/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Rohit-sharma-photo-social-media.jpg)
રોહિત શર્મા પ્રથમ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ મેચમાં નહીં રમે. (ફોટો ક્રેડિટ રોહિત શર્મા ટ્વિટર)
ટીમ ઇન્ડિયા કેપ્ટન રોહિત શર્મા હાલ ચર્ચામાં છે. દક્ષિણ આફ્રિકાને હરાવી 11 વર્ષ બાદ ભારતને ટી20 વર્લ્ડ કપ ચેમ્પિયન બનાવ્યું છે. આઇસીસી ટ્રોફી જીતવા માટે ભારત છેલ્લા કેટલાય સમયથી પ્રયાસ કરી રહ્યું હતું. જે સપનું રોહિતના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયાએ સાકાર કરી બતાવ્યું છે.
ટી20 વર્લ્ડ કપ ભારતને અપાવ્યા બાદ કેપ્ટન રોહિત શર્મા એ ટી20 ફોરમેટમાંથી નિવૃત્ત લેવાનો નિર્ણય જાહેર કર્યો હતો. રોહિત શર્માના આ નિર્ણયથી તે આગળ ક્રિકેટ રમશે કે કેમ એ પણ ચર્ચાનો મુદ્દો બન્યો હતો. વન ડે અને ટેસ્ટ ક્રિકેટમાં તે રમવાનું ચાલુ રાખશે કે કેમ? એ અંગે અટકળો ઉઠવા લાગી હતી.
ક્રિકેટ રમવા અંગે ઉઠી રહેલી અટકળો અંગે રોહિત શર્માએ છેવટે ચુપકી તોડી છે અને આ અંગે મોટું નિવેદન આપ્યું છે. રોહિત શર્માએ ક્રિકેટ અંગે કહ્યું કે, હું એવો વ્યક્તિ નથી કે જે ભવિષ્ય અંગે વધુ વિચાર કરે. રોહિત શર્માએ આગળ રમવા અંગે આશા વ્યક્ત કરી છે. રોહિતના આ નિવેદન પરથી વન ડે અને ટેસ્ટ ક્રિકેટમાં રમવાની આશા પ્રબળ બની છે.
ટી20 વર્લ્ડ કપ 2024 ચેમ્પિયન બન્યા બાદ રોહિત શર્માએ ટી20 ક્રિકેટને અલવિદા કરતાં કહ્યું હતું કે, ટી20 ક્રિકેટને અલવિદા કરવાનો આના કરતા સારો કોઇ સમય ન હોઇ શકે. મારી આ છેલ્લી મેચ હતી. મેં જ્યારથી આ ફોરમેટમાં રમવાનું શરુ કર્યું ત્યારથી હું આ ફોરમેટનો આનંદ લઇ રહ્યો છું. મને દરેક પળ મજા આવી છે. જે હું ઇચ્છતો હતો, હું કપ જીતવા ઇચ્છતો હતો.
આ પણ વાંચો : ભારત વિ શ્રીલંકા શ્રેણી શિડ્યુલ
ટી20 ક્રિકેટમાં રોહિત શર્માના નામે ઘણા રેકોર્ડ છે. રોહિત શર્મા ટી20 159 મેચ રમ્યો છે જેમાં તેણે 4231 રન બનાવ્યા છે. ટી20 ક્રિકેટમાં સૌથી વધુ પાંચ સદી રોહિત શર્માએ જ બનાવી છે. રોહિત શર્માએ પોતાના કરિયરમાં બે વખત ટી20 વિશ્વ કપ જીત્યો છે. રોહિત શર્મા વર્ષ 2007 માં પણ ટી20 ટીમનો હિસ્સો હતો અને વર્ષ 2024 માં કેપ્ટન હતો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us