Team India Victory Parade : ટીમ ઇન્ડિયાની વિજય પરેડ, રોહિત શર્માએ કહ્યું – ટી 20 વર્લ્ડ કપ ટ્રોફી આખા દેશને સમર્પિત

Team India T20 World Cup Victory Parade : ટીમ ઇન્ડિયાની વિજય પરેડની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં પ્રશંસકો રસ્તા પર ઉતરી આવ્યા હતા

Written by Ashish Goyal
Updated : July 05, 2024 07:21 IST
Team India Victory Parade : ટીમ ઇન્ડિયાની વિજય પરેડ,  રોહિત શર્માએ કહ્યું – ટી 20 વર્લ્ડ કપ ટ્રોફી આખા દેશને સમર્પિત
Team India Victory Parade Updates : મુંબઈમાં વિજય પરેડ દરમિયાન ભારતીય ક્રિકેટર્સ (તસવીર - આઈસીસી ટ્વિટર)

Team India T20 World Cup Celebration Parade, Wankhede Stadium : ભારતીય ક્રિકેટ ટીમ ટી 20 વર્લ્ડ કપ 2024માં ચેમ્પિયન બનીને સ્વદેશ પરત ફરી છે. ટીમ ઇન્ડિયાની વિજય પરેડ કાઢવામાં આવી હતી અને પછી વાનખેડે સ્ટેડિયમ પહોંચી હતી. ચેમ્પિયન ટીમની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં પ્રશંસકો રસ્તા પર ઉતરી પડ્યા હતા. રોહિત શર્મા મેદાનમાં પહોંચતા જ ચાહકોનો અવાજ ચારેબાજુથી ગુંજી ઉઠ્યો હતો. રોહિતને બોલવા માટે રાહ જોવી પડી. રોહિત શર્માએ સૌનો આભાર માન્યો હતો. તેણે કહ્યું કે આ ટ્રોફી સમગ્ર દેશ માટે છે. દેશ માટે ટ્રોફી જીતવી એ ખૂબ જ ગર્વની વાત છે. તેણે સમગ્ર દેશ અને ક્રિકેટ ચાહકોનો આભાર માન્યો હતો.

15 વર્ષમાં પ્રથમ વખત રોહિતને ઇમોશનલ થતા જોયો – વિરાટ કોહલી

વિરાટ કોહલીએ સ્ટેડિયમમાં હાજર તમામ પ્રશંસકોનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે ફાઈનલ બાદ અમે બાર્બાડોસમાં ફસાયેલા હતા અને શક્ય તેટલી વહેલી તકે ભારત પહોંચવા માંગતા હતા. બુમરાહ વિશે કોહલીએ કહ્યું કે તેણે ફાઇનલમાં જે રીતે બોલિંગ કરી તે અદ્ભુત હતી. વર્લ્ડ કપ જીતવો ખૂબ જ ખાસ છે. કોહલીએ કહ્યું કે જ્યારે અમે 2011માં વનડે વર્લ્ડ કપ જીત્યો ત્યારે તે અદ્ભુત હતું. તે સચિનનો છેલ્લો વર્લ્ડ કપ હતો અને અમે તેને મેદાન પર ઉતાર્યો હતો તેમને મેદાનમાં ફેરવ્યા હતા. આ વખતે હું અને રોહિત સિનિયર ખેલાડીઓ હતા અને અમે જીતવા માગતા હતા. મેં રોહિતને છેલ્લા 15 વર્ષમાં પહેલીવાર મેદાન પર ભાવુક થતા જોયો. તે અને હું બંને બન્ને રડતા હતા અને તે અમારા માટે ઘણું સ્પેશ્યલ હતું. આટલા વર્ષોમાં અમારો ઉદ્દેશ્ય દેશ માટે વર્લ્ડ કપ જીતવાનો હતો અને તે થયું છે.

આ પહેલા ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા તેમના નિવાસસ્થાન લોક કલ્યાણ માર્ગ પર પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટીમ ઇન્ડિયાની મુલાકાતનો વીડિયો સામે આવ્યો છે. દોઢ મિનિટના આ વીડિયોમાં વડાપ્રધાન મોદી ટીમ ઇન્ડિયાના સભ્યો સાથે વાત કરતા નજરે પડે હતા.

ટી 20 વર્લ્ડ કપની ટ્રોફી પ્રધાનમંત્રીના હાથમાં સોંપી

આ દરમિયાન ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવનાર કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડે ટી 20 વર્લ્ડ કપની ટ્રોફી પ્રધાનમંત્રીના હાથમાં સોંપી હતી. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ સાથે વાત કરતા જોવા મળ્યા હતા. આ સમયે એક પ્રસંગ એવો પણ આવ્યો કે પીએમ મોદીની કોઈ વાત સાંભળીને ખેલાડીઓ હસવા લાગ્યા હતા.

રોહિત શર્માએ દિલ્હી એરપોર્ટ પર ઉતરતાની સાથે જ કેક કાપી હતી

ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા બાદ પોતાના હાથમાં ટ્રોફી લઈને બહાર આવ્યો હતો. આ પછી BCCI પ્રમુખ રોજર બિન્ની અને સેક્રેટરી જય શાહ સાથે કેક કાપી હતી. આ પછી રોહિત શર્મા ચાહકોને ટ્રોફી બતાવી હતી અને ટીમ બસમાં બેસી ગયો હતો.

Live Updates

Team India Victory Parade Live Updates: 15 વર્ષમાં પ્રથમ વખત રોહિતને ઇમોશનલ થતા જોયો - વિરાટ કોહલી

વિરાટ કોહલીએ સ્ટેડિયમમાં હાજર તમામ પ્રશંસકોનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે ફાઈનલ બાદ અમે બાર્બાડોસમાં ફસાયેલા હતા અને શક્ય તેટલી વહેલી તકે ભારત પહોંચવા માંગતા હતા. બુમરાહ વિશે કોહલીએ કહ્યું કે તેણે ફાઇનલમાં જે રીતે બોલિંગ કરી તે અદ્ભુત હતી. વર્લ્ડ કપ જીતવો ખૂબ જ ખાસ છે. કોહલીએ કહ્યું કે જ્યારે અમે 2011માં વનડે વર્લ્ડ કપ જીત્યો ત્યારે તે અદ્ભુત હતું. તે સચિનનો છેલ્લો વર્લ્ડ કપ હતો અને અમે તેને મેદાન પર ઉતાર્યો હતો તેમને મેદાનમાં ફેરવ્યા હતા. આ વખતે હું અને રોહિત સિનિયર ખેલાડીઓ હતા અને અમે જીતવા માગતા હતા. મેં રોહિતને છેલ્લા 15 વર્ષમાં પહેલીવાર મેદાન પર ભાવુક થતા જોયો. તે અને હું બંને બન્ને રડતા હતા અને તે અમારા માટે ઘણું સ્પેશ્યલ હતું. આટલા વર્ષોમાં અમારો ઉદ્દેશ્ય દેશ માટે વર્લ્ડ કપ જીતવાનો હતો અને તે થયું છે.

Team India Victory Parade Live Updates: વાનખેડે સ્ટેડિયમમાં ક્રિકેટર્સનો ડાન્સ

વાનખેડે સ્ટેડિયમમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી સહિત ભારતીય ક્રિકેટરોએ ડાન્સ કરીને પ્રશંસકોને ખુશ કરી દીધા હતા.

Team India Victory Parade Live Updates: બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાનો ચેક અર્પણ કર્યો

BCCIના અધિકારીઓએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાનો ચેક અર્પણ કર્યો હતો. BCCI ટી 20 વર્લ્ડ કપ જીત્યા પછી ભારત માટે 125 કરોડ રૂપિયાની ઈનામી રકમની જાહેરાત કરી હતી.

Team India Victory Parade Live Updates: મેદાન પર પહોંચ્ય રોહિત શર્મા, બધાનો આભાર માન્યો

રોહિત શર્મા મેદાનમાં પહોંચતા જ ચાહકોનો અવાજ ચારેબાજુથી ગુંજી ઉઠ્યો હતો. રોહિતને બોલવા માટે રાહ જોવી પડી. રોહિત શર્માએ સૌનો આભાર માન્યો હતો. તેણે કહ્યું કે આ ટ્રોફી સમગ્ર દેશ માટે છે. દેશ માટે ટ્રોફી જીતવી એ ખૂબ જ ગર્વની વાત છે. તેણે સમગ્ર દેશ અને ક્રિકેટ ચાહકોનો આભાર માન્યો હતો.

Team India Victory Parade Live Updates: વાનખેડે સ્ટેડિયમમાં ખેલાડીઓએ ડાન્સ કર્યો

વિજય પરેડ પછી ભારતીય ટીમની વાનખેડે સ્ટેડિયમમાં ઉજવણી. સ્ટેડિયમમાં ખેલાડીઓએ ડાન્સ કર્યો.

Team India Victory Parade Live Updates: ટીમ ઇન્ડિયા વાનખેડે સ્ટેડિયમમાં પહોંચી

ટીમ ઇન્ડિયા વિજય પરેડ પછી વાનખેડે સ્ટેડિયમમાં પહોંચી. જ્યાં ટીમનું સ્વાગત કરવામાં આવશે.

Team India Victory Parade Live Updates: રોહિત અને કોહલીએ ટી 20 ટ્રોફી ચાહકોને હતાવી

રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટી 20 વર્લ્ડ કપ 2024ની ટ્રોફી ઉપાડી અને વિજય પરેડ જોવા ભેગા થયેલા ચાહકોને બતાવી હતી.

Team India Victory Parade Live Updates: ટીમ ઇન્ડિયાની પરેડ ચાલી રહી છે

Team India Victory Parade Live Updates: ટીમ ઇન્ડિયાની પરેડ શરુ

મુંબઈમાં ટી 20 વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઇન્ડિયાની વિજય પરેડ શરુ થઇ ગઇ છે. પરેડનું સમાપન વાનખેડે સ્ટેડિયમમાં થશે.

Team India Victory Parade Live Updates: મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સ્ટેજ તૈયાર

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સ્ટેજ તૈયાર કરી દેવામાં આવ્યું છે. ભારતીય ખેલાડીઓનું સન્માન કરવામાં આવશે.

Team India Victory Parade Live Updates: મરીનનો ડ્રાઇવનો નજારો

Team India Victory Parade Live Updates: ખેલાડીઓ ખુલ્લી બસમાં સવાર

મુંબઈમાં મરીન ડ્રાઈવ પર લોકોની ભીડ જોવા મળી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ત્યાં લગભગ 3 લાખ લોકો હાજર છે. આ દરમિયાન ટી20 વર્લ્ડ કપ વિજેતા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ મુંબઈ એરપોર્ટથી નીકળીને ખુલ્લી બસમાં સવાર થઈ ગયા છે. બસ મુંબઈ એરપોર્ટથી નીકળી ગઈ છે.

Team India Victory Parade Live Updates: ટીમ ઈન્ડિયાની 'વિજય રથ' બસ ભીડમાં ફસાઈ

ટી20 વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાની ‘વિજય રથ’ બસ ભીડમાં ફસાઈ ગઈ છે. પોલીસ કર્મચારીઓએ ભીડને વિખેરી અને બસને મરીન ડ્રાઈવ સુધી જવાનો રસ્તો કર્યો હતો.

Team India Victory Parade Live Updates: ટીમ ઇન્ડિયાનું સ્વાગત

ટીમ ઇન્ડિયાના પ્લેનનું આવી રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું.

Team India Victory Parade Live Updates: ટીમ ઇન્ડિયા મુંબઈ પહોંચી

ભારતીય ક્રિકેટર્સ દિલ્હીથી મુંબઈ પહોંચી ગયા છે. થોડીવારમાં વિજય પરેડ શરૂ કરવામાં આવશે.

Team India Victory Parade Live Updates: મુંબઈમાં ક્રિકેટ પ્રશંસકોનો જબરજસ્ત ઉત્સાહ

મુંબઈના મરીન ડ્રાઇવ પર મોટી સંખ્યામાં પ્રશંસકો ઉમટ્યા

ટીમ ઇન્ડિયાની સ્વાગત માટે મુંબઈના મરીન ડ્રાઇવ પર મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રશંસકો ઉમટી પડ્યા છે.

Team India Victory Parade Live Updates: ક્રિકેટ પ્રશંસકો ઉત્સાહિત

ક્રિકેટ ચાહકો ટીમ ઈન્ડિયાના આગમનની રાહ જોઈને મુંબઈના વાનખેડે સ્ટેડિયમની બહાર ઉજવણી કરી રહ્યા છે. ચેમ્પિયનની વિજય પરેડ આજે સાંજે મરીન ડ્રાઈવથી વાનખેડે સ્ટેડિયમ સુધી કાઢવામાં આવશે.

Team India Victory Parade Live Updates: ટીમ ઇન્ડિયાની વિજય પરેડ મુંબઈમાં યોજાશે

ભારતીય ક્રિકેટ ટીમ ટી 20 વર્લ્ડ કપ 2024માં ચેમ્પિયન બનીને સ્વદેશ પરત ફરી છે. ટીમ ઇન્ડિયાની વિજય પરેડ મુંબઈમાં યોજાશે. ચેમ્પિયન ટીમની વિજય પરેડ સાંજે મરીન ડ્રાઈવથી વાનખેડે સ્ટેડિયમ સુધી કાઢવામાં આવશે. ટીમની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં પ્રશંસકો રસ્તા પર ઉતરી પડ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ