વર્લ્ડ કપ પહેલા ટીમ ઇન્ડિયા રમશે છેલ્લી ટી-20 મેચ, આ 3 ખેલાડીઓએ નોંધાવી મજબૂત દાવેદારી

T20 World Cup 2024 : ભારતીય ક્રિકેટ ટીમ અફઘાનિસ્તાન સામે આજે (17 જાન્યુઆરી) ત્રીજી ટી-20 મેચ રમશે. આ ભારતની ટી-20 વર્લ્ડ કપ પહેલા અંતિમ ટી-20 મેચ છે. જેથી ભારતને પોતાની તૈયારી માટે અંતિમ તક રહેશે

Written by Ashish Goyal
January 17, 2024 16:40 IST
વર્લ્ડ કપ પહેલા ટીમ ઇન્ડિયા રમશે છેલ્લી ટી-20 મેચ, આ 3 ખેલાડીઓએ નોંધાવી મજબૂત દાવેદારી
ભારતીય ક્રિકેટ ટીમ (તસવીર - બીસીસીઆઈ)

T20 World Cup 2024 Schedule : ભારતીય ક્રિકેટ ટીમ અફઘાનિસ્તાન સામે આજે (17 જાન્યુઆરી) ત્રીજી ટી-20 મેચ રમશે. આ ભારતની ટી-20 વર્લ્ડ કપ પહેલા અંતિમ ટી-20 મેચ છે. જેથી ભારતને પોતાની તૈયારી માટે અંતિમ તક રહેશે. આ પછી ભારત ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમશે અને ત્યારબાદ આઈપીએલ 2024ની શરુઆત થશે.

શિવમ દુબે

શિવબ દુબેએ અફઘાનિસ્તાન સામેની બે ટી-20માં શાનદાર પ્રદર્શન કર્યું છે. બન્ને મેચમાં અણનમ અડધી સદી ફટકારીને ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તે મિડલ ઓર્ડરમાં ભારત માટે ઉપયોગી પ્લેયર બન્યો છે. તે યુવરાજ સિંહની યાદ અપાવે છે. બેટિંગ ઉપરાંત તે બોલિંગમાં પણ ટીમ માટે સંકટમોચક બની શકે છે. આગામી ટી-20 વર્લ્ડ કપમાં તેણે પોતાની મજબૂત દાવેદારી નોંધાવી છે.

યશસ્વી જયસ્વાલ

યશસ્વી જયસ્વાલે પોતાના આક્રમક ઇનિંગ્સ અને ટેકનિકના સહારે બધાને પ્રભાવિત કર્યા છે. અફઘાનિસ્તાન સામેની બીજી ટી-20માં તેણે આક્રમક 68 રન બનાવ્યા હતા. યશસ્વીએ શાનદાર પ્રદર્શન કરીને શુભમન ગિલનું સ્થાન જોખમમાં મુક્યું છે.

આ પણ વાંચો – ટી-20 વર્લ્ડ કપ : બ્રોડકાસ્ટર્સનું દબાણ કે પછી કોઇ અન્ય કારણ, ડલાસને નજરઅંદાજ કરી ન્યૂયોર્કને કેમ આપી ભારતની 3 મેચ

રિંકુ સિંહ

રિંકુ સિંહ ટીમ તરફથી સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. અફઘાનિસ્તાન સામે બે ટી-20માં હજુ સુધી તેને વધારે તક મળી નથી. જોકે તેણે પોતાની ક્ષમતા સાબિત કરી દીધી છે. બન્ને મેચમાં તે અનુક્રમે 9 અને 16 રને અણનમ રહ્યો હતો. તેની આક્રમક બેટિંગ જોતા તે ટી-20 વર્લ્ડ કપ માટે મજબૂત દાવેદાર છે.

આઇસીસી ટી-20 વર્લ્ડ કપ 2024 વેસ્ટ ઈન્ડીઝ અને અમેરિકામાં સંયુક્ત રીતે આયોજિત કરવામાં આવશે. 1 જૂનથી ટૂર્નામેન્ટની શરૂ થશે પ્રથમ મેચ યજમાન યુએસએ અને કેનેડા વચ્ચે રમાશે. આ સિઝનમાં કુલ 20 ટીમો ભાગ લઈ રહી છે. વર્લ્ડ કપમાં 20 ટીમોને 4 ગ્રુપમાં વહેંચવામાં આવી છે અને દરેક ગ્રુપમાં 5-5 ટીમો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ