India Cricket Team Schedule in 2025, ટીમ ઇન્ડિયા કાર્યક્રમ 2025 : ભારતીય ક્રિકેટ ટીમ હાલ ઓસ્ટ્રેલિયામાં બોર્ડર ગાવસ્કર ટ્રોફી રમી રહી છે. ટીમ ઇન્ડિયા માટે 2024નું વર્ષ ઘણું વ્યસ્ત રહ્યું હતું. તેવી જ રીતે 2025નું વર્ષ પણ વ્યસ્ત રહેવાનું છે. નવા વર્ષની શરૂઆત ભારતીય ક્રિકેટ ટીમ ટેસ્ટ મેચથી કરશે. ભારત 3 જાન્યુઆરીથી ઓસ્ટ્રેલિયા સામે પાંચમી ટેસ્ટ રમી નવા વર્ષના અભિયાનની શરૂઆત કરશે. આ પછી વર્ષ દરમિયાન વ્યસ્ત કાર્યક્રમ છે. અમે અહીં 2025માં ભારતીય ક્રિકેટ ટીમના કાર્યક્રમ વિશે જણાવી રહ્યા છીએ.
ઇંગ્લેન્ડનો ભારત પ્રવાસ (22 જાન્યુઆરીથી 12 ફેબ્રુઆરી)
- પ્રથમ T20: 22 જાન્યુઆરી, કોલકાતા
- બીજી T20: 25 જાન્યુઆરી, ચેન્નાઈ
- ત્રીજી T20: 28 જાન્યુઆરી, રાજકોટ
- ચોથી T20: 31 જાન્યુઆરી, પૂણે
- પાંચમી T20: 2 ફેબ્રુઆરી, મુંબઈ
વન-ડે શ્રેણી
- પ્રથમ વન-ડે : 6 ફેબ્રુઆરી, નાગપુર
- બીજી વન-ડે : 9 ફેબ્રુઆરી, કટક
- ત્રીજી વન-ડે: 12 ફેબ્રુઆરી, અમદાવાદ
ફેબ્રુઆરી-માર્ચ: ચેમ્પિયન્સ ટ્રોફી (19 ફેબ્રુઆરીથી 9 માર્ચ 2025)
ભારત વિ બાંગ્લાદેશ , 20 ફેબ્રુઆરી, દુબઇભારત વિ પાકિસ્તાન, 23 ફેબ્રુઆરી, દુબઇભારત વિ ન્યૂઝીલેન્ડ, 2 માર્ચ, દુબઇ
આ પણ વાંચો – વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ : બોક્સિંગ ડે ટેસ્ટમાં પરાજય, હવે ભારત ફાઇનલમાં કેવી રીતે પહોંચી શકશે? આવું છે સમીકરણ
માર્ચ-મે: આઈપીએલ 2025
ઈન્ડિયન પ્રીમિયર લીગની 2025 સિઝન 14 માર્ચથી શરૂ થશે અને 25 મે સુધી ચાલશે. ભારતીય ક્રિકટરો આ લીગમાં રમતા જોવા મળશે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ – 11 થી 15 જૂન 2025
જો ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ક્વોલિફાય થશે તો તે ઇંગ્લેન્ડના લોર્ડ્સમાં દક્ષિણ આફ્રિકા સામે ફાઇનલમાં રમશે. જોકે ભારત ક્લોલિફાય થાય તેવી સંભાવના ઓછી છે.
જૂન-ઓગસ્ટ: ભારતનો ઈંગ્લેન્ડ પ્રવાસ (20 જૂનથી 4 ઓગસ્ટ)
- પ્રથમ ટેસ્ટ : 20-24 જૂન, હેડિંગ્લે, લીડ્ઝ
- બીજી ટેસ્ટ : 2-6 જુલાઈ, એજબેસ્ટન, બર્મિંગહામ
- ત્રીજી ટેસ્ટ : 10-14 જુલાઈ, લોર્ડ્સ, લંડન
- ચોથી ટેસ્ટ : 23-27 જુલાઈ, માન્ચેસ્ટર
- પાંચમી ટેસ્ટ : 31 જુલાઈ-4 ઓગસ્ટ, કેનિંગ્ટન ઓવલ, લંડન
ટી 20 એશિયા કપ 2025, ભારત,ઓક્ટોબર 2025
ઓક્ટોબર મહિનામાં એશિયા કપ ભારતમાં યોજાશે. આ વખતે એશિયા કપ ટી 20 ફોર્મેટમાં રમાશે.





