Team India Squad for Sri Lanka Tour 2024 : શ્રીલંકા પ્રવાસે જનારી ટીમ ઇન્ડિયા માટે એલાન થવાનું છે જોકે કેપ્ટન કોણ? હાર્દિક પંડ્યા કે સૂર્યકુમાર? મુદ્દે કોકડું ગૂંચવાયું લાગ્યું છે. શ્રીલંકા સામે ભારત ત્રણ ટી20 અને ત્રણ વન ડે મેચની સિરીઝ રમવાનું છે. શ્રીલંકા સામેની આ સિરીઝ 27 જુલાઇથી શરુ થશે. શ્રીલંકા જનાર ટીમ ઇન્ડિયામાં કયા ખેલાડીઓની પસંદગી કરાશે અને કોને પડતા મુકાશે, જાણો ટીમ ઇન્ડિયા ખેલાડીઓની સંભવિત યાદી
નવ નિયુક્ત હેડ કોચ ગૌતમ ગંભીર ના વડપણ હેઠળ ભારતીય ટીમની આ પ્રથમ સિરીઝ છે. હેડ કોચ ગૌતમ ગંભીર કેવી ટીમ સાથે શ્રીલંકાના પ્રવાસે જશે એ આજે ખબર પડી જશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ શ્રીલંકા પ્રવાસે જનારી ટીમ ઇન્ડિયાનું એલાન કરી શકે છે. 27 જુલાઇથી 7 ઓગસ્ટ દરમિયાન ભારત શ્રીલંકા સામે 3 ટી20 અને 3 વન ડે મેચ રમશે.
ભારતીય ટી20 ટીમના પૂર્વ કેપ્ટન રોહિત શર્માની ગેરહાજરીમાં ટીમ ઇન્ડિયા શ્રીલંકા પ્રવાસે જવાની છે. બોર્ડ માટે ટીમના ખેલાડીઓની સાથોસાથ કેપ્ટન રોહિત શર્માના ઉત્તરાધિકારીની પણ પસંદગી કરવાની છે. પરંતુ કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યા કે સૂર્યકુમાર યાદવ વચ્ચે કોકડું ગૂંચમાં પડ્યું લાગે છે. ટી20 વર્લ્ડ કપ 2024 ચેમ્પિયન બન્યા બાદ કેપ્ટન રોહિત શર્મા, બેટ્સમેન વિરાટ કોહલી અને ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ટી20 ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી.
સિનિયર ખેલાડીઓએ પણ ડોમેસ્ટિક ક્રિકેટ રમવું પડશે
શ્રીલંકા સામેની ત્રણ ટી20 મેચ માટે રોહિત શર્માની અવેજીમાં હાર્દિક પંડ્યા કેપ્ટન બની શકે છે. વન ડે માટે પણ હાર્દિક પંડ્યા કેપ્ટન તરીકે પ્રબળ દાવેદાર છે. પરંતુ સૂર્યકુમાર યાદવ પણ રેસમાં આવતાં ટીમ એલાન અટવાયું છે. ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ રોહિત, વિરાટ અને જાડેજાએ ટી20 ફોરમેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે તેઓ શ્રીલંકા સામેના પ્રવાસમાં જોડાવાના નથી. પરંતુ નવ નિયુક્ત હેડ કોચ ગૌતમ ગંભીર સિનિયર ખેલાડીઓને પણ વન ડે રમાડવા ઇચ્છી રહ્યા છે. આ સંજોગોમાં ટીમ પસંદગી બોર્ડ માટે કઠીન છે.





