Team India Schedule 2024 : ભારતીય મેન્સ ક્રિકેટ ટીમ 2024માં તેના ICC ટૂર્નામેન્ટના દુષ્કાળને ખતમ કરવા પર નજર રાખશે. ટીમે 2013 પછી એકપણ આઈસીસી ટૂર્નામેન્ટ જીતી નથી. તેણે 2023 માં બે વાર આ તક ગુમાવી હતી. તેને 2024માં 1 તક મળશે. વેસ્ટ ઈન્ડીઝ ક્રિકેટ અને અમેરિકાની આગેવાની હેઠળ રમાનાર ટી20 વર્લ્ડ કપ 2024 આ તક મળશે. ટ્રોફી જીતીને ભારત માત્ર 11 નહીં પરંતુ 17 વર્ષના દુષ્કાળને ખતમ કરવા માંગશે. ભારતીય ટીમ 2007માં ટી-20 વર્લ્ડ રપની પ્રથમ સિઝનમાં ચેમ્પિયન બની હતી. આ પછી ટીમ ઇન્ડિયા એક પણ વખત ટી-20 વર્લ્ડ કપ જીતી શક્યું નથી.
વર્ષ 2024માં ભારતીય ટીમ 12 ટેસ્ટ, 3 વનડે અને 9 ટી20 મેચ રમશે. આમાં ટી-20 વર્લ્ડ કપની મેચ સામેલ નથી. ટીમ 12માંથી 11મહિના મેચ રમતી જોવા મળશે. માત્ર ઓગસ્ટમાં કોઈ શ્રેણી નથી. 11 માર્ચ પછી મે સુધી ખેલાડીઓ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 (IPL 2024)માં વ્યસ્ત રહેશે. ટીમ વર્ષનો અંત ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર કરશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) અનુસાર આ પ્રવાસ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.
T20 વર્લ્ડ કપ પહેલા માત્ર 1 ટી-20 સિરીઝ
ભારતીય ટીમ 2024ની શરૂઆત દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટથી કરશે. જીત સાથે નવા વર્ષની શરૂઆત કરવા માંગશે. આ પછી ભારતીય ટીમ અફઘાનિસ્તાન સાથે 3 મેચની T20 શ્રેણી રમાશે. ત્યારબાદ T20 વર્લ્ડ કપ પહેલા કોઈ T20 મેચ રમાશે નહીં. ઈંગ્લેન્ડ સામે 25 જાન્યુઆરીથી 11 માર્ચ સુધી ટેસ્ટ શ્રેણી રમાશે. ત્યાર બાદ IPL પછી T20 વર્લ્ડ કપ થશે.
તારીખ વિરોધી ટીમ/ટૂર્નામેન્ટ યજમાન મુકાબલા જાન્યુઆરી 3-7, 2024 દક્ષિણ આફ્રિકા દક્ષિણ આફ્રિકા બીજી ટેસ્ટ મેચ 11 થી 17 જાન્યુઆરી અફઘાનિસ્તાન ભારત 3 મેચની T20 શ્રેણી 25 જાન્યુઆરીથી 11 માર્ચ ઈંગ્લેન્ડ ભારત 5 ટેસ્ટ શ્રેણી 4 થી 30 જૂન ICC ટી-20 વર્લ્ડ કપ વેસ્ટ ઈન્ડીઝ/અમેરિકા ટી-20 જુલાઈ (તારીખો હજુ જાહેર કરવાની બાકી છે) શ્રીલંકા શ્રીલંકા 3 ODI, 3 T20 શ્રેણી સપ્ટેમ્બર (તારીખો હજુ જાહેર કરવાની બાકી છે) બાંગ્લાદેશ ભારત 2 ટેસ્ટ, 3 T20 શ્રેણી ઓક્ટોબર (તારીખો હજુ જાહેર કરવાની બાકી છે) ન્યૂઝીલેન્ડ ભારત 3 ટેસ્ટ શ્રેણી નવેમ્બર-ડિસેમ્બર (તારીખો હજુ જાહેર કરવાની બાકી છે) ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયા 5 ટેસ્ટ શ્રેણી





