WPL Auction 2026: મહિલા પ્રીમિયર લીગ 2026 હરાજી 73 ખેલાડી પર લાગશે બોલી

WPL 2026 Auction : ટાટા વિમેન્સ પ્રીમિયર લીગ 2026 હરાજી જિયો હોટસ્ટાર પર લાઇવ જોઇ શકશો. આજે બપોરે 3-30 કલાકે હરાજી થશે જેમાં 73 મહિલા ખેલાડીઓ પર બોલી લાગશે. કયા ખેલાડીને કઇ ટીમ ખરીદે છે એ જોવા અહીં જોડાયેલા રહો.

Written by Ankit Patel
Updated : November 27, 2025 15:13 IST
WPL Auction 2026: મહિલા પ્રીમિયર લીગ 2026 હરાજી 73 ખેલાડી પર લાગશે બોલી
ટાટા મહિલા પ્રીમિયર લીગ હરાજી - photo- jansatta

ટાટા વિમેન્સ પ્રીમિયર લીગ, ડબલ્યુપીએલ 2026 મેગા ઓક્શનમાં વેચાયેલા ન વેચાયેલા ખેલાડીઓ લાઇવ અપડેટ્સ: વિમેન્સ પ્રીમિયર લીગ 2026 માટે મેગા હરાજી નવી દિલ્હીમાં યોજાઈ રહી છે. કુલ 73 ખેલાડીઓ પર આજે બપોરે બોલી લાગશે. તેનું સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલ પર જીવંત પ્રસારણ કરાશે. તે જ સમયે, જિયો હોટસ્ટાર પર લાઇવ સ્ટ્રીમિંગ કરાશે.

વિમેન્સ પ્રીમિયર લીગ Auction 2026 LIVE: વિમેન્સ પ્રીમિયર લીગ 2026 માટેની તમામ ટીમોએ તેમની રીટેન્શન સૂચી જાહેર કરી હતી. હવે પાંચેય ટીમોને તેમની ટીમો પુરી કરવાની તક છે. ડબલ્યુપીએલની આગામી સિઝનની હરાજી તારીખ 27મી નવેમ્બરને ગુરુવારે આજે નવી દિલ્હી ખાતે યોજાશે.દરેક ટીમે ઓછામાં ઓછા 15 અને ટીમમાં વધુમાં વધુ 18 ખેલાડીઓ પૂરા કરવા પડશે.

મેગા હરાજી માટે, યુપી વોરિયર્સની ટીમ સૌથી વધુ પર્સ સાથે ઉતરશે. કારણ કે તેની પાસે સૌથી વધુ 17 ખાલી સ્લોટ છે. તે જ સમયે, ગુજરાત જાયન્ટ્સ પણ તેમના 16 ખાલી સ્લોટ ભરવા માટે ઉતરશે. આ ઉપરાંત બધાની નજર ભારતના વર્લ્ડ કપ વિજેતા ખેલાડીઓ પર પણ રહેશે.

તેમાં દીપ્તિ શર્મા, સ્નેહ રાણા જેવા મોટા નામો સામેલ થશે. આ જ વિદેશી ખેલાડીઓમાં લૌરા વોલ્વાર્ડ, એલિસા હીલી જેવા મોટા નામો પર પણ નજર રહેશે. આ હરાજીમાં કુલ 41.1 કરોડ રૂપિયાનો ઉપયોગ કરવામાં આવશે.

બીસીસીઆઈએ હરાજી માટે 277 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કર્યા છે. જેમાં 194 ભારતીય અને 66 વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે. તે જ સમયે, એવા 159 અનકેપ્ડ ખેલાડીઓ છે, જેમણે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું નથી.

આ પણ વાંચોઃ- કોમનવેલ્થ ગેમ્સ 2030 અમદાવાદમાં રમાશે, થઇ સત્તાવાર જાહેરાત

277માંથી મહત્તમ 73 ખેલાડીઓ વેચાઈ જશે, પરંતુ ઓછામાં ઓછા 204 ખેલાડીઓને વેચ્યા વગરના રહેવું પડશે. કારણ કે 5 ટીમોમાં 73 સ્લોટ ખાલી છે, જેમાંથી 50 ભારતીય અને 23 વિદેશી ખેલાડીઓ માટે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ