Team India Cricket Schedule 2024-25 Full List: ભારતીય ટીમ 42 દિવસના બ્રેક બાદ મેદાનમાં પરત ફરવા માટે તૈયાર છે. શ્રીલંકા સામે 7 ઓગસ્ટે રમાયેલી વન-ડે શ્રેણીની છેલ્લી મેચ બાદ તે 19 સપ્ટેમ્બરે બાંગ્લાદેશ સામે રમાનારી બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં મેદાન પર જોવા મળશે. સપ્ટેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચે ટીમ ઈન્ડિયાનો કાર્યક્રમ ઘણો વ્યસ્ત રહેવાનો છે. આ દરમિયાન ટીમ 10 ટેસ્ટ, 12 ટી20 અને 3 વન ડે મેચ રમશે.
ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે ટેસ્ટ બાદ 3 મેચની ટી-20 સિરીઝ રમવાની છે. આ પછી ન્યૂઝીલેન્ડ સામે 3 મેચની ટેસ્ટ શ્રેણીનું આયોજન થશે. ત્યારબાદ ભારતીય ટીમ 4 મેચોની ટી20 સીરીઝ માટે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જશે. આ પછી ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર 5 ટેસ્ટ મેચની બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં રમશે. પરત ફર્યા ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે 5 મેચની ટી20 સિરીઝ અને 3 મેચની વન ડે સિરીઝ રમશે. આ પછી ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમશે. પાકિસ્તાનની યજમાનીમાં રમાનારી ચેમ્પિયન્સ ટ્રોફીનો કાર્યક્રમ હજુ જાહેર કરવામાં આવ્યો નથી.
ભારત-બાંગ્લાદેશ ટેસ્ટ શ્રેણી કાર્યક્રમ
તારીખ મેચ સ્થળ સમય 19 સપ્ટેમ્બર- 23 સપ્ટેમ્બર 2024 ભારત વિ. બાંગ્લાદેશ ચેન્નાઈ સવારે 9.30 વાગ્યે. 27 સપ્ટેમ્બર-1 ઓક્ટોબર ભારત વિ. બાંગ્લાદેશ કાનપુર સવારે 9.30 વાગ્યે.
ભારત-બાંગ્લાદેશ ટી-20 સીરીઝ
તારીખ મેચ સ્થળ સમય 6 ઓક્ટોબર, 2024 ભારત વિ. બાંગ્લાદેશ ગ્વાલિયર સાંજે 7 વાગ્યે. 9 ઓક્ટોબર, 2024 ભારત વિ. બાંગ્લાદેશ દિલ્હી સાંજે 7 વાગ્યે. 12 ઓક્ટોબર, 2024 ભારત વિ. બાંગ્લાદેશ હૈદરાબાદ સાંજે 7 વાગ્યે.
આ પણ વાંચો – શુભમન ગિલ બાંગ્લાદેશ સામેની ટી-20 શ્રેણી નહીં રમે? જાણો કોણ થશે રિપ્લેસ
ભારત-ન્યૂઝીલેન્ડ ટેસ્ટ શ્રેણી
તારીખ મેચ સ્થળ સમય 16- 20 ઓક્ટોબર 2024 ભારત વિ. ન્યૂઝીલેન્ડ બેંગ્લોર સવારે 9.30 વાગ્યે. 24- 28 ઓક્ટોબર 2024 ભારત વિ. ન્યૂઝીલેન્ડ પૂણે સવારે 9.30 વાગ્યે. 1-5 નવેમ્બર 2024 ભારત વિ. ન્યૂઝીલેન્ડ મુંબઈ સવારે 9.30 વાગ્યે.
ભારત-દક્ષિણ આફ્રિકા ટી-20 શ્રેણી
તારીખ મેચ સ્થળ સમય 8 નવેમ્બર, 2024 ભારત વિ. દક્ષિણ આફ્રિકા ડરબન રાત્રે 9.30 વાગ્યે 10 નવેમ્બર, 2024 ભારત વિ. દક્ષિણ આફ્રિકા ગકેબેહેરા સાંજે 5.30 વાગ્યે 13 નવેમ્બર, 2024 ભારત વિ. દક્ષિણ આફ્રિકા સેન્ચુરિયન રાત્રે 9.30 વાગ્યે 15 નવેમ્બર, 2024 ભારત વિ. દક્ષિણ આફ્રિકા જોહાનિસબર્ગ રાત્રે 9.30 વાગ્યે
ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ શ્રેણી
તારીખ મેચ સ્થળ સમય 22-26 નવેમ્બર 2024 ભારત વિ. ઓસ્ટ્રેલિયા પર્થ સવારે 7.30 વાગ્યે. 6-10 ડિસેમ્બર 2024 ભારત વિ. ઓસ્ટ્રેલિયા એડિલેડ સવારે 9.30 વાગ્યે. 14-18 ડિસેમ્બર 2024 ભારત વિ. ઓસ્ટ્રેલિયા બ્રિસ્બેન સવારે 5.50 વાગ્યે. 26-30 ડિસેમ્બર 2024 ભારત વિ. ઓસ્ટ્રેલિયા મેલબોર્ન સવારે 5.00 વાગ્યે. 3-7 જાન્યુઆરી 2025 ભારત વિ. ઓસ્ટ્રેલિયા સિડની સવારે 5.00 વાગ્યે.
ભારત-ઈંગ્લેન્ડ ટી-20 શ્રેણી
તારીખ મેચ સ્થળ સમય 22 જાન્યુઆરી, 2025 ભારત વિ. ઇંગ્લેન્ડ કોલકાતા સાંજે 7 વાગ્યે. 25 જાન્યુઆરી, 2025 ભારત વિ. ઇંગ્લેન્ડ ચેન્નાઈ સાંજે 7 વાગ્યે. 28 જાન્યુઆરી, 2025 ભારત વિ. ઇંગ્લેન્ડ રાજકોટ સાંજે 7 વાગ્યે. 31 જાન્યુઆરી, 2025 ભારત વિ. ઇંગ્લેન્ડ પૂણે સાંજે 7 વાગ્યે. 2 ફેબ્રુઆરી, 2025 ભારત વિ. ઇંગ્લેન્ડ મુંબઈ સાંજે 7 વાગ્યે.
ભારત-ઈંગ્લેન્ડ વન-ડે શ્રેણી
તારીખ મેચ સ્થળ સમય 6 ફેબ્રુઆરી, 2025 ભારત વિ. ઇંગ્લેન્ડ નાગપુર બપોરે 1.30 વાગ્યે 9 ફેબ્રુઆરી, 2025 ભારત વિ. ઇંગ્લેન્ડ કટક બપોરે 1.30 વાગ્યે 12 ફેબ્રુઆરી, 2025 ભારત વિ. ઇંગ્લેન્ડ અમદાવાદ બપોરે 1.30 વાગ્યે