપવામાં આવશે. X પર તેની જાહેરાત કરતા કંપનીએ કેપ્શનમાં લખ્યુંકે લિજેન્ડ મીટ્સ લિજેન્ડ્સ”!!
તમને જણાવી દઈએ કે આ કારનું લોન્ચિંગ 25 નવેમ્બરે થવાનું છે. આ કારના પેટ્રોલ અને સીએનજી વર્ઝનની એક્સ-શોરૂમ કિંમત લગભગ 11 થી 20 લાખ રૂપિયા હશે. જ્યારે ઇવીની કિંમત 20 થી 25 લાખ રૂપિયા છે.
બીસીસીઆઈએ 51 કરોડનું ઈનામ આપ્યું
અગાઉ ભારતીય મહિલા ક્રિકેટ ટીમને બીસીસીઆઇએ પણ રુપિયા 51 કરોડની અલગથી ઈનામી રકમ આપી છે. સાથે જ ચેમ્પિયન બન્યા બાદ ભારતીય ટીમને આઇસીસી તરફથી 4.48 મિલિયન ડોલર (રુપિયા 39.77 કરોડ)ની ઈનામી રકમ મળી હતી. પુરસ્કારની રકમ પુરુષોના વર્લ્ડ કપ વિજેતા કરતાં વધુ હતી.
આ પણ વાંચો – ટાટા સિએરા ભારતમાં આ દિવસે લોન્ચ થશે, જાણો શું હોઇ છે સંભવિત કિંમત અને ફિચર્સ
આટલું જ નહીં વર્લ્ડકપમાં રમી રહેલી દરેક ટીમને અલગ-અલગ 2.5 લાખ ડોલર (રુપિયા 2.20 કરોડ) પણ આપવામાં આવ્યા હતા. એક મેચ જીતવા પર 30 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું હતું. સાથે અલગ-અલગ રાજ્ય સરકારો દ્વારા પણ ઇનામની રકમની જાહેરાત કરવામાં આવી રહી છે.





