Gautam Gambhir : ગૌતમ ગંભીરનું ટીમ ઇન્ડિયાના હેડ કોચ બનવાનું નક્કી, આ મહિને થઇ જશે જાહેરાત : રિપોર્ટ્સ

Team India Head Coach : અહેવાલો અનુસાર ગૌતમ ગંભીરે બીસીસીઆઈને પોતાનો સપોર્ટ સ્ટાફ લાવવાની માંગ કરી છે. ભારતીય ટીમના હાલના હેડ કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ ટી 20 વર્લ્ડ કપ 2024 બાદ પુરો થઈ જશે

Written by Ashish Goyal
Updated : June 16, 2024 15:44 IST
Gautam Gambhir : ગૌતમ ગંભીરનું ટીમ ઇન્ડિયાના હેડ કોચ બનવાનું નક્કી, આ મહિને થઇ જશે જાહેરાત : રિપોર્ટ્સ
ગૌતમ ગંભીર હાલમાં કોલકાતા નાઇટ રાઇડર્સનો મેન્ટર છે (તસવીર -સોશિયલ મીડિયા)

Team India Head Coach : ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચની શોધ આ મહિનાના અંતમાં પૂરી થઈ શકે છે. કોલકાતા નાઈટ રાઈડર્સના મેન્ટર અને ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાના કોચ તરીકેની જવાબદારી સંભાળશે. મીડિયા રિપોર્ટ જણાવે છે કે બીસીસીઆઇ ચાલુ મહિનાના અંતે ગંભીરની ટીમ ઈન્ડિયાના કોચ તરીકેની નિયુક્તિની સત્તાવાર જાહેરાત કરશે.

અહેવાલો અનુસાર ગંભીરે બીસીસીઆઈને પોતાનો સપોર્ટ સ્ટાફ લાવવાની માંગ કરી છે. હાલમાં વિક્રમ રાઠૌર ટીમ ઈન્ડિયાના બેટીંગ કોચ છે, જ્યારે બોલિંગ કોચ તરીકે પારસ મ્હામ્બ્રે જવાબદારી સંભાળી રહ્યા છે. ટી દિલીપ ટીમ ઈન્ડિયાના ફિલ્ડિંગ કોચ તરીકે દ્રવિડના સપોર્ટ સ્ટાફનો ભાગ છે. જો ગંભીર કોચ બનશે તો આ તમામને પણ જવું પડી શકે છે.

ટી-20 વર્લ્ડ કપ બાદ રાહુલ દ્રવિડનો કાર્યકાળ પૂરો થશે

ભારતીય ટીમના હાલના હેડ કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ ટી 20 વર્લ્ડ કપ 2024 બાદ પુરો થઈ જશે. નવા કોચ માટે બીસીસીઆઇએ છેલ્લા કેટલાક સમયથી અરજીઓ મંગાવી હતી. આ દરમિયાન એવા સમાચાર આવ્યા હતા કે રાહુલ દ્રવિડ આ પદ માટે ફરીથી અરજી નહીં કરે.

આ પણ વાંચો – સૂર્યકુમારના યાદવ મિત્ર સૌરભ નેત્રવલકરે 22 વર્ષની ઉંમરે છોડી દીધી હતી ક્રિકેટ, અમેરિકા ગયા પછી આવી રીતે રમતમાં થઇ વાપસી

કેકેઆરના મેન્ટર છે ગૌતમ ગંભીર

ગૌતમ ગંભીર હાલમાં કોલકાતા નાઇટ રાઇડર્સનો મેન્ટર છે. તે મેન્ટર બનતા જ ટીમ પ્રથમ સિઝનમાં જ ટાઇટલ જીતવામાં સફળ રહી હતી. આ પછી ગંભીરના ટીમ ઈન્ડિયાના કોચ બનવાના સમાચારે જોર પકડ્યું હતુ. ગંભીરે પોતે કહ્યું હતુ કે, તેના માટે ટીમ ઈન્ડિયાના કોચ બનવા કરતાં મોટું સન્માન બીજું કોઈ નથી. જો તેને તક મળે તો તે ટીમ ઇન્ડિયાના કોચ બનવાનું પસંદ કરશે.

ગંભીર અત્યાર સુધી ક્યારેય કોઈ ટીમનો હેડ કોચ બન્યો નથી. તે આઈપીએલમાં મેન્ટરની ભૂમિકામાં પણ જોવા મળ્યો હતો. તે લખનઉ સુપર જાયન્ટ્સ સાથે હતો, જે 2022 થી 2023 સુધી નવી ટીમ તરીકે લીગમાં જોડાયો હતો, અને તેણે તેમને બેક-ટુ-બેક પ્લેઓફ માટે ક્વોલિફાય કરવામાં મદદ કરી હતી. ના, તે આ સિઝનમાં કેકેઆર સાથે જોડાયેલો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ