/indian-express-gujarati/media/media_files/2026/01/21/t20-world-cup-2026-2026-01-21-18-59-16.jpg)
T20 World Cup 2026 : ટી 20 વર્લ્ડ કપ 2026 ભારત અને શ્રીલંકામાં રમાશે Photograph: (@JayShah)
T20 World Cup Semifinal Match : ટીમ ઈન્ડિયા ટી 20 વર્લ્ડ કપ 2026માં ગ્રૂપ સ્ટેજની તમામ મેચ જીત્યા પછી રવિવારે દક્ષિણ આફ્રિકા સામે સુપર 8 માં અભિયાનની શરૂઆત કરશે. સુપર 8 રાઉન્ડ માટે ભારતને સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઈન્ડિઝની સાથે ગ્રૂપ 1માં સ્થાન મળ્યું છે. હવે જો આ રાઉન્ડ બાદ ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલમાં પ્રવેશશે તો તેની સેમિ ફાઈનલનું સ્થળ હજુ નક્કી થયું નથી.
જો ભારત અને પાકિસ્તાન વચ્ચે સેમિફાઇનલ મેચ રમાય તો...
જો ભારતીય ટીમ સેમિ ફાઈનલમાં પ્રવેશશે તો તેની મેચ કોલંબો, મુંબઈ કે કોલકાતાના કોઈ એક સ્થળે રમશે. ભારત તેની સેમિ ફાઈનલ મેચ ક્યાં રમશે તે હજુ નક્કી નથી. આ મુદ્દો માત્ર પાકિસ્તાનને કારણે જ અટવાઈ ગયો છે.
કારણ કે જો પાકિસ્તાન અને ભારત વચ્ચે સેમિફાઇનલ રમાશે તો આ મેચ કોલંબોમાં રમાશે. તે પાકિસ્તાન સુપર 8 થી આગળ વધવા પર નિર્ભર રહેશે. ન્યૂઝીલેન્ડ સામેની પાકિસ્તાનની સૌપ્રથમ સુપર 8 મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી હતી.
બીજી બાજુ, જો ટીમ ઈન્ડિયા અન્ય કોઈ ટીમ સાથે મુકાબલો કરશે તો તે ભારતની સુપર 8ની સ્થિતિ પર નિર્ભર કરશે. તમને જણાવી દઈએ કે ટી-20 વર્લ્ડ કપ 2026ની સેમિફાઇનલ મેચ 4 માર્ચ અને 5 માર્ચે રમાવાની છે. ટુર્નામેન્ટની અંતિમ મેચ 8 માર્ચે રમાશે. ફાઈનલના સ્થળને લઈને પણ આવી જ મૂંઝવણ છે. અત્યારે જાણો સેમિફાઇનલ સ્થળની તમામ શરતો:-
સેમિફાઇનલમાં ભારત ક્યારે અને ક્યાં રમી શકે છે?
- આ સ્થિતિમાં ટીમ ઈન્ડિયા 4 માર્ચે કોલકાતા (ઈડન ગાર્ડન્સ)માં પ્રથમ સેમિફાઇનલ રમશે.
- આવી સ્થિતિમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે તારીખ 4 માર્ચે કોલંબોમાં સેમિ ફાઈનલ મુકાબલો ખેલાશે.
- ગ્રૂપ 1માં ભારત બીજા અને પાકિસ્તાન ગ્રૂપ 2માં પ્રથમ સ્થાને છે: આ સ્થિતિમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે તારીખ 4 માર્ચે કોલંબોમાં સેમિ ફાઈનલ મુકાબલો ખેલાશે.
- ભારત અને પાકિસ્તાન પોતપોતાના ગ્રુપમાં પ્રથમ/બીજા સ્થાને છેઃ આ સ્થિતિમાં ભારતની સેમિફાઇનલ મેચ 5 માર્ચે મુંબઈ (વાનખેડે)માં ગ્રુપ 2ની બીજી ટીમ સામે રમાશે.
- ભારત ગ્રૂપ 1માં બીજા અને પાકિસ્તાન ગ્રુપ 2માંથી બહાર છે. આ સ્થિતિમાં ભારતીય ટીમ તેની સેમિફાઇનલ મેચ 5 માર્ચે મુંબઈ (વાનખેડે)માં રમશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us